ખબર

રાજકોટમાં પ્રેમી એ ક્યારેક ઘરે તો કયારેક હોટેલમાં જઈને વારંવાર સુખ માણ્યું પછી કહેતો આટલા લાખ રૂપિયા આપને, યુવતીએ કર્યો ધડાકો

ગુજરાતમાંથી અવાર નવાર મહિલાઓ પર અત્યાચાર અને દુષ્કર્મના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર યુવકો નાની નાની સગીરાઓને પણ પોતાની હવસનો શિકાર બનાવતા હોય છે, ત્યારે હાલમાં રાજકોટમાંથી એક દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં મહિલાએ પોતાના જ પ્રેમી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદ અનુસાર મહિલાનો પ્રેમી વારંવાર તેની પાસે અલગ અલગ બહાને પૈસા પડાવતો હતો, તેણે અત્યાર સુધી 1 લાખ કરતા પણ વધારે રૂપિયા મહિલા પાસેથી પડાવ્યા છે.

આ ઉપરાંત બીજા 30,000 રૂપિયાની માંગ કરતા મહિલાએ ઇનકાર કરતા તેને પ્રેમીએ છરી મારવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન મહિલાને ડાબા હાથે સામાન્ય ઘા પણ વાગી ગયો હતો. જે બાદ તે મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ ગયો હતો. ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર, રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલ નાથદ્વારા પાર્કમાં રહેતા યુવરાજસિંહ વિરૂદ્ધ તેની જ પ્રેમિકાએ ફરિયાદ દાખલ કરાવી છે.

પ્રતિકાત્મક તસવીર

આ ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, મહિલાની ઇચ્છા વિરૂદ્ધ બળજબરીપૂર્વક આરોપીએ અવાર નવાર દુષ્કર્મ આચર્યુ હતુ.આ બાબતે ગાંધીગ્રામ પોલિસે આઇપીસી કલમ 376(2)(એન), 323, 506(2) અને જી.પી.એક્ટ કલમ 135(1) મુજબ ગુનો નોંધ્યો છે અને ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. પીડિત મહિલાએ જણાવ્યુ કે, યુવરાજસિંહ સાથે તે પ્રેમસંબંધમાં હતી અને તે દરમિયાન છેલ્લા એકાદ મહિનામાં તેણે અવાર નવાર ઘરે અને બહાર હોટલમાં દુષ્કર્મ આચર્યુ છે અને 1 લાખ રૂપિયા ઉછીના લીધા છે.

આ ઉપરાંત જયારે તેણે વધુ 30 હજાર રૂપિયાની માંગ કરી તો તેણે ના પાડતા આરોપીએ છરી ઉગામી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો. આ દરમિયાન તેણે કહ્યુ હતુ કે, આ છરી સગી નહિ થાય એમ કહી છરી ઉગામી હતી, જેને કારણે મહિલાને ડાબા હાથમાં છરકો  થયો હતો. આ ઉપરાંત આરોપીએ પીડિતાના ભાઇને મારી નાખવાની પણ ધમકી આપી હતી.