આ સસ્તી SUVના દીવાના થયા લોકો, અત્યાર સુધી વેચાઈ ચુક્યા છે 3 લાખ કરતા વધુ યુનિટ્સ

ખુશખબરી: અત્યારે લોકો આ સસ્તી SUVના લોકો દીવાના થયા છે, અધધધ લાખ થી પણ વધુ યુનિટ્સ વેચાયા

હ્યુન્ડાઇની પોપ્યુલર સબ કોમ્પેક્ટ SUV વેન્યુએ મોટી ઉપલબ્ધી હાસિલ કરી છે. કંપનીએ ગુરુવારે જાણકારી આપી હતી કે 2019માં લોન્ચ થયા બાદથી અત્યાર સુધી વેન્યુના 3 લાખ કરતા વધુ યુનિટ્સ વેચી ચુક્યા છે. હ્યુન્ડાઇ માટે આ કિંમત પર વેન્યુ સબ કોમ્પેક્ટ SUVનું શાનદાર પ્રદર્શન રહ્યું છે.

જ્યારથી કંપનીએ હ્યુન્ડાઇ વેન્યુની પહેલી ઝલક દેખાડી હતી ત્યારે જ લોકો આ ગાડીના દીવાના થઇ ગયા હતા. ફક્ત 24 કલાકમાં ગાડીને 2000 કરતા વધુ લોકોએ બુક કરાવી દીધી હતી. એ પણ ત્યારે જયારે કંપનીએ આ ગાડીની કિંમતનો ખુલાસો પણ નતો કર્યો. આ ગાડીને કંપની ઇન્ડિયાની પહેલી કનેક્ટેડ SUV કહી રહ્યા છે.

ગાડી લોન્ચના સમયે વેન્યુને ચાર વેરિઅન્ટ E,S,SX અને SX(O) અને 13 મોડલમાં લોન્ચ કરવામાં આવી હતી. આ SUV 6 સ્પીડ મેન્યુઅલ ગેયરબોક્સ અને 7 સ્પીડ ડબલ ક્લચ ટ્રાન્સમિશન વિકલ્પ સાથે આવે છે. ત્યારબાદ તેમાં સેમી ઓટોમેટિક ટ્રાન્સમિશનનો ઓપશન પણ જોડવામાં આવ્યો છે.

આ ગાડીમાં બ્લુ લિંક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બ્લુ લિંક ટેક્નોલોજી સિવાય આ ગાડીમાં લાઈવ કાર ટ્રેકિંગ, મેન્ટેન્સ એલર્ટ, ઓટો ક્રેશ નોટિફિકેશન, રોડસાઈડ આસિસ્ટન્ટ, રિમોટ ક્લાઈમેટ કંટ્રોલ અને સ્પીડ એલર્ટ જેવા 21 કમાલના હાઈટેક ફીચર્સ જોવા મળે છે.

હ્યુન્ડાઇ વેન્યુના 1 લીટર ટર્બો SX+(DTC) વેરિઅન્ટની કિંમત લગભગ 10.65 લાખ રૂપિયા કહેવામાં આવી રહી છે. તેમાં સિક્યોરિટી એલાર્મ, વાયરલેસ ચાર્જિંગ, ESC, પુશ બટન સ્ટાર્ટ, એર પ્યુરિફાયર, સુપરવિઝન ક્લસ્ટર જેવા ફીચર્સ આપવામાં આવેલા છે. આ સિવાય SX(O)ના ટર્બો તેમજ ડીઝલ બંને એન્જીનની કિંમત લગભગ 10.09 લાખ રૂપિયા અને ડીઝલ એન્જીનની કિંમત 10.42 લાખ રૂપિયા છે. બંને હ્યુન્ડાઇ વેન્યુના ટોપ મોડલના વેરિઅન્ટ છે.

ટોપ વેરિઅન્ટમાં અન્ય ફીચર્સની સાથે સાઈડમાં તેમજ કર્ટેન એરબેગ્સ (કુલ 6), બ્રેક આસિસ્ટ, ક્રોમ ડોર હેન્ડલ્સ, 60:40 રિયર સ્પ્લિટ સીટ જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. વેન્યુની અંદર 8 ઇંચ ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમથી લેસ છે તેમાં એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો, રિયર એસી વેંટ, એર પ્યોરિફિકેશન સિસ્ટમ, સનરૂફ જેવા ફીચર્સ મળે છે.

Patel Meet