નિયમિત આ યોગ કરવાથી થશે આટલા ચમત્કારિક ફાયદાઓ, જાણો તસવીરો દ્વારા

દરરોજ યોગ કરવાના ઘણા ફાયદા છે. યોગ ઘણા પ્રકારના હોય છે જે અલગ-અલગ રીતે  શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. યોગ ઘણા પ્રકારે શરીર અને મસ્તિષ્કને સ્વસ્થ બનાવી રાખવામાં મદદ કરે છે. સ્વાસ્થ્ય જાળવી રાખવાની સાથે જ યોગ દ્વારા તમારા સૌદર્ય અને સુંદરતાને લાંબા સમય સુધી ટકાવી રાખે છે. યોગ એક પ્રાચીન કળા છે જેમાં શરીર, મન અને આત્માને એક સાથે લાવવાનું કામ કરવામાં આવે છે. નિયમિત યોગ કરવાથી તમારુ દિલ મજબૂત થાય છે. તણાવથી બચો છો. યાદશક્તિ મજબૂત થાય છે. વજન વધતુ નથી. આ ઉપરાંત સૌથી જરૂરી વાત તમારા મગજમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આપણા દેશમાં હજારો વર્ષોથી યોગ કરવામાં આવે છે.

યોગ અને મેડિટેશનના ઘણા ફાયદાઓ છે. જો આપણે નિયમિત યોગાભ્યાસ અને ધ્યાન માનસિક અને શારીરિ સ્વાસ્થ્ય બંને માટે ઉત્તમ છે. મેડિટેશન કરવાથી આપણે માનસિક રીતે સ્વસ્થ રહીએ છીએ. તેનાથી આપણી એકાગ્રતા વધે છે. ધ્યાન કરવાથી તણાવ ઓછો થાય છે. તેનાથી મન શાંત રહે છે. આનાથી તમે દરેક કાર્યને વધુ સારી રીતે કરી શકો છો. બીજી તરફ, દરરોજ યોગાસન કરવાથી આપણું સ્વાસ્થ્ય સારું રહે છે. સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓથી છુટકારો મળી શકે છે. યોગાસનથી નબળા સ્નાયુઓ અને હાડકાં મજબૂત અને મજબૂત બને છે.

1.પ્રાણાયામ

2.ઉભા રહીને કરવાના આસનો

3.ધ્યાન મુદ્વા

4.પીઠ પર સુઇને કરવાના આસનો

5.પેટ પર સુઇને કરવાના આસનો

6.બેસીને કરવાના આસનો

Dhruvi Pandya