અજબગજબ નારી વિશે

શા કારણે મહિલાઓ પહેરે છે પગની અંદર વિંછીયા, કારણ જાણીને તમે રહી જશો હેરાન

દરેક સ્ત્રીને શણગારનો શોખ હોય છે, પુરુષોને તો સ્ત્રીઓના ઘણા આભુષણોના નામ પણ ખબર નથી હોતા. પરંતુ સ્ત્રી જે જે આભૂષણ પહેરે છે તેનું એક આગવું મહત્વ રહેલું હોય છે. એવું જ આભૂષણ પગની આંગળીઓમાં પણ પહેરવામાં આવે છે જેને વિંછીયા કહેવામાં આવે છે. આ વિંછીયા પહેરવા પાછળ પણ ઘણા વૈજ્ઞાનિક અને ધાર્મિક કારણો રહેલા છે.

Image Source

પ્રજનન ક્ષમતા સાથે સીધો સંબંધ:
વૈદિક ગ્રંથોમાં જણાવ્યા મુજબ ચાંદીમાં પૃથ્વીમાંથી ઉર્જા આકર્ષવાની ક્ષમતા છે. ચાંદી આ ઉર્જા સીધી ગર્ભ સુધી મોકલે છે. ચાંદી મનુષ્યના શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આથી આ નાનકડી ચાંદીની વીંટી નસ પર પૂરતુ દબાણ આપે છે જેના કારણે ગર્ભાશયમાં લોહીનો પ્રવાહ યોગ્ય માત્રામાં પહોંચે છે અને ગર્ભાશય મજબૂત બને છે. વિછીયાં પહેરવાથી તમારી પ્રજનન ક્ષમતા પણ ખુબ જ સારી થાય છે. પગની બીજી આંગળી ની તંત્રિકા નો સબંધ સીધો ગર્ભાશય સાથે હોય છે.

Image Source

બ્લડ પ્રેશર રહે છે કાબુમાં:
વૈજ્ઞાનિક અનુસંધાન પ્રમાણે વિંછીયા પહેરવાના કારણે બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. અને તેના કારણે સ્ત્રીને માનસિક તાણ પણ નથી અનુભવાતી. જેના કારણે તેનું મગજ પણ શાંત રહે છે.

Image Source

હાડકા બને છે મજબુત:
વિછિયા પહેરવાના કારણે સ્ત્રીના હાડકા પણ મજબૂત બનતા હોય છે. જયારે વિંછીયા મહિલાના પગ સાથે વારંવાર ઘસાય છે તેના કારણે મહિલાના હાડકા પણ મજબૂત બનતા હોય છે.

Image Source

ધાર્મિક માન્યતા:
વિંછીયા એ માત્ર હિન્દૂ સ્ત્રીઓ જ ધારણ નથી કરતી. મુસ્લીમન સ્ત્રીઓ પણ વિંછીયા પોતાના પગની આંગળીની અંદર પહેરે છે. ધાર્મિક માન્યતા અનુસાર સ્ત્રીનું પગની અંદર વીંછિયાનું પહેરવું ખુબ જ શુભ માનવામાં આવે છે.