રસોઈ

ચણા ના લોટ ના (બેસન) ના લાડુ બનાવા ની મજેદાર રેસીપી જાણી લો, સ્વાદ દાઢે વળગી જાશે….

બેસન ના લાડુ એ એક લોકપ્રીય ઉત્તર ભારતીય મીઠાઈ છે. જે ધરે બનાવવી ખુબ આસાન છે. પરંતુ આ ચણા ના લોટ ના લાડુ ને લગભગ પુરા ભારત મા ખવાય છે. આ મીઠાઈ ખાસ રીતે દીવાળી અને અન્ય ત્યોહાર ઉપર બનાવા મા આવે છે. આ લાડુ બનાવવા માટે મુખ્ય સામગ્રી ચણા નો લોટ (બેસન), ધી અને ખાંડ છે. આના સીવાય આમા એલચી, કેસર અને બદામ સારા સ્વાદ માટે નાખવા મા આવે છે. આમા મોટે મોટે બેસન ને કરકરો બેસન વાપરવા મા આવે છે. પણ જો તમને મોટો બેસન ન મળે તો તેમા થોડો સુજી ને પણ મીક્સ કરી શકો છો. આવો આજે આપણે આ આસાન રેસીપી ની મદદ થી ધરે આ લાડુ બનાવતા શીખશુ.
ચણા નો લોટ ના (બેસન) ના લાડુ બનાવા માટે ની પુર્વ તૈયારી નો સમય : ૫ મીનીટ
બેસન ના લાડુ ચડવા નો સમય : ૩૫ થી ૪૦ મીનીટ
કેટલા લોકો માટે : ૮ લાડુ

ચણા નો લોટ ના (બેસન) ના લાડુ બનાવા માટે ની સામગ્રી:

  • ૧ કપ – બેસન કે ચણા નો લોટ
  • ૧/૪ કપ – ધી
  • ૧/૨ કપ – દળેલી ખાંડ
  • ૫ થી ૭ – કેસર ના તાર (વીકલ્પીક)
  • અડધી ચમચી – એલચી પાઉડર (વીકલ્પીક)
  • અડધી ચમચી – જાયફળ પાઉડર (વીકલ્પીક)
  • ૧ ચમચી – સુધારેલી બદામ
  • ૧ ચમચી – સુધારેલા પીસ્તા સજાવા માટે
  • ૨ ચમચી – જીણા સુધારેલા કાજુ

ચણા નો લોટ ના (બેસન) ના લાડુ બનાવા માટે ની વીધી:

૧) એક પરાત કે થાળી મા ચણા ના લોટ ને ચારણી થી ચાળી લ્યો. અને તેને એક સાઈડ મા રાખી લ્યો. ચણા નો લોટ ને ચાળવા થી તેમા કોઈ ગાઠ હશે તો તે દુર થઈ જાશે અને લોટ એક સરખો થઈ જાશે.

૨) એક ભારે તળીયા વાળા કડાઈ કે લોયા મા ધીમી આચ ઉપર ધી ને ગરમ કરો. અને જ્યારે ધી થોડુ ગરમ થઈ ને પીગળી જાય ત્યારે તેમા ચાળેલો બેસન (ચણા નો લોટ) ને નાખો.

૩) આને સારી રીતે ચમચા થી મીક્સ કરી લ્યો. લગાતાર ચમચા થી હલાવતા આને ભુરા સોનેરી રંગ થાય ત્યા સુધી રાખો. જ્યારે બેસન સારી રીતે શેકાય જાય ત્યારે તેમા સારી સુગંધ આવા લાગે છે. અમા લગભગ ૮ થી ૧૦ મીનીટ નો સમય લાગી શકે છે.

૪) ગેસ ને બંધ કરી લ્યો અને આમા કેસર ના તાર, જાયફળ પાઉડર, એલચી પાઉડર ને નાખી ને સારી રીતે મીક્સ કરી લ્યો. તમે તેમા કાજુ ના નાના ટુકડા ને પણ તેમા મીક્સ કરી ને નાખી શકો છો. અને પછી આ મીશ્રણ ને સારી રીતે મીક્સ કરી લ્યો.૫) આ મીશ્રણ ને એક મોટી થાળી મા કાઢો ( થાળી મા કાઢતા પહેલા તેમા થોડુ ધી ગરમ કરી ને લગાડો જેથી આ મીશ્રણ થાળી મા ચોટશે નહી) અને આ મીશ્રણ ને ૮ થી ૧૦ મીનીટ સુધી ઠંડુ થવા દો.
૬) જ્યારે આ મીશ્રણ થોડુ ગરમ હોય ત્યારે તેમા દળેલી ખાંડ ને નાખો. મીશ્રણ ને થોડુ મધ્યમ ગરમ હોય ત્યારે જ આ દળેલી ખાંડ નાખો.
૭) હવે આ મીશ્રણ ને સારી રીતે મીક્સ કરી લ્યો.
૮) આ મીશ્રણ ને બરાબર ૮ ભાગ કરી લ્યો. અને આ ભાગ માથી ગોળ લાડુ બનાવી લ્યો. તમારા હાથ થી બરાબર વાળી ને આ લાડુ બનાવો.
૯) આ તેયાર લાડુ ને એક ડીશ મા રાખો અને તેની ઉપર સુધારેલી બદામ અને પીસ્તા ને નાખો અને હાથે થી દબાવો. હવે આ લાડુ ને મધ્યમ તાપમાન ઉપર ઠંડા થવા દો. આ ચણા ના લોટ ના લાડુ ને એક બંધ ડબ્બા મા રાખો અને નમકીન નાસ્તા ની સાથે પીરસો.ચણા નો લોટ ના (બેસન) ના લાડુ ને વધારે સ્વાદીષ્ટ બનાવા માટે સલાહ અને વિવિધતા
ચણા ના લોટ ના લાડુ ને વધારે સ્વાદિષ્ટ બનાવા માટે અડધો કપ મોટો જાડો દળેલો બેસન અને અડધો કપ જીણો બેસન વાપરો. આના થી લાડુ કુરકરા અને વધારે સ્વાદીષ્ટ થાશે.
પરોશવા ની રીત:આ જન્માષ્ટમી, દીવાળી જેવા તહેવાર મા ખાસ બનાવવા મા આવે છે. અને આ નમકીન ભારતીય નાસ્તા જેવાકે મેથી ની પુરી, ચકરી, મેંદા ની પુરી જેવા સાથે પીરસવા મા આવે છે.

Author: GujjuRocks Team(માધવી આશરા ‘ખત્રી’)