તસ્વીરોમાં દેખાતા આ ડોક્ટરની ગર્લફ્રેન્ડે કરી હત્યા, ડોક્ટરના પરાક્રમ સાંભળીને શ્વાશ અધ્ધર થઇ જશે

ગુજરાત સમેત દેશભરમાંથી અવાર નવાર હત્યાના કિસ્સાઓ સામે આવતા રહે છે, જેમાં ઘણીવાર પ્રેમ સંબંધ, અવૈદ્ય સંબંધ કે પછી અંગત અદાવત કારણ હોય છે. બે દિવસ પહેલા બેંગ્લોરમાંથી એક ડોક્ટરની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યુ હતુ, જેનો ભેદ હવે પોલીસે ઉકેલી લીધો છે. આ કેસમાં પોલીસે ડોક્ટરના લિવ-ઈન પાર્ટનરની ધરપકડ કરી છે. બેંગલુરુ સાઉથ ઈસ્ટ ડીસીપીએ જણાવ્યું હતું કે, “હત્યા પાછળનું મુખ્ય કારણ ફેક ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ, લિવ-ઈન પાર્ટનર અને તેની માતાની ખાનગી તસવીરો અને બેવડી ઓળખ હતી.”

Image source

ડીસીપીએ જણાવ્યું કે ઈન્સ્ટાગ્રામ પર ખાનગી તસવીરો શેર કરવાને કારણે ડૉ.વિકાસ અને તેની ગર્લફ્રેન્ડ વચ્ચે ઝઘડો થયો હતો. લિવ-ઈન પાર્ટનરએ તેના મિત્રો સાથે મળીને વિકાસની હત્યા કરી હતી. મૃતક વિકાસ વ્યવસાયે ડોક્ટર હતો અને ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતો હતો. મૃતક ડોક્ટર વિકાસ અને તેના લિવ-ઈન પાર્ટનર વચ્ચે સોશિયલ મીડિયા પર ગંદી તસવીરો શેર કરવાને લઈને વિવાદ થયો હતો. થોડા દિવસોમાં બંને લગ્ન કરવાના હતા. પરંતુ, તે પહેલા જ યુવતીએ મિત્રો સાથે મળીને તેના પ્રેમીની હત્યા કરી નાખી હતી.

Image source

રિપોર્ટ અનુસાર, બાળકી અને તેની માતાના ખાનગી ફોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર કોઈએ અપલોડ કર્યા હતા. આ સાથે આ તસવીરો અન્ય મિત્રને પણ મોકલવામાં આવી હતી.જ્યારે યુવતીને તેની જાણ થઈ ત્યારે જાણવા મળ્યું કે તેના પાર્ટનર ડૉ.વિકાસે ફેક આઈડી બનાવીને તસવીરો અપલોડ કરી હતી. આ બાબતે બંને વચ્ચે ઝઘડો પણ થયો હતો.આ પછી યુવતીએ તેના ત્રણ મિત્રો સાથે મળીને વિકાસ સાથે બદલો લેવાનો પ્લાન બનાવ્યો. યુવતીએ તેના ત્રણ મિત્રોને ઘરે બોલાવ્યા અને

Image source

ચારેય ડૉ.વિકાસને ફોટા અપલોડ કરવા માટે માર મારવા લાગ્યા. પ્રેમિકાએ જમીન સાફ કરવાના દંડા અને બોટલ વડે વિકાસ પર હુમલો કર્યો. જે બાદ તે ત્યાં જ બેહોશ થઈ ગયો હતો. ત્યારબાદ આરોપી વિકાસને જયશ્રી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. પ્રથમ સારવાર બાદ તબીબોએ તેને સેન્ટ જોન્સ હોસ્પિટલમાં રીફર કર્યો હતો. ત્યાં સારવાર દરમિયાન 14 સપ્ટેમ્બરે ડૉ.વિકાસનું મોત થયું હતું. વિકાસે યુક્રેનમાં એમબીબીએસ પૂર્ણ કર્યું હતું અને બે વર્ષથી ચેન્નાઈમાં રહીને પ્રેક્ટિસ કરી રહ્યો હતો.

પ્રતિકાત્મક તસવીર

ચાર મહિના પહેલા તે બેંગ્લોર ગયો જ્યાં તે ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ્સ પરીક્ષા માટે કોચિંગ લેવા ગયો હતો. વિકાસ બે વર્ષથી યુવતી સાથે રિલેશનશિપમાં હતો અને પરિવારજનોએ તેમના લગ્ન માટે લીલી ઝંડી આપ્યા બાદ તેમની સગાઈ થઈ હતી. વિકાસની આરોપી મંગેતર પ્રતિભા લગભગ બે વર્ષ પહેલા સોશિયલ મીડિયા પર મળી હતી. જે બાદ બંને સાથે રહેવા લાગ્યા હતા અને લગ્ન કરવાના હતા. પોલીસે પહેલા અકુદરતી મૃત્યુનો કેસ નોંધ્યો હતો,

પ્રતિકાત્મક તસવીર

જો કે ડૉ. વિકાસના શરીર પર ઈજાના નિશાન જોવા મળ્યા અને આ મામલાની તપાસ પછી પોલીસને જાણવા મળ્યું કે ડૉક્ટર પર મંગેતર પ્રતિભા અને તેના મિત્રો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને પછી તેની હાલત બગડતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

Shah Jina