મહિલા શિક્ષિકાએ વિદ્યાર્થીની સાથે ઝઘડા તો ગુસ્સે ભરાયા પરિવારજનો, સ્કૂલમાં જઈને શિક્ષિકાના કપડા કાઢીને માર્યો માર, જુઓ વીડિયો

પહેલાના સમયમાં માતા પિતા તેના બાળકને સ્કૂલે મૂકી જાય અને જો તેને ના આવડે તો સજા કરવાનું પણ શિક્ષકોને કહેતા હતા, પરંતુ આજે જમાનો બદલાઈ ગયો છે, આજે જો શિક્ષક વિધાર્થીને માર મારે કે તેને ધમકાવે તો વાલીઓ હોબાળો મચાવતા હોય છે અને શિક્ષકોને પણ માર મારતા હોય છે. હાલ એવી જ એક ઘટના સામે આવી છે, જેમાં એક શિક્ષિકાએ વિદ્યાર્થીનીને ધમકાવી તો વાલિઓએ સ્કૂલમાં આવીને શિક્ષિકાના કપડાં કાઢી માર માર્યો.

પશ્ચિમ બંગાળના દક્ષિણ દિવસાજપુરથી આ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીંની એક શાળામાં શિક્ષકે વિદ્યાર્થીનીને કોઈ મુદ્દે ઠપકો આપતાં પરિવારજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. તેઓએ શાળામાં ઘૂસીને મહિલા શિક્ષિકાને નગ અવસ્થામાં માર મારીને હંગામો મચાવ્યો હતો. જાણવામાં આવી રહ્યું છે કે વિદ્યાર્થી લઘુમતી સમુદાયનો છે. પોલીસે આ મામલામાં 35 લોકો વિરુદ્ધ FIR નોંધી છે.

આ ઘટના હિલી પોલીસ સ્ટેશન વિસ્તારની ત્રિમોહિની પ્રતાપ ચંદ્ર હાઈસ્કૂલની જણાવવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, ગુરુવારે મહિલા શિક્ષકે વિદ્યાર્થીને કોઈ મુદ્દે ઠપકો આપ્યો હતો. આ પછી બાળકના પરિવારજનો શુક્રવારે સ્કૂલ પહોંચ્યા અને પ્રિન્સિપાલને ફરિયાદ કરી. આ દરમિયાન મામલો વધી ગયો અને તેઓ મહિલા શિક્ષકના રૂમમાં પહોંચ્યા અને તેની સાથે દુર્વ્યવહાર કરવા લાગ્યા. આ દરમિયાન પરિવારના સભ્યો અને તેમના સાથીઓએ મહિલાના કપડાં કાઢી નાખ્યા અને તેને મારઝૂડ કરી.

ઘટનાની જાણ થતા પોલીસ દળ શાળાએ પહોંચી મામલો થાળે પાડ્યો હતો. શનિવારે સ્થાનિકોએ આ ઘટના સામે વાંધો ઉઠાવ્યો હતો અને રસ્તો બ્લોક કર્યો હતો. આ પછી પોલીસ હરકર પાસે આવી અને કેસ નોંધ્યો. આ કેસમાં અત્યાર સુધીમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે વિદ્યાર્થી એક ખાસ સમુદાયનો છે. ભાજપની યુવા પાંખના રાજ્ય ઉપાધ્યક્ષ તરુણજ્યોતિ તિવારીએ જણાવ્યું કે નવમાની વિદ્યાર્થીનીએ હિજાબ પહેર્યો હતો. આ બાબતે શિક્ષકે તેને ઠપકો આપ્યો હતો અને તેને વર્ગમાંથી બહાર કાઢી મૂકી હતી. તેણે આ ઘટનાનો વીડિયો પણ ટ્વિટર પર શેર કર્યો છે. આ મામલે ભાજપના સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ સુકાંત મજમુદારે વિસ્તારની મુલાકાત લીધી હતી. તેમણે દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

Niraj Patel