શનિના ભયંકરમાં ભયંકર પ્રકોપથી બચાવશે આ અચૂક ઉપાય, દરેક કામમાં મળશે સફળતા

શનિના રાશિ પરિવર્તનથી અનેક ઉથલપાથલ જોવા મળે છે. એતો આપણે જાણીએ જ છીએ કે જેના પર શનિ મહેરબાન થાય છે તે રંકમાંથી રાજા બની જાય છે અને જેના પર શનિની વાકી દ્રષ્ટી પડે છે તેની જિંદગીમાં અનેક સમસ્યાઓ આવી પડે છે.

શનિ અઢી વર્ષ બાદ રાશિ બદલીને કુંભમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. તેનાથી કેટલીક રાશિ પર શનિની સાડા સાતી,ઢૈયા શરૂ થશે તો કેટલાકને તેનાથી મુક્તિ મળશે. સાડા સાતીમાં સાડા 7 વર્ષ અને ઢૈયામાં અઢી વર્ષ સુધી જાતકોએ શનિનો પ્રકોપ સહન કરવો પડે છે. કેમ કે શનિ કર્મના પ્રમાણે ફળ આપે છે તેથી શનિના પ્રકોપથી બચવા માટે કેટલાક ઉપાયો કરવા જોઈએ અને સારા કર્મો કરવા જોઈએ. આજે અમે તમને કેટલાક એવા ઉપાયો વિશે જણાવીશું જેના દ્વારા તમે શનિના પ્રકોપથી બચી શકો છો.

શનિ દોષથી બચવાના ઉપાયો : શનિ દોષથી બચવા માટે શનિવારને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. બની શકે તો આ જ દિવસે ઉપાયો કરો, જેથી વધુમાં વધુ લાભ થાય.

  • શનિના પ્રકોપથી બચવાનો સૌથી સહેલો રસ્તો એ છે કે, હનુમાનજીના ચરણમાં ચાલ્યા જાવ. કેમ કે બજરંગ બલી તમામ સંકટોથી બચાવે છે. આ માટે તમારે રોજ હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ. ખાસ કરીને મંગળવાર અને શનિવારના રોજ હનુમાન મંદિરમાં જઈને પ્રસાદ અર્પણ કરો. સાથે સુંદરકાંડના પાઠ કરો.

  • શનિના પ્રકોપથી બચવા માટે ભગવાન શંકરની પણ પૂજા કરવી જોઈએ. તેના માટે નિયમાનુસાર શિવ સહસ્ત્રનામ અથવા શિવના પંચાક્ષરી મંત્રનો જાપ કરો. તેનાથી જીવનની દરેક સમસ્યાઓ દૂર થશે.

  • શનિ કર્મો પ્રમાણે ફળ આપે છે તેથી એવા કામો કરવા જોઈએ જે શનિ દેવને પસંદ હોય. માતા પિતાનું સન્માન કરો. તેમની સેવા કરો. મહિલાઓનું સન્માન કરો. ગરીબ લોકોની મદદ કરો.

  • શનિ સંબંધી દાન કર્યા ઉપરાંત જો ઘરમાં શમીનો છોડ વાવવામાં આવે તો તેનાથી તમારા પર શનિની વિશેષ કૃપા હંમેશા બની રહે છે. જો તમે કોઈ કારણસર શમીનો છોડ નથી લગાવી શકતા તો કાળા કાપડમાં શમીના ઝાડની ઓછામાં ઓછી ત્રણ ઈંચ લાંબું મૂળ બાંધીને તમારી જમણી બાજુ પહેરો. તેનાથી શનિ દેવ પ્રસન્ન થશે અને તમારા દરેક કાર્યો સફળ થશે.

  • પીપળાના ઝાડને શાકર અથવા ગોળ મિક્સ કરેલું પાણી અર્પણ કરો. ત્યાર બાદ તેલનો દીવો કરો. આ કામ દરેક શનિવારે કરવાથી ખુબ લાભ થાય છે.
YC