હેલ્થ

વજન ઘટાડવા માટેના 8 સૌથી શ્રેષ્ઠ ઉપાયો, જે તમારા વજનને ઘટાડવામાં ખુબ જ મહત્વનો ભાગ ભજવશે !

આજકાલ વધારે વજનની સમસ્યાથી મોટાભાગના લોકો હેરાન છે. વધારે વજનના કારણે ઘણી બીમારીઓ પણ શરીરમાં આવી શકે છે. જેવી કે હૃદયરોગ, હાઈ બ્લડ પ્રેશર, કેન્સર, પાંચનતંત્ર સંબંધી બીમારીઓ અને બીજી પણ ઘણી બધી બીમારીઓ થઈ શકે છે. માણસ વજન ઘટાડવા માટે ઘણા પ્રકારના ઉપાયો કરતો હોય છે. પરંતુ તેને જોઈએ એટલી સફળતા નથી મળતી. આજે અમે તમને કેટલીક ટિપ્સ આપવાના છીએ જેનાથી તમારું વજન પણ ઝડપથી ઘટી શકશે.

Image Source

1. પ્રોટીન અવશ્ય લેવું:
પ્રોટીન ધીમું પાચન થાય છે જેના કારણે વધારે સમય સુધી પેટ ભરેલું રહે છે. આ સાથે જ તે શરીરમાં માંસપેશીઓ બનાવવા અને સુધારવાનું પણ કાર્ય કરે છે. જેના માટે તમારા ભોજનની અંદર દાળ, રાજમા, છોલે, દહીં, પનીર, ઈંડા, ચિકન પણ સામેલ કરવું. જો ભોજન દ્વારા તમને યોગ્ય પ્રોટીન નથી મળી રહ્યું તો ડોક્ટરની સલાહ લઈને પણ પ્રોટીન સપ્લીમેન્ટ શરૂ કરી શકો છો.

Image Source

2. ગળ્યું ખાવાનું ટાળો:
મોટાભાગના લોકોને જમ્યા બાદ ગળ્યું ખાવાની આદત હોય છે. કોઈ પણ ગળી વસ્તુ ખાવાથી શરીરમાં ચરબી વધે છે. માટે જેમ બને તેમ ગળ્યું ખાવાનું ઓછું રાખો. તમને જો ગળ્યું ખાવાનું વધારે મન થતું હોય તો પણ તમારી જાત ઉપર કાબુ કરીને માત્ર ટેસ્ટ પૂરતું જ ચાખવાનો આગ્રહ રાખો.

Image Source

3. ધીમે ધીમે ખાશો તો ઘટશે વજન:
મોટાભાગના લોકોને ઝડપથી ખાવાની આદત હોય છે. ઝડપથી ખાવાના કારણે વજન વધવાની અને મોટાપો આવવાની શક્યતા વધારે રહેલી છે. ધીમે ધીમે ખાવાના કારણે કૈલોરીની સેવન કરી શકો છો અને વજન ઘટાડનાર હોર્મોન્સનું પણ ઉત્પાદન વધારી શકો છો.

Image Source

4. જમવામાં ફાયબરની માત્ર વધારો:
ફાયબર યુક્ત ખોરાક ખાવાના કારણે તમને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. ફાયબર પાણીમાં સરળતાથી ઓગાળી જાય છે. સાથે જ તેને પચાવવા માટે વધારે ઉર્જાની પણ જરૂર પડે છે. જેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. વધુ ફાયબર માટે ભોજનની અંદર સલાડ, અળસીના બીજ અને પાના વાળા શાકભાજીનો ઉપયોગ કરો.

Image Source

5. વધારે ફળ અને લીલા શાકભાજી ખાવાથી ઘટે છે વજન:
ફળ અને લીલા શાકભાજી ખાવાથી વજનમાં ઘટાડો થાય છે.  તેમાં પાણી, પોષક તત્વો અને ફાયબર ઉપરાંત તેમાં ખુબ જ ઓછા પ્રમાણમાં એનર્જી ડેન્સિટી હોય છે જેનાથી વધારે કૈલોરીનું સેવન કર્યા વગર વધારે પ્રમાણમાં ખાઈ શકાય છે. ઘણા અભ્યાસમાં એ સામે આવ્યું છે કે જે લોકો લીલા શાકભાજી અને ફળો પોતાના આહારમાં સામેલ કરે છે તેમનું વજન ઝડપથી ઘટે છે.

Image Source

6. જમવાની સાથે ખરાબ આદતો છોડો:
જમવા સમયની કેટલીક ખરાબ આદતો પણ વજન વધારાનું કારણ બને છે. જમતી વખતે જ્યુસ અથવા કોલ્ડ્રીંક ના પીવું, જમ્યા બાદ પણ ગળ્યું ના ખાવું તેમજ રાત્રે મોડા પણ ભોજન ના લેવું જોઈએ.

Image Source

7. વ્યાયામ અને યોગ કરવાથી ઘટે છે વજન:
વજન ઘટાડવા માટે નિયમિત વ્યાયામ અને યોગ કરવાની આદત પાડવી જોઈએ. જેનાથી તમે ખુબ જ સરળતાથી વજન ઘટાડી શકો છો. આ ઉપરાંત વિવિધ રમતો પણ નિયમિત રમવાનું રાખવું જોઈએ. જેથી પણ વજન ઘટી શકે છે.

Image Source

8. પૂરતી ઊંઘ લેવી:
આજે માણસ સોશિયલ મીડિયા અને પોતાના કામમાં એટલો ઊંડો ઉતરી ગયો છે કે રાત્રે મોડા સુધી જાગતો રહે છે. પરંતુ વજન વધારાની સમસ્યા અપૂરતી ઊંઘથી પણ સર્જાઈ શકે છે. માટે નિયમિત ઊંઘ લેવી. માણસને ઓછામાં ઓછા 7થી 8 કલાકની ઊંઘ જરૂરી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.