જાણવા જેવું હેલ્થ

જાણો ચેહરા પર બરફ મસાજ કરવાના 8 ફાયદા

આજના સમયમાં દરેક યુવાઓને ત્વચાને લગતી સમસ્યાઓ પરેશાન કરે છે. આજના સમયનું ભાગદૌડ ભરેલું વ્યસ્ત જીવન, પ્રદુષણ, કામનું ટેંશન, અપૂરતી ઊંઘ, અનિયમિત ભોજન વગેરેની સૌથી ઊંડી અસર ત્વચાને જ પડે છે. આપણો ચેહરો જ સ્ફૂર્તિલો નહિ હોય તો બધી જ સુંદરતા બેકાર છે. ચેહરો નિખારવા લોકો જાત જાતના નુસ્ખાઓ અપનાવતા હોય છે અને ઘણા લોકો સર્જરીનો પણ સહારો લેતા હોય છે. એવામાં આજે અમે તમને એવો સરળ અને બિનખર્ચાળ ઉપાય જણાવીશું જે તમારા માટે કારગર સાબિત થશે. બરફ એક એવી વસ્તુ છે જેના મસાજથી ચેહરાની અનેક સમસ્યાઓ દૂર કરી શકાય છે. આવો તો જાણીએ બરફના સુંદરતાની સાથે સાથે સ્વાથ્યને લાગતા ફાયદાઓ.

Image Source

1. ડાર્ક સર્કલને કરે છે દૂર:
આંખોની નીચે કાળા ઘેરા સર્કલ સુંદરતાને કદરૂપું બનાવે છે. ઊંઘ પુરી ન થવી, તણાવ, પોષણની ખામી અને અન્ય કારણોને લીધે ડાર્ક સર્કલ થઇ જાય છે. એવામાં ડાર્ક સર્કલ પર હળવા હાથે બરફ ઘસવાથી અમુક જ દિવસોમાં સર્કલ દૂર થાય છે અને ઊંઘ પણ સારી આવે છે.

Image Source

2. સનબર્નથી રાહત:
ગરમીઓમાં સૂરજની તેજ ગરમી અને હાનિકારક કિરણોથી સનબર્નની સમસ્યાઓ થાય છે. જેનાથી ઘણીવાર સ્કિન કાળી પડવાની પણ સમસ્યા રહે છે અને નાની-નાની ફોડલીઓ પણ થાય છે. એવામાં બરફનો નાનો ટુકડો ખુબ મદદરૂપ થઇ શકે છે. બરફના ટુકડાને સનબર્નની જગ્યાએ મસાજ કરવાથી ખુબ રાહત મળે છે.

Image Source

3. ઉત્પાદકોને અવશોષિત કરવાનો ગુણ:
જો ત્વચા પર કોઈ ક્રીમ લગાવ્યું હોય અને તેના પછી બરફથી મસાજ કરવાથી ક્રીમ ત્વચામાં જલ્દી અવશોષિત થઇ જાય છે. બરફ ચેહરાની કોશિકાઓને સંકુચિત પણ કરે છે જેથી ત્વચા ટાઈટ પણ બને છે. અને જો મેકઅપ કરતા પહેલા બરફ ઘસવામાં આવે તો મેકઅપ ચેહરા પર લાંબા સમય સુધી રહે છે.

Image Source

4. બ્લડ સકર્યુલેશન:
બરફના મસાજથી ચેહરાનું બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય છે. જેનાથી ત્વચા સુંવાળી અને મુલાયમ બને છે અને લાંબા સમય સુધી ત્વચા જવાન દેખાય છે.

Image Source

5. આંખોના સોજા દૂર કરવા:
લગાતાર કોમ્પ્યુટર કે મોબાઈલનો ઉપીયોગ કરવાથી ઘણીવાર આંખો પર સોજા આવી જાય છે. આવું થવા પર આંખ પર હળવા હાથે મસાજ કરવાથી સોજા દૂર થાય છે અને આંખોને ઠંડક મળે છે અને તમે એકદમ તાજગી અનુભવશો. આ સિવાય ઇન્જેક્શન લગાવ્યા પછી પણ ડોક્ટર બરફ ઘસાવની સલાહ આપતા હોય છે. તેનાથી સોજા અને લાલાશ દૂર થાય છે અને દુખાવામાં પણ રાહત મળે છે. ગળા કે માંસપેશીના સોજાઓમાં પણ બરફનું મસાજ ફાયદો આપે છે.

Image Source

6. દાંતના દુઃખાવામાં રાહત:
દાંત કે પેઢાના દુઃખાવામાં બરફનું મસાજ રામબાણ ઈલાજ છે. તેના માટે એક સ્વચ્છ કપડામાં બરફ રાખીને હળવા હાથે ગાલ પર રાખો. આવું કરવાથી દાંત કે પેઢાના દુઃખાવામાં રાહત મળશે.

Image Source

7. તૈલીય ત્વચા માટે:
તૈલીય ત્વચા હોવાને લીધે મસા, ફોડલીઓ, ખીલ વગેરે થવાની સમસ્યા રહે છે. ખાસ કરીને ગરમીની ઋતુમાં ત્વચામાંથી તેલ નીકળે છે જે સુંદરતાને ખોરવી દે છે. એવામાં બરફથી મસાજ કરવાથી ત્વચા પરના તૈલીય છિદ્રો સંકોચાઈ જાય છે અને ત્વચા નિખરી ઉઠે છે.

Image Source

8. મુલાયમ હોંઠ:
મૌસમમાં બદલાવ આવવાથી ચેહરાની સાથે-સાથે હોંઠ પર પણ અસર પડે છે. ચેહરો કેટલો પણ સુંદર કેમ ન હોય પણ જો હોંઠ ફિક્કા હોય તો બધું જ બેકાર લાગે છે. એવામાં બરફનો ટુકડો હોંઠ પર ઘસવાથી હોંઠની શુષ્કતા દૂર થાય છે અને સોજા પણ દૂર કરે છે. આ સિવાય ત્વચાની સાથે સાથે હોંઠને પણ હાઈડ્રેટ રાખવા માટે પૂરતી માત્રામાં પાણી પીવાનું પણ રાખો.