દ્વારકામાં બોટમાં ઠાસી ઠાસીને ભરાયા યાત્રીઓ, મોરબી જેવી દુર્ઘટના બને તે પહેલા જ સફાળુ જાગ્યુ તંત્ર- જાણો

મોરબીમાં બનેલી દુર્ઘટનાથી ગુજરાત જ નહિ આખો દેશ હચમચી ગયો છે. ત્યાં હાલમાં જ મોરબી દુર્ઘટના બાદ દ્વારકાનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં ઓખા અને બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટમાં ક્ષમતા કરતા વધુ પેસેન્જર ભરેલા હતા. એવું લાગી રહ્યુ હતુ કે બોટમાં યાત્રીઓને ઠાસી ઠાસીને ભરવામાં આવ્યા હતા.આ વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ફેરી બોટમાં ક્ષમતા કરતા વધુ પેસેન્જર ભર્યા હોવાનું દેખાઈ રહ્યું છે.

નિયમોનુસારના લાઇફ જેકેટ કે અન્ય કોઈ સુરક્ષાના સાધનો પણ નહી હોવાનું સામે આવતા ચકચાર મચી ગઈ છે. ત્યારે જો આવામાં કોઇ દુર્ઘટના થાય તો જવાબદાર કોણ તે સવાલ ઉઠી રહ્યો છે. જોકે, વીડિયો સામે આવ્યા બાદ દ્વારકા જિલ્લાનું તંત્ર સફાળુ જાગ્યું હતુ અને ફેરી બોટ પર કાર્યવાહી કરીને 25 જેટલી ફેરી બોટને સાત દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવી. આ ઉપરાંત એક લાઇસન્સ અચોક્કસ મુદત સુધી રદ કરવામાં આવ્યું.

તંત્રએ લોક હિતમાં સલામતીના ભાગરૂપે નિર્ણય લીધો હતો. ગુજરાત મેરી ટાઇમ બોર્ડની આ કાર્યવાહીને લોકોએ આવાકારી હતી. ઉલ્લેખનીય છે કે, ઓખા અને બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરીને લઈ ગુજરાત મેરિટાઈમ બોર્ડ અને ઓખા મરીન પોલીસના આંખ આડાકાન કરી રહી હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. વધુ પૈસાની લાલચે ફેરી માલિકો બોટમાં ખીચોખીચ લોકોને ભરીને લોકોના જીવ સાથે ચેડાં કરતા હતા.

ત્યારે મોરબી જેવી દુર્ઘટના ન બને તે માટે આને લઇને કાર્યવાહી હાથ ધરવામાં આવી. જણાવી દઇએ કે, ગુજરાતના મોરબીમાં મચ્છુ નદી પર બનેલો 143 વર્ષ જૂનો ઝૂલતો પુલ તૂટવાને કારણે રવિવારે 30 ઓક્ટોબરે સાંજે 6.30 વાગ્યે હાહાકાર મચી ગયો હતો. જેમાં અત્યાર સુધી અનેક બાળકો સહિત 140થી વધુ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે સરકાર દ્વારા પીડિત પરિવારોને 6-6 લાખ વળતરની જાહેરાત કરવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina