બેસ્ટફ્રેન્ડ સાથે દીવાળી પાર્ટીમાં પહોંચી મૌની રોય, વાળથી ચહેરો ઢાંકી રાખ્યો હતો બોલ્ડ લુકમાં પાર્ટીમાં પહોંચેલી દિશા પટનીએ

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

હોલિડે હોય, વેકેશન હોય કે ડિનર પાર્ટી કે પછી આઉટિંગ હોય, જ્યારે પણ મૌની રોય અને દિશા પટની સાથે હોય છે ત્યારે તેઓ હંમેશા કેમેરાની નજરમાં કેદ થઈ જાય છે. હાલમાં જ બુધવારે રાત્રે મુંબઈમાં એક ભવ્ય દિવાળી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મૌની રોય અને દિશા પટની એકબીજાનો હાથ પકડેલા કેમેરામાં કેદ થયા હતા.

બી-ટાઉનની સૌથી લોકપ્રિય બેસ્ટ ફ્રેન્ડની આ જોડી ઘણીવાર વેકેશન, નાઈટ આઉટ, પાર્ટીઓમાં સાથે જોવા મળે છે. હાલમાં જ દિવાળી પાર્ટીમાં પણ બંને ટ્રેડિશનલ સ્ટાઈલમાં સાથે જોવા મળ્યા હતા. દિશા અને મૌની રોયને કેમેરામાં કેદ કરવા ત્યાં પેપરાજી અને ચાહકોની ભીડ એકઠી થઈ ગઇ હતી. દિશાએ તાજેતરમાં જ મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં હાજરી આપી હતી.

જ્યાંથી તેની ઘણી સુંદર તસવીરો સામે આવી હતી, જેણે દરેકનું દિલ જીતી લીધું હતું. દિશા અને મૌની બંને પોતાના ગ્લેમરસ અવતારને કારણે અવારનવાર હેડલાઇન્સમાં રહે છે અને અવારનવાર આવી તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે. લુકની વાત કરીએ તો, દિશા રેડ હોટ સાડી સાથે રિવીલિંગ બ્લાઉઝમાં જોવા મળી હતી, જ્યારે મૌની રોય પણ સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

વર્કફ્રન્ટની વાત કરીએ તો, દિશાની લાઇનઅપમાં ઘણી ફિલ્મો છે જેમાં ‘કલ્કી 2898- એડી’ ‘મલંગ 2’, ‘યોદ્ધા’, ‘કે ટીના’ અને ‘વેલકમ ટુ ધ જંગલ’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. જણાવી દઈએ કે દિશા ઘણો સમય ટાઈગર શ્રોફ સાથે અફેરને લઇને ચર્ચામાં રહી હતી. જો કે થોડા સમય પહેલા બંનેના બ્રેકઅપના સમાચાર આવ્યા હતા.

પરંતુ ટાઈગર શ્રોફે ક્યારેય દિશા સાથેના તેના અફેરનો ખુલ્લેઆમ સ્વીકાર કર્યો નથી અને ના તો બ્રેકઅપની કોઇ ખબર પર પ્રતિક્રિયા આપી છે. છેલ્લા ઘણા દિવસોથી દિશા અવારનવાર તેના જિમ મિત્ર એલેક્ઝાન્ડર સાથે જોવા મળે છે અને બંનેના અફેરને લઇને પણ હાલ ઘણી ચર્ચાઓ થઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina