લાંબા, ઘાટા અને શાઈની વાળ દરેક છોકરીનું સપનું હોય છે. પરંતુ જરૂરી નથી કે દરેકના વાળનો ગ્રોથ સારો જ હોય. ઘણી છોકરીઓ વાળને વધારવા અને ઘાટા કરવા માટે હેર ટ્રીટમેન્ટ અને પ્રોડ્ટક્સનો સહારો લેતી હોય છે. પરંતુ તેનાથી ઘણીવાર ખાસ ફાયદો મળતો નથી. પરંતુ આજે અમે તમને એવી રીત જણાવવાના છીએ જેના દ્વારા તમારા માથાના વાળનો ગ્રોથ પણ વધશે, શાઇન પણ કરશે અને લાંબા પણ થશે.

ચોખાના પાણીથી વધારો વાળ:
ચોખાનું પાણી જેને આપણે ઓસામણ કહીએ છીએ તે કાર્બોહાઈડ્રેટથી ભરપૂર હોય છે જે સ્કિનની સાથે વાળને પણ ફાયદો પહોચાવે છે. સાથે જ તેમાં એન્ટીઓક્સીડેન્ટ, ફેરુલિક એસિડ, મિનરલ્સ અને વિટામિન્સ પણ હોય છે જેનાથી વાળની જડોને પોષણ મળે છે અને સ્કેલ્પમાં પણ નમી બનેલી રહે છે. જેનાથી વાળનો ગ્રોથ સારો થાય છે.

ચોખાનું પાણી બનાવવાની રીત:
ચોખાનું પાણી બે રીતે તમે બનાવી શકો છો, જેમાં પહેલી રીતમાં કાચા ચોખાને અડધો કલાક અથવા તો આખી રાત પાણીમાં પલાળીને રાખવા, ત્યારબાદ ચોખાને છુટા પાડી પાણીને અલગ કરી લેવું. ચોખાનું પાણી તૈયાર છે.

બીજી રીત ચોખાને પાણીમાં નાખીને થોડીવાર ઉકાળો. જયારે ચોખા બફાઈ જાય ત્યારે તેમાંથી પાણી અલગ કરીને સાઈડ ઉપર રાખી લો. આ પાણી બનાવવાની બીજી રીત છે.

કેવી રીતે અને કેટલીવાર કરવો વપરાશ:
સૌથી પહેલા વાળને માઈલ્ડ શેમ્પુથી સારી રીતે ધોઈ લો. ત્યારબાદ ચોખાના પાણીને વાળ ઉપર નાખી મસાજ કરવું. અને ત્યારબાદ 10-15 મિનિટ સુધી તેને એમ જ છોડી દેવા. ત્યારબાદ તાજા પાણીથી વાળને ધોઈ લેવા. અઠવાડિયામાં ઓછામાં ઓછું એકથી બે વાર આ પ્રયોગ કરો. થોડા જ મહિનામાં પરિણામ તમને જોવા મળશે.

શા કારણે છે ફાયદાકારક:
ચોખાના પાણીંમાં રહેલું કાર્બોહાઇબ્રેડ વાળની અંદરના ઘર્ષણને ઓછું કરે છે અને તેને જડોથી મજબૂત બનાવે છે. સાથે જ તેમાં બીજા કેટલાક પોષક તત્વો પણ હોય છે. જેનાથી વાળનો ગ્રોથ મજબૂત બનવાની સાથે તેમાં શાઇન અને લચીલાપણું પણ આવે છે. આ ઉપરાંત તેનાથી વાળની નેચરલ શાઇન પણ બની રહે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.