ગુજરાત સિવાય પણ બીજા ઘણા રાજ્યોમાં કેટલીક સ્વાદિષ્ટ વસ્તુઓ મળતી હોય છે જે ખાવા માટે કાંતો તમારે એ રાજ્યમાં જવું પડે અથવા તો એના માટેની કોઈ ફેમસ હોટલની અંદર જવું પડે, ત્યારે જ આપણને એ ખાવા માટે મળે પરંતુ આજે અમે તમને એવા જ એક રાજ્ય બંગાળના પ્રખ્યાત બસંતી પુલાવની રેસિપી જણાવીશું જે તમે ખુબ જ સરળતાથી ઘરે જ બનવી શકશો અને મોજથી ખાશો તો નોંધી લો રેસિપી હમણાં જ.

બસંતી પુલાવ બનાવ માટેની સામગ્રી:
- 1 કપ બાસમતી ચોખા
- 2 ટે. સ્પૂન ઘી
- 1/4 ટે. હળદર
- 12 સૂકી દ્રાક્ષ
- 12 કાજુ
- 3 ઈલાયચી
- 4-5 લવિંગ
- 1 ટુકડો દાલચીની
- 1 તજ પત્તુ
- 2 કપ પાણી
- 3 ટે. સ્પૂન ખાંડ
- 1 ચપટી કેસર
- 1 નાની વાટકી મોટી કાપેલી બદામ અને પિસ્તા

બસંતી પુલાવ બનાવ માટેની રીત:
- બસંતી પુલાવ બનાવવા માટે સૌ પ્રથમ ચોખાને અડધો કલાક પહેલા એક બાઉલમાં પલાળવા માટે મૂકી દેવા.
- અડધા કલાક પછી ચોખામાંથી પાણીને દૂર કરી દેવું.
- એક કઢાઇની અંદર ઘી ગરમ કરવા મૂકવું.
- ઘી ગરમ થઇ ગયા બાદ તેની અંદર કાજુ અને સૂકી દ્રાક્ષ નાખી 1-2 મિનિટ સુધી તળી લેવી.
- ત્યારબાદ તેની અંદર ઈલાયચી, લવિંગ, દાલચીની, હળદર અને તજપત્તુ નાખીને 4-5 સેકંડ સુધી તળી લેવા.
- કઢાઇની સામગ્રી તળાઈ ગયા બાદ તેની અંદર ચોખા નાખીને બધી જ સામગ્રી મિક્સ કરી લેવી.
- કઢાઇની અંદર પાણી, ખાંડ અને કેસર નાખીને ગેસીની ધીમી આંચ ઉપર ચઢવા દેવું.
- કઢાઈ ઉપર ઢાંકણ મૂકીને 12-15 મિનિટ સુધી તેને રહેવા એવું જેનાથી પાણી બળી જશે અને ચોખા પણ બરાબર ચઢી જશે.
- ત્યારબાદ ગેસને બંધ કરી 5 મિનિટ સુધી કઢાઈને એમ જ રહેવા દેવી.
- 5 મિનિટ પછી બદામ અને પિસ્તા દ્વારા બનાવેલી સમાગ્રીને સજાવી લેવી.
- તમારો બંગાળનો પ્રખ્યાત બસંતી પુલાવ હવે તૈયાર છે, તેને ગરમ ગરમ જ પીરસી અને તેના સ્વાદિષ્ટ હોવાનો લુપ્ત ઉઠાવો.

આ રેસિપી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો જેથી અમે તમારા માટે આવી જ અવનવી રેસિપી હંમેશા લાવતા રહીએ.