ખબર વાયરલ

રસ્તા ઉપર ફરી રહ્યો હતો આદમખોર વાઘ, એક માણસ આવ્યો અને બિલાડીની જેમ પકડીને ચાલતો થયો, જુઓ વીડિયો

બંગાળ ટાઇગર આવી ગયો અચાનક રસ્તા ઉપર, જોઈને જ લોકો ગભરાઈ ગયા અને પછી આમતેમ ભાગવા લાગ્યા, પછી આવ્યો એક વ્યક્તિ અને કર્યું એવું કે… જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં રોજ ઘણા વીડિયો વાયરલ થતા હોય છે, ઘણા વીડિયોની અંદર એવી એવી ઘટનાઓ જોવા મળતી હોય છે જેને જોઈને આપણો પરસેવો પણ વછૂટી જતો હોય છે, ખાસ કરીને જંગલી પ્રાણીઓને લગતા વીડિયો સામે આવે છે ત્યારે ભલભલા લોકોની હાલત પતલી થઇ જતી હોય છે, હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને લોકોની હાલત ખરાબ કરી નાખી છે.

વાયરલ થઇ રહેલો વીડિયો મેક્સિકોમાંથી સામે આવ્યો છે. જ્યાંના રહેણાંક વિસ્તારના રસ્તા પર એક વાઘ ફરતો જોવા મળ્યો, જેના પછી લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો. જો કે, વાઘે કોઈને નુકસાન પહોંચાડ્યું ન હતું. પરંતુ જ્યારે લોકોએ તેને ફુટપાથ પર મસ્તીથી ચાલતો જોયો તો તેમના રૂંવાડા ઉભા થઈ ગયા. જ્યારે કેટલાક લોકોએ આ ઘટનાને કેમેરામાં કેદ કરવાનું શરૂ કર્યું તો કેટલાક તેમના ઘર તરફ ભાગી ગયા.

પરંતુ થોડા સમય પછી એક વ્યક્તિ વાઘ પાસે પહોંચે છે અને ખૂબ જ આસાનીથી તેના ગળામાં દોરડું બાંધીને તેને પોતાની સાથે લઈ જાય છે. આ ચોંકાવનારા વીડિયોને ટ્વિટર ઉપર અમેઝિંગ પોસ્ટ નામના એકાઉન્ટ ઉપરથી 15 જૂનના રોજ શેર કરવામાં આવ્યો હતો, જે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ વાયરલ વીડિયોની સાથે કેપશનમાં લખવામાં આવ્યું છે કે, “બંગાળ ટાઇગર શહેરમાં ફરતો દેખાયો હતો, જેના બાદમાં આરામથી પકડીને ઘરે લઇ જવામાં આવ્યો.” આ ઘટના મેક્સિકોના ટેકુઆલામાં બની હતી. આ કિલ્પને સોશિઅલ મીડિયામાં ખુબ જ જોવામાં આવી રહી છે, સાથે જ યુઝર્સ પોતાની પ્રતિક્રિયા પણ આ વીડિયોને લઈને આપી રહ્યા છે.