સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે, જ્યાં રોજ કંઈક ને કંઈક વાઈરલ થાય છે. આ દિવસોમાં બોલિવૂડ સેલેબ્સની જૂની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી સામે આવી રહી છે, જેને ઓળખવાનો પડકાર આપવામાં આવી રહ્યો છે. આ ક્રમમાં વધુ એક ફોટો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિ દાઢી અને મૂછમાં જોવા મળી રહ્યો છે. આ વ્યક્તિ ટીવીનું સૌથી મોટું નામ છે, જેણે કોમેડીમાં માસ્ટરી મેળવી છે. શું તમે તેમને ઓળખી શકો છો? જો તમે તેને ઓળખતા ન હોવ તો ચાલો તમને તેમનું નામ જણાવીએ.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે, બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોમાં દાઢી અને મૂછ સાથે દેખાઈ રહેલ આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ જેઠાલાલ એટલે કે દિલીપ જોશી છે. હા, આ ફોટો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલની ભૂમિકા ભજવનાર અભિનેતા દિલીપ જોશીનો છે. આ તેના કોલેજના દિવસોની તસવીર છે. તમને જણાવી દઈએ કે, દિલીપ જોશીએ પોતે આ તસવીર પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. તેણે પોતાની 2 બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરો શેર કરી છે. જ્યારે પહેલો ક્લોઝ-અપ ફોટો છે, જ્યારે બીજા ફોટોમાં તે ટોપી સાથે ઉભા જોવા મળે છે. તેના ફેન્સ પણ તેની આ પોસ્ટને ખૂબ પસંદ કરી રહ્યા છે.
આને શેર કરતા દિલીપ જોશીએ કેપ્શનમાં જણાવ્યું છે કે આ 1983ની તસવીર છે. તેઓ લખે છે, જુહુના પ્રખ્યાત પૃથ્વી થિયેટરના ગ્રીન રૂમમાં. અમારું નાટક ‘ખેલૈયા’ લાઇવ થાય તે પહેલાં. સમગ્ર કાસ્ટ અને ક્રૂ, ખાસ કરીને ચંદુભાઈ, પરેશ ભાઈ અને એકમાત્ર મહેન્દ્ર જોશી સાથે તે સમયની ઘણી બધી યાદો!. દિલીપ જોશીની આ પોસ્ટ પર લોકો પ્રેમ વરસાવી રહ્યા છે.
#jethalal of #tarakmehtakaultachashma with family as he buys new car this Diwali pic.twitter.com/eXu9qjoBAg
— Viral Bhayani (@viralbhayani77) November 6, 2021
તાજેતરમાં ઝેઠાલાલ એટલે કે દિલીપ જોશીએ બ્લેક કલરની Kia Sonet subcompact SUV કાર ખરીદી છે. જેની તસવીરો હાલમાં વાઈરલ થઈ રહી છે. આ કારની કિંમત આશરે 12.29 લાખ રૂપિયા છે. દિલિપ જોષીએ દિવાળીના સ્પેશિયલ પ્રસંગે નવી ચમકતી કારને પોતાના ઉત્સાહનો ભાગ બનાવ્યો છે. જો આપણે Kia સોનેટ કારની વાત કરીએ તો આ કાર પોતાના સેગમેન્ટની સૌથી વધુ પસંદ થનારી કારમાંથી એક છે. નોંધનિય છે કે, આ કારનું મૉડલ પોતાની સ્પોર્ટી ડિઝાઈન સહિત ઘણાં શાનદાર ફીચર્સ માટે પણ ઓળખાય છે.