મહાલક્ષ્મી મર્ડર કેસનું રહસ્ય ખુલ્યું : બોસ મુક્તિ રંજન રાયે શા માટે કર્યા 59 ટુકડા, ડાયરીમાં છુપાયેલું હત્યાનું કારણ

મહાલક્ષ્મી હત્યાકાંડ: બેંગલુરુમાં થયેલી ભયાનક ઘટનાની વિગતો સામે આવી

બેંગલુરુમાં તાજેતરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક મહિલાની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં મુખ્ય આરોપી મુક્તિ રંજન રાય હોવાનું જાણવા મળ્યું છે, જે મૃતક મહિલા મહાલક્ષ્મીનો બોસ હતો. આ કેસમાં નવી માહિતી સામે આવી છે કે આરોપીએ મહિલાના શરીરના 59 ટુકડા કર્યા હતા.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મુક્તિ રંજન રાય અને મહાલક્ષ્મી વચ્ચે પ્રેમ સંબંધ હતો. મહાલક્ષ્મી લગ્ન માટે દબાણ કરી રહી હતી, જેના કારણે બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડા દરમિયાન મુક્તિ રંજન રાયે ગુસ્સામાં આવીને મહાલક્ષ્મીની હત્યા કરી નાખી હતી. ઘટના બાદ આરોપી મુક્તિ રંજન રાય ફરાર થઈ ગયો હતો. તે બેંગલુરુના મોલમાં કામ પર આવ્યો ન હતો, જેના કારણે પોલીસને શંકા ગઈ હતી. પોલીસે તપાસ દરમિયાન બંનેના કોલ રેકોર્ડ્સ ચેક કર્યા હતા, જેમાં જાણવા મળ્યું હતું કે તેઓ વચ્ચે વારંવાર વાતચીત થતી હતી.


હત્યા બાદ આરોપી ઓડિશા ભાગી ગયો હતો. ઓડિશાના ભદ્રક જિલ્લામાં એક વૃક્ષ પરથી તેનો મૃતદેહ લટકતો મળી આવ્યો હતો. પોલીસે તેની પાસેથી એક ડાયરી મળી આવી હતી, જેમાં તેણે પોતાની પ્રેમિકાની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. ડાયરીમાં લખેલા સુસાઇડ નોટમાં મુક્તિ રંજન રાયે જણાવ્યું હતું કે તેણે 29 વર્ષીય પરિણીત મહિલા અને એક બાળકની માતા મહાલક્ષ્મીની 3 સપ્ટેમ્બરે હત્યા કરી હતી. મહાલક્ષ્મી તેના પર લગ્ન કરવા માટે દબાણ કરી રહી હતી, જેના કારણે તેણે આ પગલું ભર્યું હતું.

હત્યા બાદ આરોપીએ ઘરને તેજાબથી સાફ કરી નાખ્યું હતું, જેથી કોઈને શંકા ન જાય. પોલીસના જણાવ્યા મુજબ, મુક્તિ રંજન રાયે મહિલાની હત્યા બાથરૂમમાં કરી હતી અને પછી તેના શરીરના ટુકડા કરીને ફ્રિજમાં રાખ્યા હતા. ઓડિશા પોલીસના જણાવ્યા મુજબ, મુક્તિ રંજન રાય ધુસુરી થાણાના ભુઈનપુર ગામનો રહેવાસી હતો. તેના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ તેના પરિવારજનોને સોંપવામાં આવ્યો છે.

Swt