હેલ્થ

7 બીમારીઓ ગાયબ થઇ શકે છે, હળદર, ઘી અને મરીનું આ ચમત્કારી મિશ્રણ આવી રીતે બનાવો

કદાચ આપણને બધાને જ એ વાતની જાણકારી નથી હોતી અને ન આપણે એ માનવા તૈયાર થઈએ છીએ કે આપણા રસોડામાં જ એવી ઘણી વસ્તુઓ હાજર છે એક જેનાથી આપણે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓના નિવારણ માટે ઉપચાર તરીકે વાપરી શકીએ છીએ.

Image Source

ઘણીવાર બીમાર પાડવા પર નાની-દાદીએ આપણને ઘરેલુ ઘણા નુસખાઓ વિશે જણાવ્યું હશે અને તેને ઉપયોગમાં પણ લાવ્યા હોઈશું. પરંતુ હવે એવું થઇ ગયું છે કે આપણે આ ઘરેલુ નુસખાઓ અજમાવવાના ઓછા કરી દીધા છે અને આપણે હવે બજારમાં ઉપલબ્ધ દવાઓ પર નિર્ભર થવા લાગ્યા છીએ. પણ આ ઘરેલુ નુસખાઓ અપનાવવાથી આપણે ઘણી બીમારીઓથી બચી શકીએ છીએ.

Image Source

આપણા જ રસોડામાં હાજર ઘી, હળદર અને મરી એવું વસ્તુ છે કે જે એકલા ખૂબ જ સારા છે પણ એક સાથે એમનું મિશ્રણ અદભૂત છે. આ પણ દાદી-નાનીના નુસ્ખાઓમાંથી જ એક છે જે એક નહિ પણ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ મદદ કરે છે, જેમ કે પાચન, પેટ ફૂલવું જેવી સમસ્યા સાથે લડવામાં મદદ કરે છે.

Image Source

પાચનને વધારે છે –
પેટની ગડબડ અને નબળા પાચનને કારણે તમારે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. કારણ કે મોટાભાગના રોગો તમારા પાચનથી શરૂ થાય છે. આંતરડાની ગડબડ તમારા આરોગ્ય અને તમારી દૈનિક પ્રવૃત્તિઓને અસર કરે છે અને અપચાનું કારણ પણ બની શકે છે.

Image Source

એવામાં હળદર, ઘી અને કાળા મરી તમારા પાચનમાં વધારો કરવામાં મદદ કરે છે. ઔષધીય ગુણધર્મોથી સમૃદ્ધ, હળદરમાં એન્ટી-ઇન્ફ્લેમેટરી અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે, જ્યારે ઘીમાં હેલ્ધી ફેટી એસિડ હોય છે અને કાળા મરીમાં ડિટોક્સીફાઈંગ ગુણ હોય છે. આ ત્રણ વસ્તુઓનું મિશ્રણ શરીરમાંથી ઝેર દૂર કરે છે અને પેટની તંદુરસ્તી સુધારે છે અને તમારી પાચન શક્તિ વધારે છે.

Image Source

શરીરના સોજાને દૂર કરે –
ઘણી વખત શરીરમાં અથવા શરીરના કોઈ એક ભાગમાં સોજો આવે છે, ત્યારે આ સોજાને અવગણશો નહીં. કારણ કે ક્રોનિક સોજાના ઘણા કારણો હોઈ શકે છે જેમાં ડાયાબિટીસ, લીવર, કિડનીની સમસ્યા, હાર્ટ એટેક, કેન્સર તેમજ હાડકાંના સ્વાસ્થ્યને લગતા રોગો જેવા કે ઘૂંટણનો દુઃખાવો, સાંધાનો દુઃખાવો વગેરે હોઈ શકે છે. એવાં જો તમને શરીરમાં સોજો લાગે છે, તો પછી તમે ઘી, હળદર અને કાળા મરીના મિશ્રણનું સેવન કરીને સોજો દૂર કરી શકો છો.

Image Source

હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક –
હળદર, ઘી અને કાળા મરીનું મિશ્રણ શરીરમાં એન્જીયોજેનેસિસને પ્રોત્સાહન આપે છે, જે એક એવી પ્રક્રિયા છે કે જે શરીરને નવી રક્ત વાહિનીઓ ઉત્પન્ન કરવાની મંજૂરી આપે છે. તે રક્ત પરિભ્રમણને વધારીને હૃદયના આરોગ્યને પ્રોત્સાહિત કરવામાં મદદગાર છે. આ ઉપરાંત, તે ઊંઘ ચક્રને નિયમિત કરવામાં અને અંગના નુકસાનના જોખમને ઘટાડવામાં પણ મદદ કરે છે. ઘી, હળદર અને કાળા મરીનું સેવન કરવાથી શરીરમાં એન્જીઓજેનેસિસને પ્રોત્સાહન મળે છે.

Image Source

માથા માટે ફાયદાકારક –
હળદર, ઘી અને કાળા મરીના મિશ્રણથી તમારા મગજનું આરોગ્ય પણ વધુ સારું થવામાં મદદ મળે છે. કાળા મરી અને ઘી હળદરમાં હાજર કર્ક્યુમિનનું ઝડપી શોષણ કરવામાં મદદ કરે છે. તે મગજનું સ્વાસ્થ્ય અને યાદશક્તિ તથા ડિમેન્શિયા અને માનસિક વિકારોનું જોખમ ઘટાડે છે.

Image Source

ડીએનએને થતા નુકશાનથી બચાવે છે –
પ્રદુષણ, દવા, અલ્ટ્રાવાયોલેટ કિરણો તથા અન્ય કારણોથી ડીએનએને નુકશાન થાય છે. આ હળદર, ઘી અને કાળા મરીનું મિશ્રણ આપણા ડીએનએને નુકશાનથી બચવામાં પણ મદદ કરે છે.

તો હવે ધ્યાનમાં રાખજો કે હળદર, ઘી અને કાળા મરીનું મિશ્રણ આપણા શરીર માટે કેટલું ફાયદાકારક છે અને આનું સેવન કરજો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.