અંબાલાલ પટેલની ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી- બંગાળના ઉપસાગરમાં સર્જાશે ઉથલપાથલ

ગુરુવારથી મેઘરાજા ઉત્તર ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે અને આજે પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગે 6 સપ્ટેમ્બરે એટલે કે આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ભાવનગર, વડોદરા અને ભરૂચમાં યેલો એલર્ટ જાહેર કર્યુ છે તો બીજી બાજુ અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ વરસાદની આગાહી કરી છે. અંબાલાલે જણાવ્યું કે, સાત તારીખ સુધી ગુજરાતમાં હવામાનમાં પલટો જોવા મળશે.

7-8 અને તારીખે એક મજબૂત સિસ્ટમ બની રહી છે અને તે 9થી11 સુધીમાં ડીપ ડિપ્રેશનમાં પણ જઈ શકે છે. આગળ વધતાં પૂર્વ ભારત થઈને મધ્ય પ્રદેશ તરફ આવવાની શક્યતા છે. 10થી12 અને તે પછી પણ ભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત માટે પણ અંબાલાલે મોટી આગાહી કરી. તેમણે જણાવ્યું કે, મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

7 અને 8 ઓક્ટોબરે બંગાળના ઉપસાગરમાં ઉથલપાથલ જોવા મળશે, વરસાદી સિસ્ટમ ડિપ્રેશન બનવાની શક્યતા છે. તેમણે કહ્યું, ચંદ્ર કાળા વાદળોમાં ઢંકાશે તો હલચલ વધશે અને દરિયામાં ભારે પવન ફૂંકાશે. 16-17 ઓક્ટોબરે દરિયામાં ઉથલપાથલ જોવા મળશે અને ભારે પવન-ગાજવીજ સાથે વરસાદ વરસશે.આ ઉપરાંત તેમણે નવરાત્રિ સુધી વરસાદી માહોલ જોવા મળવાનું પણ જણાવ્યુ છે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યુ કે બંગાળની ખાડીમાં ફરી વરસાદી સિસ્ટમ બને તે સિસ્ટમ કદાચ વેલ માર્ક લો પ્રેશરની કેટેગરી સુધી પહોંચશે. આ સિસ્ટમ ગુજરાત સુધી પહોંચશે કે નહીં તે અત્યારથી ના નક્કી કહી શકાય. પણ આ સિસ્ટમ ગુજરાતને અસર કરી શકે છે. 13-14થી 19 સપ્ટેમ્બરમાં ફરીથી વરસાદી રાઉન્ડ આવશે. 6 સપ્ટેમ્બરે સાંજ સુધી અમદાવાદ, ગાંધીનગર, કપડવંજ, આણંદ, નડિયાદ જેવા વિસ્તારોમાં આવનારા 24 કલાકમાં બેથી ત્રણ ઇંચ જેટલા વરસાદની સંભાવનાઓ છે.

Shah Jina