વહુના અવૈદ્ય સંબંધનો વિરોધ કરવો સાસુને પડ્યો મોંઘો, બોયફ્રેન્ડે આપ્યુ દર્દનાક મોત…

ઊંધું ઘાલીને દીકરાની વહુ સાથે લફડું કર્યું, પણ સાસુ સાથે થઈ ગયો કાંડ, પતિની સામે જ આશિકે ગજબનો ખેલ કર્યો, જાણો આખી કહાની

બિહારના પટનામાંથી એક સનસનીખેજ મામલો સામે આવ્યો. વહુના પ્રેમસંબંધનો વિરોધ કરતા સાસુની હત્યા કરવામાં આવી. પાલીગંજના સિંગોડી પોલીસ સ્ટેશન વિસ્તારના દેવરિયા ગામમાં વહુના પ્રેમીએ તેની સાસુની હત્યા કરી નાખી. પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતકની ઓળખ દેવરિયાની રહેવાસી ગુડ્ડી દેવી તરીકે થઈ છે. પોલીસે હત્યાના આરોપી સુંદર યાદવની ધરપકડ કરી લીધી છે.

Image Source

ગુડ્ડી દેવીની વહુનું તે જ ગામના સુંદર યાદવ સાથે અફેર હતું. બંને ઘણો સમય સાથે વિતાવતા હતા. આવી સ્થિતિમાં એક દિવસ જ્યારે વહુએ તેના પ્રેમી સુંદરને ઘરે બોલાવ્યો, ત્યારે મહિલાએ જોઇ લીધુ અને ગુડ્ડી દેવીને તેમના પ્રેમ સંબંધની જાણ થઈ ગઇ. ગુડ્ડી દેવીએ આનો વિરોધ કર્યો અને પુત્રને કહેવાની ધમકી પણ આપી.

જો કે આને કારણે વહુએ પ્રેમી સાથે વાત કરવાનું બંધ કરી દીધું. સુંદરને આ વાત બિલકુલ મંજુર નથી અને આવી સ્થિતિમાં 14 નવેમ્બરના રોજ રાત્રે જ્યારે ઘરમાં બધા જમ્યા બાદ સુઈ ગયા હતા ત્યારે તે ચોરી છુપીથી ઘરમાં ઘૂસ્યો અને ગુડ્ડી દેવીના ગળાના ભાગે તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા નિપજાવી દીધી.

પોલીસે જણાવ્યું કે આરોપીએ પહેલા મહિલા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો, પછી મોંમાં ગોળી મારી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. ગુડ્ડી દેવીના પતિની સામે આરોપી સુંદરે આ ગુનો કર્યો હતો એવું કહેવામાં આવી રહ્યુ છે. પોલીસે આરોપી સુંદરની ધરપકડ કરી લીધી છે. આ ઉપરાંત હત્યામાં વપરાયેલી દેશી બનાવટની પિસ્તોલ પણ મળી આવી છે.

Shah Jina