સ્વીફ્ટ, Wagon R, Altoને પાછળ છોડી દીધી આ કારે, શરૂ થાય છે 6.5 લાખની કિંમતથી

ખુશખબરી: Swift, Wagon R, Alto…બધાને ભૂલી ગયા લોકો ! હવે આ 6.56 લાખની કારને લેવા તૂટી પડ્યા લોકો

ભારતીય કાર બજાર પર મારુતિ સુઝુકીનો દબદબો કાયમ છે. ફેબ્રુઆરી 2023ના મહિનામાં સૌથી વધારે વેચાણ ટોપ-4 કારો મારુતિ સુઝુકીનું છે. આ બધી હેચબેક કારો છે. આ વાંચી તમને લાગી રહ્યુ હશે કે ફેબ્રુઆરીમાં પણ મારુતિ અલ્ટો કે વેગન આરનું સૌથી વધારે વેચાણ રહ્યુ હશે કારણ કે પહેલા ઘણા અલગ અલગ મહિનામાં આવું થઇ ચૂક્યુ છે. પરંતુ ફેબ્રુઆરીમાં આવું નથી થયુ. ફેબ્રુઆરી 2023ના મહિનામાં મારુતિ સુઝુકી બલેનોનું સૌથી વધારે વેચાણ થયુ છે. જેણે અલ્ટો, વેગન આર અને સ્વિફ્ટને પણ પાછળ છોડી દીધા છે.

Maruti Baleno: મારુતિ સુઝુકી બલેનોએ ફેબ્રુઆરી 2023માં 18,592 યુનિટ્સનું વેચાણ કર્યું હતું, જે ફેબ્રુઆરી 2022માં વેચાયેલા 12,570 યુનિટ્સ કરતાં 47.91 ટકા વધુ છે. મારુતિ બલેનોની કિંમતની રેન્જ રૂ. 6.56 લાખથી રૂ. 9.83 લાખ (એક્સ-શોરૂમ) વચ્ચે છે. તે પેટ્રોલ એન્જિન તેમજ CNG કિટ વિકલ્પ સાથે ઉપલબ્ધ છે.

Maruti Swift: ફેબ્રુઆરી 2023માં મારુતિ સ્વિફ્ટ બીજા નંબર પર રહી છે. જોકે, તેના વેચાણમાં ઘટાડો જોવા મળ્યો છે. તેણે ફેબ્રુઆરી 2023માં 18,412 યુનિટ્સનું વેચાણ કર્યું છે, જે ફેબ્રુઆરી 2022માં વેચાયેલા 19,202 યુનિટ કરતાં 4.11% ઓછું છે.

Maruti Alto: ફેબ્રુઆરી 2023માં મારુતિ સુઝુકી અલ્ટો ત્રીજા નંબરે રહી, તેના 18,114 યુનિટ્સ વેચાયા, જ્યારે ફેબ્રુઆરી 2022માં 11,551 યુનિટ્સ વેચાયા હતા. તેના વેચાણમાં 56.82 ટકાનો વધારો થયો છે.

Maruti Wagon R: મારુતિ વેગન આર ફેબ્રુઆરી 2023માં 16,889 એકમોના વેચાણ સાથે ચોથા નંબરે રહી, જ્યારે ફેબ્રુઆરી 2022માં 14,669 એકમોનું વેચાણ થયું હતું. વાર્ષિક ધોરણે તેનું વેચાણ 15.13% વધ્યું છે.

Shah Jina