આપણા દેશની એ નાદાન, માસુમ જગ્યાઓ જ્યાં મમ્મી પપ્પાને સાચું બોલીને ન જઈ શકો
લોકો ભાગ-દોડ ભરેલા જીવનમાં અમુક શાંતિની પળો વિતાવવા માંગતા હોય છે, માટે તેઓ વેકેશન પર એવી જગ્યાઓ પર જાય છે જ્યા શાંતિ સુકુન અને પ્રકૃતિનો આંનદ મળે.લોકો એવી જગ્યાઓ પર પણ જાય છે જ્યા ભલે લોકોની ભીડ હોય પણ ચારેબાજુનો માહોલ એકદમ ગજબનો હોય.એવામાં અમે તમારા માટે એવી જગ્યાઓ લઈને આવ્યા છીએ જ્યાં તમે ચોક્કસ જાવાનું પસંદ કરશો. પણ જો મમ્મી-પપ્પાને પૂછશો તો ચોક્કસ એકલા જવાની ના પાડશે.
View this post on Instagram
1. ગોવા:
માતા પિતાના મનમાં ગોવા માટે એવી ધારણા છે કે અહીં લોકો માત્ર પાર્ટી કરવા માટે જ આવે છે, પણ લોકો અહીં ગોવાના દરિયા કિનારાનો આનંદ અને વેકેશન માણવા માટે પણ આવતા હોય છે. ગોવા અનેક બીચથી ભરપૂર છે.ગોવામાં લોકો ફૂડ અને શોપિંગની પણ ખુબ મજા માણે છે.
View this post on Instagram
2.ગોકર્ણ:
ભીડ ભાડથી દૂર સુંદર દરિયા કિનારાનો આનંદ માણવો હોય તો ગોવા નહિ પણ ગોકર્ણ તમારા માટે બેસ્ટ વિકલ્પ છે. ગોકર્ણ અહીંના મંદિરોને લીધે પણ જાણવામાં આવે છે પણ અહીં અમુક સિક્રેટ્સ બીચ પણ છે જેને લીધે તમને સહેલાઈથી અહીં જવાની પરવાનગી નહિ મળે.
View this post on Instagram
3. છત્તીસગઢ:
છત્તીસગઢ પોતાની પ્રાકૃતિક સુંદરતા માટે જાણવામાં આવે છે.અહીંના વોટરફોલ મસ્તી કરવા માટે ખુબ સારી જગ્યા છે.છત્તીસગઢમાં તમે પ્રકૃતિના ખોળે આવ્યા હોય તેવો અનુભવ કરશો.
View this post on Instagram
4. લદ્દાખ બાઈક ટ્રીપ:
લદ્દાખની સફર જેટલી સુંદર છે તેટલી જ રોમાંચિત પણ છે. લદ્દાખના પહાડો વચ્ચે બાઈક ટ્રીપ કરવી કોઈ સપનાથી કમ નથી.એડવેન્ચર યુવાનો માટે આ એકદમ બેસ્ટ જગ્યા છે.અહીંની સુંદરતા જાણે કે સ્વર્ગનો આભાસ કરાવશે.ઠંડા પહાડો વચ્ચે મેગી ખાવાની મજા માણવી તો બને જ છે.
5. કસોલ:
હિમાચલ પ્રદેશમાં પહાડોની વચ્ચે આવેલું કસોલ ખુબ જ સુંદર જગ્યા છે. અહીં તમને ખુબ ઇઝરાયલી કૈફે અને હોટેલ્સ જોવા મળશે. મોટાભાગના લોકોની ઈચ્છા હોય છે કે તેઓ જીવનમાં એકવાર કસોલ ચોક્કસ જાય. પ્રકૃતિના ખોળે વલું કસોલ એકદમ રમણીય અને સુંદર છે. જો કે કસોલ મારિજુઆના માટે પણ ફેમસ છે માટે તમે અહીં આવવા માટે મમ્મી-પપ્પાને સાચું ન કહી શકો.
6. કાશ્મીર:
ધરતી પરનું સ્વર્ગ એટલે કાશ્મીર.બર્ફીલા પહાડોથી ઘરેયેલું કાશ્મીર ખુબ જ સુંદર અને રમણીય છે. કાશ્મીર જેટલું સુંદર છે એટલું જ ખતરાથી પણ ભરેલું છે. અહીં રસ્તા પર પણ બંદૂક લઈને ઉભેલી સેનાઓ જોવા મળશે. એવામાં માતા-પિતા સહેલાઈથી પોતાના બાળકોને કાશ્મીર જવા માટેની પરવાનગી નથી આપતા.
View this post on Instagram
7. અંડમાન:
અંડમાન નિકોબાર પોતાના સુંદર અને શાંત સમુદ્રને લીધે જાણવામાં આવે છે. જેમાં હૈવલોક બીચ જન્નતથી કમ નથી.અંડમાન ગયેલા લોકોની ટ્રીપ સ્કૂબા ડાઇવિંગ વગર અધૂરી માનવામાં આવે છે. અહીંના શાંત બીચ જોઈને તમારું મન પણ ખુશ થઈ જશે. પણ જો તમે ઘરે એવું કહેશો કે તમે સમુદ્રમાં ડૂબકી લગાવવા જઈ રહ્યા છો તો તમારી આ ટ્રીપ ક્યારેય સફળ નહિ થાય, માટે સ્કૂબા ડાઇવિંગ વિશે ન જણાવો.