દિલધડક સ્ટોરી નારી વિશે પ્રેરણાત્મક

બેવકૂફ ગૃહિણી…શું ગૃહિણીઓ મફ્તની રોટલી ખાય છે? એક સુંદર સ્ટોરી વાંચો – તમારા વિચારો બદલાઈ જશે

એક ગૃહિણી જે રોજની જેમ આજે પણ ભગવાનનું નામ લઈને ઉઠી હતી…

રસોડામાં આવી અને ચૂલ્હા પર ચા મૂકી. પછી બાળકોને ઊંઘ માંથી જગાવ્યા જેથી સ્કુલ માટે તૈયાર થઇ શકે. અમુક જ પલમાં તે પોતાના સાસુ-સસરાને ચા આપીને આવી અને પછી બાળકો માટે નાસ્તો તૈયાર કર્યો અને આ વચ્ચે તેણે બાળકોને યુનિફોર્મ પહેરાવ્યો.

પતિ માટે બપોરનું ટીફીન બનાવવું પણ જરૂરી હતું. એવામાં સ્કુલની રીક્ષા આવી ગઈ અને તે બાળકોને રિક્ષા સુધી મૂકી આવી. પરત આવીને હસબન્ડ માટે ટીફીન બનાવ્યું અને પછી મેજ પર પડેલા ખરાબ વાસણ એકઠા કર્યા. એવામાં પતિની અવાજ આવ્યો અને કે મારા કપડા નીકાળી દે એટલે ઓફીસ જવા માટે કપડા નીકાળી આપ્યા.

Image Source

હજી તો પતિ માટે નાસ્તો તૈયાર કરીને ટેબલ પર રાખ્યો જ હતો કે એવામાં તેની નાની નણંદ આવી અને કહ્યું કે ભાભી આજે મારે કોલેજ જલ્દી જવાનું છે, મારો પણ નાસ્તો લગાવી દો..

ત્યાં જ દેવરનો પણ અવાજ આવ્યો કે ભાભી નાસ્તો તૈયાર થઇ ગયો?

પતિ અને દેવરે નાસ્તો કર્યો અને છાપું વાંચીને પોતાના ઓફીસ માટે રવાના થયા. તેણે મેજ પરના વધારાના વાસણ સમેટી લીધા અને સાસુ સસરા માટે નાસ્તો તૈયાર કરવા લાગી. બંનેને નાસ્તો કરાવ્યા બાદ બધા જ વાસણ જમા કર્યા અને અને રસોડામાં લઈને ધોવા લાગી. આ વચ્ચે સફાઈ વાળી પણ આવી ગઈ. તેણે વાસણ કામવાળીનાં હાથમાં સોંપીને ખુદ બેડની ચાદરો સરખી કરવા લાગી અને પછી કામવાળી સાથે મળીને સફાઈ કરવાના કામમાં લાગી ગઈ. ત્યાં સુધીમાં 11 વાગી ચુક્યા હતા, હજી તો પૂરું કામ પત્યું ન હતું કે ડોરબેલ વાગી.

Image Source

દરવાજો ખોલ્યો તો સામે મોટી નણંદ અને તેના પતી અને સાથે જ બાળકો આવ્યા હતા. તેણે ખુશી ખુશી બધાનું સ્વાગત કર્યું. નણંદની ફરમાઈશનાં મુતાબે તેણે નાસ્તો તૈયાર કર્યો અને બાદ નણંદ ની પાસે બેસી રહી અને ત્યાં સાસુનો અવાજ આવ્યો કે બપોરે જમવાનો શું પ્રોગ્રામ છે. તેણે ઘડિયાળ પર નજર નાખી તો 12 વાગી ચુક્યા હતા.

તે જલ્દી જ ફ્રીજ તરફ વધી અને શાકભાજીઓ કાઢ્યા અને બપોરના જમવાની તૈયારી કરવા માંડી. જમવાનું બનાવતા બનાવતા બપોરના બે વાગી ગયા. બાળકો સ્કુલેથી આવવાના હતા, લ્યો આવી પણ ગયા.

તેણે જલ્દી જલ્દી બાળકોનો યુનિફોર્મ ઉતાર્યો અને તેને ફ્રેશ કરાવીને જમાડ્યા. આ વચ્ચે નાની નણંદ પણ કોલેજથી આવી ગઈ અને દેવર પણ આવી ચુક્યા હતા. તેણે બધા માટે ટેબલ પર જમવાનું રાખ્યું અને ખુદ રોટલી બનાવા લાગી. જમીને બધા ફ્રી થયા અને બાદમાં તેણે મેજ પરના વાસણ એકઠા કર્યા, અને વાસણ માંજવા લાગી.

Image Source

હાલ ત્રણ વાગી ગયા હતા. હવે તેને પણ ભૂખનો અહેસાસ થઇ રહ્યો હતો. તેણે જોયું તો એક પણ રોટલી બચી ન હતી. તે ફરી કિચન તરફ આગળ વધી, ત્યાં પતી આવી ગયો અને કહ્યું કે આજે બોવ જ ભૂખ લાગી છે તો જલ્દી જલ્દી જ્માવનું બનાવી આપ. તેણે પતિને જમાડ્યા. અત્યાર સુધી માં 4 વાગી ગયા હતા. તેટલામાં પતિ બોલ્યો કે આવી જા તું પણ જમી લે.

તેણે હેરાનીમાં પોતાના પતી તરફ જોયું તો તેને ખ્યાલ આવ્યો કે તેણે સવારથી કઈ ખાધું જ નથી. આ ખ્યાલની સાથે તે પતિ સાથે જમવા બેઠી. હજી તો પહેલો કોળીયો તેણે મો માં મુક્યો કે તેના આંસુ નીકળી આવ્યા. પતિએ તેના આંસુ જોયા તો પૂછ્યું કે તું શા માટે રડી રહી છે.

તે ચૂપ રહી અને વિચારવા લાગી કે કેવી રીતે કહું કે સાસરે કેટલી મહેનત કર્યા બાદ રોટીનો કોળીયો નસીબમાં લાગે છે, અને લોકો તેને મુફ્તની રોટલી કહેતા હોય છે. પતિના વારંવાર પૂછવા પર તેણે માત્ર એટલું જ કહ્યું કે કઈ નઈ એમ જ રડવું આવી ગયું. પતી હસ્યો અને કહ્યું કે તમે મહિલાઓ પણ ખુબ જ બેવકૂફ હોય છે ‘કોઈ પણ કારણ વગર જ રડવાનું શરુ કરી દેતી હોય છે’.

હવે તમે જ કહો શું ગૃહિણીઓ મુફ્તની રોટલી ખાય છે? જરૂરથી તમારા વિચારો જણાવો કોમેન્ટમાં

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks