જીવનશૈલી હેલ્થ

ઉનાળાની ગરમીમાં સ્વાસ્થ્ય માટે વધુ સારું શું છે? કૂલર કે AC? જાણો આ બંને વિશે

ઉનાળો શરુ થતા જ બળબળતો તડકો પડવા લાગે છે અને આ તાપ અસહ્ય થઇ જાય છે. એટલે જ આપણે લોકો ઠંડક માટે કૂલર કે એસીનો સહારો લઈએ છીએ. બપોરની બે કલાકની ઊંઘ હોય કે રાતની સુકૂનભરી ઊંઘ, આપણને શાંતિથી ઊંઘવા માટે આ ઉપકરણોની ઠંડકનો સહારો લઈએ છીએ, જેથી વધુ સારી ઊંઘ આવી શકે. પણ સવાલ એ છે કે આપણા સ્વાસ્થ્ય માટે શું શ્રેષ્ઠ છે? એસી કે કૂલર? જોવા જઈએ તો એસી વધુ સારું છે, કારણ કે ઠંડકની સાથે સાથે ખાવાનું પણ તાજું રહે છે. પણ જો ઇલેક્ટ્રીસીટીના બિલની વાત કરીએ તો કૂલર વધુ સારો વિકલ્પ છે. તો ચાલો જાણીએ કયું ઉપકરણ વધુ શ્રેષ્ઠ છે.

કૂલરથી મેલેરિયા થવાનો ડર: કૂલરના પાણીને જો સમયસર બદલવામાં ન આવે તો ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાના મચ્છર થાય છે, જે આપણા માટે હાનિકારક હોઈ શકે છે. જ્યારે એસીમાં મચ્છર થવાની સંભાવના નથી હોતી. જોકે એસીમાં સતત રહેવું એ પણ સ્વાસ્થ્ય માટે નુકશાનકારક હોય છે. જો તમે સતત એસીમાં રહેતા હોવ તો તમને એસીની આદત પડી જાય છે. જેની અસર તમારી ઇમ્યુનીટી પર પડે છે. કારણ કે એસીમાં બેસવાથી શરીરમાંથી જે પરસેવો નીકળવો જોઈએ એ એકસાથે વગર એસીએ વધુ નીકળે છે, જેનાથી તમે ગરમીમાં ચીડચીડું અનુભવો છો.

શ્વાસ સંબંધિત સમસ્યાઓનો ખતરો: એસીમાં વધુ સમય વિતાવનાર લોકોને શ્વાસ સંબંધિત સમસ્યાઓ થવા લાગે છે. એવું એટલા માટે થાય છે કે લોકો એસી લઇ તો લે છે, પરંતુ એની સંભાળ સારી રીતે નથી કરતા, જેને કારણે તેની જાળીમાં ધૂળ જમા થઇ જાય છે. જેનાથી શ્વાસ સંબંધિત સમસ્યાઓ થઇ જાય છે. એવું એટલા માટે થાય છે કે જયારે આપણે એસી ચલાવીએ છીએ ત્યારે બધા બારી બારણા બંધ કરી લઈએ છીએ, જેનાથી બહારની હવા અંદર નથી આવી શકતી. જેટલી હવા રૂમની અંદર હોય છે, એ એસીની જાળી સાફ ન હોવાને કારણે એ હવાને પ્રદુષિત કરી દે છે. આનાથી શ્વાસ સંબંધિત સમસ્યાઓ આવે છે. આ એ લોકો માટે ખાતરનાક બની શકે છે, જે લોકોને અસ્થમા છે.

સાયનસ અને માથાનો દુઃખાવો: એ લોકો જે 4 કલાકથી વધુ સમાય એસીએ બેસી રહે છે, તેને સાયનસ થવાનો ખતરો રહે છે. સતત એસીમાં રહેવાને કારણે શરીરમાં લોહીનું પરિભ્રમણ ગડબડ થઇ જાય છે, જેને લીધે સ્નાયુમાં ખેંચાણ આવે છે અને માથું દુખે છે.

વજન વધારે છે એસી : કેટલાક એવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે કે જેમાં માનવામાં આવ્યું છે કે જ લોકો એસીમાં વધુ બેસે છે તેમનું વજન વધી જાય છે. એસીમાં રહેનારા લકોનું વજન એટલા માટે વધે છે કે જયારે તમે એસીમાં હો છો તો તમારું મેટાબોલિઝમ ઓછું હોય છે. એવું એટલા માટે કે આપણે દિવસ આખો એસીમાં બેસીને કામ કરીએ છીએ, જેનાથી પરસેવો નીકળી ન શકવાને કારણે શરીરની ચરબી ઓગાળી નથી. એનાથી લોકોમાં વજન વધવાની ફરિયાદ આવે છે. ત્યારે કૂલરમાં રહેનારા લોકોમાં આ પ્રકારની કોઈ પણ પરેશાની નથી થતી.

ત્વચા થાય છે ડ્રાય: કૂલર ભેજને ઓછું કરવાને બદલે વધારે છે, એટલે ઓકો એસીનો વધુ ઉપયોગ કરે છે. પણ એસીમાં વધુ રહેવાથી ત્વચા સૂકી પડી જાય છે. સારું એ જ છે કે એસી અને કૂલરનો ઉપયોગ સમજી વિચારીને કરવો જોઈએ. એસી 20-22 ડિગ્રી પર ચાલે છે, તો ભેજથી બચી શકાય છે, પરંતુ વધારે પડતા એસીમાં રહેવાથી શરીર સુકાઈ જાય છે. એવામાં આપણે વધુમાં વધુ પાણી પીવું જોઈએ જેથી શરીરમાં પાણીની કમી ન થાય.

તાજી હવા નથી મળી શકતી: જયારે પણ તમે એસીમાં રહો છો ત્યારે તમને તાજી હવા નથી મળી શકતી ફ્રીન ગેસ તમારા રૂમના વાતાવરણમાંથી ગરમીને શોષીને રૂમને ઠંડો કરી દે છે. જયારે તમે શ્વાસ લો છો ત્યારે ઠંડી હવા નહિ પણ ઠંડક ભરેલા વાતાવરણનો અહેસાસ થાય છે. ગરમ હવા અને વાતાવરણ પણ સ્વાસ્થ્ય માટે જરૂરી હોય છે. હકીકતે શરીરનું તાપમાન જાળવી રાખવા માટે આપણે ઠંડી હવાથી સાથે સાથે ગરમ હવાની પણ જરૂર હોય છે. ફેફસાની સ્વસ્થ રાખવા માટે હલકી ગરમી પણ જરૂરી છે જે એસીમાં સંભવ નથી.