હેલ્થ

બદામ જ નહીં, મગફળીને પણ પલાળીને ખાવાથી થશે ઘણા ફાયદા, જીવલેણ બીમારીઓથી રહેશો દૂર

શરીરને સ્વસ્થ રાખવા માટે આપણે ડ્રાયફ્રૂટને પલાળીને ખાતા હોઈએ છીએ, પરંતુ ડ્રાયફ્રૂટની કિંમત મોંઘી હોવાના કારણે ઘણા લોકો તેને ખરીદવા માટે પણ વિચાર કરતા હોય છે, પરંતુ માત્ર ડ્રાયફ્રુટ ખાવાથી જ શરીરની બીમારી દૂર નથી થતી, તમે એની જગ્યાએ મગફળીને પણ રાતભર પાણીમાં પલાળી રાખીને ખાઈ શકો છો. જે ખાવાથી પણ તમારા શરીરને ઘણા રોગોથી દૂર રાખી શકાય છે. ચાલો જાણીએ પલાળેલી મગફળી ખાવાના ફાયદાઓ વિશે.

Image Source

હૃદય માટે ગુણકારી:
મગફળીની અંદર પ્રોટીન જેવા ઘણા પોષકતત્વો રહેલા છે, અઠવાડિયાની અંદર પાંચ વખત સવાર સાંજે મગફળીનું સેવન કરવામાં આવે તો હૃદયને લગતી મોટાભાગની બીમારીઓ દૂર થઇ શકે છે. સાથે મગફળી કોલેસ્ટ્રોલને પણ નિયંત્રણમાં રાખે છે. જેના કારણે મગફળી ખાવી હૃદય માટે ખુબ જ ગુણકારી છે.

Image Source

કેન્સર સામે રક્ષણ:
જો તમે અઢવાડિયામાં બે વાર મગફળીથી બનેલા માખણ એટલે કે પીનટ બટર ખાવાનું રાખશો તો તમને પેટના કેન્સરનો ખતરો નહિ રહે. પીનટ બટર ખુબ જ હેલ્દી છે અને તે કેન્સરના ખતરાને પણ દૂર રાખે છે.

Image Source

હાડકાને બનાવે છે મજબૂત:
મગફળીની અંદર પ્રોટીન રહેલું છે એ વાત તો આપણે સૌ જાણી જ ગયા છીએ પરંતુ તેમાં પ્રોટીનની સાથે વિટામિન ડી, અને કેલ્શિયમ પણ રહેલા છે જે તમારા હાડકાને મજબૂત બનાવવાનું કામ કરે છે.

Image Source

પાચનક્રિયાને રાખે છે બરાબર:
મગફળીની અંદર રહેલું પ્રોટીન શરીરની પાચન ક્રિયાને પણ મજબૂત બનાવે છે. જમતી વખતે અથવા તો જમ્યા બાદ જો તમે થોડા મગફળીના દાણાનું સેવન કરો છો તો તમારી પાચનક્રિયા પણ નિયમિત્ત રહેશે.

Image Source

વજન ઘટાડવામાં ફાયદાકારક:
મગફળીનું તેલ શરીર રહેલી ચરબીને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે, તે શરીર ચરબીને વધવા દેતી નથી. પરંતુ તેને ઘટાડવામાં મદદ કરે છે. કારણ કે મગફળીના તેલની અંદર ચરબીયુક્ત એસિડનું પણ પ્રમાણ રહેલું છે જે ચરબીને ઘટાડવામાં મદદ કરે છે.

Image Source

રક્તપ્રવાહ રાખે છે નિયમિત:
મગફળીના સેવનના કારણે આપનો રક્તપ્રવાહ પણ નિયમિત રહે છે. મગફળીના નિયમિત સેવનથી ધમનીઓમાં રક્ત પ્રવાહ નિયમિત રીતે વહે છે જેના કારણે તમને હૃદય સંબંધી બીજી પણ ઘણી બીમારીઓ સામે રક્ષણ મળે છે.

Image Source

શિયાળામાં છે ખાસ ગુણકારી:
શિયાળાની અંદર જો તમે થોડા સીંગદાણા રાત્રે પલાળી અને સવારે તેનું સેવન કરો છો તો તે શરીર માટે ખુબ જ ગુણકારી છે. જેનાથી તમારી રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.