હિન્દૂ ધર્મમાં પરણિત સ્ત્રીઓ ગળામાં મંગળસૂત્ર પહેરે જ છે, લગ્નના દિવસે તેના પતિ દ્વારા સ્ત્રીને ગળામાં મંગળસૂત્ર પહેરાવવામાં આવે છે અને જ્યાં સુધી તેનો પતિ જીવિત હોય ત્યાં સુધી એ મંગળસૂત્ર એક સ્ત્રીના જીવનની શોભા બનતું હોય છે. વર્ષોથી આ પરંપરા ચાલી આવી છે અને હજુ પણ આ પરંપરાને હિન્દૂ ધર્મમાં નિભાવવામાં આવે છે.

મંગળસૂત્ર કરેલી સ્ત્રીને આપણે જોતાંની સાથે જ ઓળખી શકીએ કે આ સ્ત્રી પરણિત છે, મંગળસૂત્ર તેના સુહાગની નિશાની છે પરંતુ મંગળસૂત્ર પહેરવા પાછળના બીજા પણ છે જે કદાચ એક સ્ત્રીને પણ ખબર નહિ હોય. આજે આપણે એ ફાયદાઓ વિશે જાણીશું.

ખરાબ નજરથી બચાવે છે:
આપણે દરેકે મંગળસૂત્રને જોયું જ છે. મંગળસૂત્ર સોના, ચાંદી કે પછી ભલે ધાતુનું હશે પરંતુ એ મંગળસૂત્રની અંદર તમને કાળ મણકા અવશ્ય જોવા મળશે, એ કાળા મણકા ખરાબ નજરથી બચાવવા માટે હોય છે, લગ્ન સમયે કન્યા સામે જ બધાની નજર હોય છે , ત્યારે મંગળસૂત્ર લગ્નમાં આવેલા લોકોની ખરાબ નજરથી પણ બચાવે છે અને જીવનભર તેના ગળામાં રહીને સ્ત્રીને હંમેશા નજરથી રક્ષણ આપે છે.

પતિ સામે આવનાર વિપત્તિઓથી બચાવે છે:
મંગળસૂત્ર પહેરવાની પાછળનું એક કારણ તેના પતિ સામે આવનારી વિપત્તિઓમાં પણ રક્ષણ આપવાનું છે. શાસ્ત્રો અનુસાર જે સ્ત્રી ગાળામાં મંગળસૂત્ર ધારણ કરી રાખેછે તે સ્ત્રીના પતિ ઉપર આવનાર મુશ્કેલીઓ ઝડપથી દૂર થાય છે.

પાપથી મળે છે મુક્તિ:
મોટાભાગે સ્ત્રીઓ સોનાનું જ મંગળસૂત્ર પહેરવાનું પસંદ કરતી હોય છે અને સોનુ ધરાણ કરવાથી શરીર હંમેશા શુદ્ધ રહે છે. સ્નાન કરતા સમયે જયારે પાણી સોનાને સ્પર્શ કરી શરીર ઉપર પડે છે ત્યારે પાપમાંથી મુક્તિ મળે છે.

પતિ તરફના પ્રેમનું પ્રતીક:
મંગળસૂત્રની અંદર મોટાભાગે સ્ત્રીઓ મોરનું ચિન્હ જ રખાવતી હોય છે, મોર પ્રેમનું પ્રતીક છે અને આ ચિન્હનાં કારણે સ્ત્રીને પોતાના પતિ પ્રત્યે પ્રેમ અને લાગણી હમેશા જન્મતી રહે છે. મંગળસૂત્ર બનાવવામાં બીજા પણ ઘણા ચિન્હોનો ઉપયોગ થતો હોય છે. આ ચિન્હો પણ ખરાબ નજરથી બચાવવા અને પ્રેમ તેમજ લાગણી વધારવામાં મદદરૂપ બને છે.

સુખ સ્થાપત્ય લાવે છે:
જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે સુવર્ણ ગુરુના પ્રભાવમાં હોય છે, ગુરુને વૈવાહિક જીવનમાં ખુશી, સંપત્તિ તેમજ જ્ઞાન લાવનાર માનવામાં આવે છે. મંગળસૂત્રમાં રહેલો કાળો રંગ શનિદેવનું પ્રતીક માનવામાં આવે છે. જેના કારણે શનિદેવ સુખ અને કષ્ટોને નિવારણનું કામ કરે છે. ગુરુ અને શનિ વચ્ચે સંબંધ હોવાના કંજરને મંગળસૂત્ર વૈવાહિક જીવનની અંદર સુખ અને સ્થાપત્ય લાવનારું માનવામાં આવે છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.