ખબર

ખરેખર માનવતા મરી પરવારી છે ! વૃદ્ધને સ્કૂટીની પાછળ કેટલાય દૂર સુધી ઘસેડ્યો… લોકોએ પીછો કરીને બચાવ્યો વૃદ્ધનો જીવ, વીડિયો કાળજું કંપાવી દેશે, જુઓ

મોબાઈલ મચેડતા સ્કૂટી ચાલકે વૃદ્ધની કારની પાછળથી મારી ટક્કર, વૃદ્ધ ફરિયાદ કરવા ગયા તો સ્કૂટી પાછળ 1 કિલોમીટર સુધી ઘસેડયા.. રૂંવાડા ઉભા કરી દેનારો વીડિયો

દેશભરમાં ઘણીવાર માનવતાને શર્માસાર કરનારી ઘણી ઘટનાઓ સામે આવતી હોય છે. આવી ઘણી ઘટનાઓના વીડિયો પણ સામે આવે છે જેને જોઈને આપણા પણ રૂંવાડા ઉભા થઇ જાય છે અને મનમાં થાય કે માણસ આટલી હદ સુધી નીચે જઈ શકે છે. ત્યારે હાલ એવી જ એક ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક વ્યક્તિ એક વૃદ્ધને સ્કૂટી પાછળ ધસેડી રહ્યો છે. આ જોઈને જ રૂંવાડા ઉભા થઇ જાય.

આ શરમજનક ઘટના સામે આવે છે કર્ણાટકના બેંગ્લુરુમાંથી. જ્યાં એક સ્કૂટી સવાર વ્યક્તિએ એક વૃદ્ધને રોડ પર ઘસેડ્યો અને તેના કારણે વૃદ્ધનું શરીર પણ છોલાઈ ગયું તે છતાં પણ યુવકે સ્કૂટી રોકી નહિ. વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં હાલ વૃદ્ધની સારવાર ચાલી રહી છે. ઘટના બાદ લોકોએ આરોપી યુવકને પણ માર માર્યો અને તેને પણ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો.

વૃદ્ધ સાથે આવું કામ કરનારા યુવકની ઓળખ 25 વર્ષીય અગીરો સાહિલના રૂપમાં કરવામાં આવી છે. તે નયનદહલ્લી કોલોનીનો રહેવાસી છે અને તે મેડિકલ સેલ્સમેન હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આ ઘટના બેંગલુરુના મગદી રોડ પર ઘટી હતી. યુવકની પોલીસે ધરપકડ પણ કરી લીધી છે. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા વૃદ્ધનું નિવેદન નોંધ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે યુવક પોતાની સ્કૂટીની પાછળ વૃદ્ધને દૂર સુધી ધસેડી રહ્યો છે. તે પાછળ વળીને જુએ પણ છે કે વૃદ્ધ ઘસેડઇ રહ્યો છે તે છતાં તે સ્કૂટી રોકતો નથી. ત્યારે એક રીક્ષા ચાલાક પોતાની રીક્ષા સ્કૂટીની આગળ ઉભી કરી દે છે, અને વૃદ્ધને બચાવે છે. ઘટના ત્યારે ઘટી જયારે મુથપ્પા નામના આ વૃદ્ધ પોતાની કાર લઈને જઈ રહ્યા હતા. ત્યારે જ મોબાઈલ વાપરતા વપરાતા સ્કૂટી લઈને જતા સાહિલે વૃદ્ધની કારને ટક્કર મારી. વૃદ્ધ કારમાંથી ઉતરીને યુવક પાસે ગયા તો તે ભાગવા લાગ્યો અને પછી વૃદ્ધે સ્કૂટી પકડી લેતા સ્કૂટી સાથે જ અંદાજે એક કિલોમીટર સુધી વૃદ્ધને ઘસેડયાં.