જ્યોતિષ શાસ્ત્ર

તાંબાની અંગૂઠી પહેરવાથી થાય છે અદ્ધુત લાભ, ફાયદાઓ જાણીને થઇ જશો ખુશ

લોકોને જીવનમાં ઘણી બધી પ્રકારની સમસ્યાનો ભોગ બનવું પડતું હોય છે. વાસ્તુ દોષને કારણે સ્વાસ્થ્ય, આર્થિક, સામાજિક અથવા અન્ય પ્રકારની સમસ્યા થાય છે. ત્યારે ઘણી વાર વસ્તુ દોષના કારણે ઘણી ચમત્કારી ચીજ છે જેનો ઉપયોગ કરવાથી નુકસાનને લાભમાં પરિવર્તિત કરી શકે છે.

લોકો તેના ગ્રહોની શાંતિ અને દોષોને દૂર કરવા માટે અલગ-અલગ પ્રકારના ધાતુની વીંટી પહેરતા હોય છે. બધા ગ્રહો માટે અલગ-અલગ ધાતુ હોય છે. બધા ગ્રહોના રાજા સૂર્ય હોય છે.

Image Source

જ્યોતિષ શાસ્ત્રમાં તાંબા પહેરવાનું શુભ અને લાભકારી માનવામાં આવે છે. તો તાંબાને સૂર્યની ધાતુ માનવામાં આવે છે. તાંબાની વીંટી ગ્રહણ કરવાથી સૂર્યથી સંબંધિત બધા જ રોગો દૂર થાય છે. તાંબાની વીંટી પહેરવાથી કુંડલી દોષ શાંત થાય છે જે પરેશાનીઓનું મુખ્ય કારણ હોય છે.

આવો જાણીએ તાંબાની વીંટી પહેરવાના ફાયદા :

Image Source

તાંબાની વીંટી સૂર્યની આંગળી એટલે કે રિંગ ફિંગરમાં પહેરવી જોઈએ. જો તમારી કુંડળીમાં દોષ હોય તો તાંબાની વીંટી દોષ ઓછો કરવામાં મદદ કરશે.

તાંબાની વીંટી પહેરવાથી પેટથી જોડાયેલી બીમારી દૂર થાય છે.

તાંબાની વીંટી પહેરવાથી લગાતાર તે આપણા શરીરના સંપર્કમાં રહે છે, જેનાથી શરીરમાં તાંબામાં ઐષધીય ગુણ મળે છે. તાંબાની વીંટી પહેરવાથી લોહીને સાફ કરવામાં મદદરૂપ થાય છે.

જેવી રીતે તાંબાના વાસણમાં પાણી પીવાથી સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ હોય છે તેવી જ રીતે તાંબાની વીંટી પણ ફાયદો આપે છે.

Image Source

તાંબાની વીંટી પહેરવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ વધે છે, તે સાથે જ ત્વચાની ચમક પણ વધે છે.

સૂર્યને યશ અને સમ્માનનું પ્રતીક માનવામાં આવે છે. તેથી તાંબાની વીંટી પહેરવાથી વ્યક્તિને સમાજમાં પદ પ્રતિષ્ઠા અને સમ્માનની પ્રાપ્તિ થાય છે.

તાંબાની વીંટી પહેરવાથી હ્ર્દય સંબંધિત રોગની આશંકા ઓછી થાય છે.

Image Source

તાંબાની વીંટી પહેરવાથી માનસિક અને શારીરિક તનાવ પણ ઓછો થાય છે સાથે જ ગુસ્સા પર પણ નિયંત્રણ રહે છે.

જે વ્યક્તિના શરીરમાં કોપરની કમી હોય છે તે લોકોએ તાંબાની વીંટી અથવા કડુ પહેરવું જોઈએ.

તાંબાની વીંટી પહેરવાથી શુભ ફળ મળે છે અને જીવનમાં આવનારી નકારાત્મક પરિસ્થિતિઓ સમાપ્ત થાય છે.

Image Source

તાંબાની વીંટી પહેરવાથી આર્થિક સંકટ નથી આવતું સાથે જ વીંટી પહેરવાથી આર્થિક સંકટો સામે લડવાની તાકાત મળે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.