રસોઈ

દહીપૂરી, ચટણી પૂરી, રગડા પેટીસમાં ઉપયોગી બેસન સેવ બનાવો સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જોઈને…

બેસનમાં મીંઠું અને મારી પાઉડરને મિક્સ કરી લોટની કણક તૈયાર કરવામાં આવે છે. અને તૈયાર થાય છે બેસન સેવ. મોટેભાગે આ દિવાળી અને બીજા ત્યોહારમાં ઘરે ઘરે બનાવવામાં આવે છે. જે અલગ અલગ પ્રકારના ચેવડા બનાવવામાં હોય ત્યારે એનો ઉપયોગ થાય છે.આને બનાવવા માટે સેવ બનાવવાના સંચાની મદદથી બનાવવામાં આવે છે. જે બજારમાં એકદમ આસાનીથી મળી જશે. અથવા મોટાભાગના ઘરોમાં પણ હોય જ છે.

સેવાના ઘણા પ્રકાર છે. તમે માર્કેટમાં જોશો કે ઘણા પ્રકારની સેવ જોવા મળે છે. જેવી કે, ટામેટાં સેવ, આલુ સેવ, ભુજીયા સેવ, પાલક સેવ, ફૂદીના સેવ વગેરે… સેવનો જ એક પ્રકાર છે જેને આપણે સૌ ગાંઠિયા તરીકે ઓળખીએ છીએ.

સામગ્રી :

  • 1 કપ, બેસન ( ચણાનો લોટ),
  • ¼ ટીસ્પૂન, મરી પાઉડર,
  • મીંઠું સ્વાદઅનુસાર ,
  • 1,4 ટીસ્પૂન, હળદર,
  • 1 ટેબલસ્પૂન, ગરમ તેલ,
  • ¼ + 1 કપ પાણી ,
  • તળવા માટે તેલ.

તો ચાલો સેવ કેમ બનાવવી એની સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જોઈએ :

એક બાઉલમાં બેસન. મારી પાઉડર, હળદર અને મીંઠું સ્વાદાનુસાર લઈને બધુ મિક્સ કરો.એમાં થોડું ગરમ તેલ ઉમેરો ને હલાવી નાખો. તમે ચમચા કે હાથથી હલાવી શકો છો.હવે એમાં થોડું પાણી એડ કરીને નહી કઠણ કે નહી ઢીલો એવો સોફ્ટ લોટ બાંધો. હવે તૈયાર કરેલ લોટને તેલ વાળા હાથથી ગૂંદી લો.ફોટામાં બતાવ્યુ છે એ જાળી સેવ બનાવવા માટે લેવાની છે આ પ્રોસેસ ચાલતી હોય ત્યારે જ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો.હવે સંચામાં લોટ ભરો હવે સેવ બનાવવાના સંચાને તેલ વાળો કરીને એમાં ચમચીની મદદથી અથવા હાથથી લોટ ભરો. પછી સંચના હેંડલને ગોળ ગોળ ફેરવી સેવ પાડતાં જવાનું છે. ફોટામાં જોઈ શકો છો કે ગોળ ઘુમાવવાથી સેવ જાળીની બહાર નીકળી રહી છે.ગરમ થયેલ તેલમાં ફોટામાં બતાવ્યા પ્રમાણે સેવ પાડવાની છે. અને હળવી આંચે તળવાની છે.જેવી સેવ આછી ગુલાબી તળાય જાઉં એટ્લે એને ઝારીની મમદદથી ફેરવી નાખો.તો સેવ તળાઈ ગઈ છે. એને બહાર એક પ્લેટમાં ટીશ્યુ પેપર પર કાઢી લો. જેનાથી તેલ બધુ શોષાઈ જશે.સેવ ઠંડી થાય કે તરત જ એનો ભુક્કો કરીને એક બાઉલમાં સર્વ કરો. તો તૈયાર છે તમારી ગરમા ગરમ સેવ. આ સેવને ભેળ, દહીપૂરી, ચટણી પૂરી , રગડા પેટીસ , આલુ ટિક્કી બધામાં ઉપયોગ થઈ શકે છે.

Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ