રસોઈ

બંગાળી રાજભોગ હવે બનાવો ઘરે જ…..મોં માં પાણી આવી ગયું ને ? નોંધી લો રેસિપી

બંગાળી વાનગીઓ ખૂબ જ મજેદાર અને સ્વાદિષ્ટ હોય છે. તેમાં પણ બંગાળી મીઠાઈઓ ની વાત જ અલગ છે. કેમ કે તેની બોલી પણ મીઠી અને વાનગી પણ મીઠી. તો આજે અમે તમને આપીશું એક એવી જ મસ્ત અને નવીન રેસીપી. ચાલો તો જલ્દી થી લખી લો આ બંગાળી રાજભોગ ની રેસીપી અને ઘરે જ બનાવી પરિવાર સાથે તેનો આનંદ માણો.

બંગાળી રાજભોગ બનાવવા માટે ની સામગ્રી

 1. દૂધ – 1.5 લીટર (7.5 કપ)
 2. ખાંડ – 1 કિલો ગ્રામ (4 કપ)
 3. આરા નો લોટ – 2 નાની ચમચી
 4. ટાર્ટરિક એસિડ – અડધી નાની ચમચી અથવા 3 ચણા ની બરાબર (લીંબુ નો રસ પણ લઈ શકો છો)
 5. કાજુ – 10-12
 6. પિસ્તા -1 ટેબલ સ્પૂન
 7. એલચી – 6-7

બંગાળી રાજભોગ બનાવવા ની રીત

 • બંગાળી રાજભોગ બનાવવા માટે સૌપ્રથમ છૈના (દૂધ ના મોળા માવા ના ગોળ લાડુ) બનાવી  ને તૈયાર કરી લો, આથી છૈના બનાવવા માટે દૂધ ને ગરમ કરવા માટે ગેસ પર મૂકી દો.
 • છૈના બનાવવા માટે ટાર્ટરિક એસિડ ને અડધા કપ પાણી માં ભેળવી ને તૈયાર કરી લો. આ ટાર્ટરિક એસિડ ની જગ્યા એ તમે લીંબુ નો પણ ઉપયોગ કરી શકો છો.
 • હવે જ્યારે દૂધ માં ઊભરો આવે એટલે ગેસ બંધ કરી દો, દૂધ ને ગેસ પર થી નીચે ઉતારી લો અને તેને થોડું ઠંડુ પડવા દો.
 • જ્યારે દૂધ 20 % જેટલું ઠંડુ થઈ જાય ત્યારે તેમાં ટાર્ટરિક એસિડ ના પાણી ને થોડું-થોડું કરી ને નાખો અને એક ચમચા વડે સતત હલાવતા રહો.
 • જ્યાં સુધી દૂધ ફાટી ના જાય ત્યાં સુધી ટાર્ટરિક એસિડ નું પાણી ભેળવતા રહો અને દૂધ ને હલાવતા રહો. જ્યારે દૂધ ફાટી જાય ત્યારે ટાર્ટરિક એસિડ નું પાણી નાખવા નું બંધ કરી દો, દૂધ 2 મિનિટ માં જ ફાટી સારી રીતે તૈયાર થઈ જશે.
 • હવે ફાટેલા દૂધ ને એક સાફ કપડાં માં નાખો, જેથી છૈના (દૂધ નો માવો) કપડાં ની ઉપર રહી જશે અને પાણી કપડાં ની નીચે કોઈ એક વાસણ માં લઈ લો. હવે કપડાં ને ચારે બાજુ થી ઉપાડી, પકડી ને છૈના ને દબાવી તેમાં રહેલું બધુ પાણી નીચવી નાખો અને ઉપર થી થોડું વધારા નું પાણી પણ નાખો જેથી કરીને તેમાં ટાર્ટરિક એસિડ નો સ્વાદ ના રહે. હવે છૈના બની ને તૈયાર છે. છૈના ને એક મોટી પ્લેટ માં કાઢી લો, અને બંને હાથ ની આંગળીઓ દ્રારા તેને મસળતા રહો  અને ચીકણું બનાવી લો. આ ચીકણા કરેલા છૈના માં આરા નો લોટ નાખી મિક્સ કરો. રાજભોગ માટે છૈના બની ને તૈયાર છે.

ભરવા માટે માવો બનાવી લો

 • કાજુ ને નાના નાના ટુકડા કરી લો, પિસ્તા ના પણ નાના-નાના ટુકડા કરી લો. (તમે ઈચ્છો તો પિસ્તા ને ગરમ પાણી માં પલાળી પછી તેની છાલ પણ કાઢી નાખી શકો છો.)
 • એલચી ને ફોલી તેને ખાંડી પાઉડર બનાવી લો. એક ટેબલ સ્પૂન દૂધ નો માવો અને બધો જ સૂકો મેવો, એલચી નો પાઉડર ને સારી રીતે મિક્સ કરી ને માવો તૈયાર કરી લો. (આ માવા માં તમે પસંદ હોય તેવો પીળો કે લાલ ફ્રૂટ કલર પણ નાખી શકો છો.)

રાજભોગ બનાવી ને તૈયાર કરી લો

 • પહેલા છૈના ને કે દૂધ ના માવા ને સમાન ભાગો માં તેના નાના-નાના ટુકડા કરી લો. આ દૂધ ના માવા માથી 12 થી 14 જેટલા ટુકડા થશે.
 • છૈના  નો એક ભાગ લો, તેને હથેળી માં રાખી થોડો મોટો કરો, વચ્ચે થોડી જગ્યા કરી તેમાં ¼ ભાગ જેટલો એટલે કે નાની ચમચી જેટલો દૂધ નો માવો મૂકો, પછી છૈના ને ચારે બાજુ થી પકડી તેને બંધ કરી દો. બંને હાથ વડે ગોળ બનાવી લો, પછી એક પ્લેટ માં મૂકી દો. આમ બધા રાજભોગ ના લાડુ બનાવી લો.

ચાસણી બનાવી લો

 • એક વાસણ માં ખાંડ નાખો, તેમાં 2.5 કપ પાણી નાખી ગેસ પર મૂકી દો. ખાંડ ઓગળે ત્યાં સુધી ચડવા દો.
 • જો ખાંડ માં કચરો દેખાય તો તો તેમાં ખાંડ ઓગળી જાય પછી અડધો કપ દૂધ ચાસણી માં નાખો. ઉકળવા લાગે ત્યારે ચાસણી માં રહેલો કચરો ઉપર આવી જશે ત્યારે તેને ચમચા થી કાઢી લો.
 • આ ચાસણી માં એક તાર કે બે તાર લેવો એ જરૂરી નથી. આથી ચાસણી સારી રીતે ઉકળવા લાગે ત્યારે તેમાં રાજભોગ ના બનાવેલ લાડુ એક-એક કરી ને નાખતા રહો. ગેસ તેજ કરી નાખવો ને હંમેશા ચાસણી ઉકળતી રહેવી જોઈએ.
 • વાસણ ને ઢાંકી ને રાજભોગ ને ચડવા દો, જેથી કેરી ને ચાસણી જાડી થતી જાય અને આ જાડી ચાસણી જ રાજભોગ ને ચડવા માં મદદ કરે છે. 8 થી 10 મિનિટ માં ચાસણી જાડી થવા લાગશે. હવે ચાસણી માં એક-એક ચમચો પાણી નાખો પરંતુ ધ્યાન રાખો કે ચાસણી હંમેશા ઉકળતી રહેવી જોઈએ. હવે ધીમે ધીમે થોડું-થોડું પાણી નાખો જેથી ચાસણી પાતળી બની રહે.
 • રાજભોગ ને 20 મિનિટ માટે ચાસણી માં ચડવા દો. અને ગેસ બંધ કરી દો. ચાસણી માં રહેલા રાજભોગ ના લાડુ ઠંડા થઈ જાય ત્યારે તેમાં 1 થી 2 ચપટી ફ્રૂટ કલર અથવા કેસર ને એક ટેબલ સ્પૂન પાણી માં પલાળી ને ચાસણી માં નાખી મિક્સ કરી લો, પીળા ગોલ્ડન રંગ  રાજભોગ તૈયાર છે.
 • રાજભોગ ને ચાસણી માં ડૂબેલા જ ફ્રીઝ માં રાખો અને એક અઠવાડીયા સૌથી ખાતા રહો.

માધવી આશરા ‘ખત્રી’

Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ