હેલ્થ

શિયાળામાં પીઓ આ જ્યુસ, થશે એવા ગજબના ફાયદા કે જાણીને અત્યારે જ પીવા લાગશો

મિત્રો પાલક ખાવાના ફાયદા વિષે તો તમે જાણતા જ હશો. પાલકમાંથી વિટામિન એ, સી, ઈ, કે, અને બી કોમ્પ્લેક્સ સારા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત પાલકમાંથી મેગેઝીન, કેરોટીન, આર્યન, આયોડિન, કેલ્શિયમ, મેગ્નીશિયમ, પોટેશિયમ, સોડિયમ, ફોસ્ફોરસ અને પૂરતા પ્રમાણમાં એમિનો એસિડ પ્રાપ્ત થાય છે.

Image Source

પાલક ખાવાથી મળતા તત્વો ઘણી બધી બીમારી સામે રક્ષણ આપે છે. કહેવામાં આવે છે કે, પાલકને કોઈપણ રીતે ઉપયોગમાં લઇ શકાય છે. પણ શું તમને ખબર છે કે પાલકના જ્યુસ પીવાથી પણ ખુબ જ ફાયદો થાય છે. ઠંડીની ઋતુમાં પાલકનો જ્યુસ પીવાથી ઘણા બધા ફાયદા થાય છે જેના વિશે તમે જાણીને પણ ચોંકી જશો.

તો ચાલો જણાવીએ આવી શિયાળામાં પાલકનો જ્યુસ પીવાના ફાયદા.

1. વજન ઘટાડે

Image Source

જો તમે વજન ઘટાડવા માંગતા હોવ તો તમારે પાલકનો જ્યુસ પીવો જોઈએ. પાલકનું જ્યુસ સરળતાથી વજન ઘટાડવામાં મદદ કરે છે. એક રિસર્ચમાં આ વાત સાબિત થઇ છે કે, પાલકમાં ભરપૂર પ્રમાણમાં ફાયબર હોય છે તેથી પાલક બીજા ખોરાકને સરળતાથી પચાવી નાખે છે અને શરીરમાં ચરબી એકઠી થતા રોકે છે.

2. ત્વચા માટે

Image Source

જો તમને ત્વચાને લગતી કોઈપણ સમસ્યા હોય તમારે પાલકનો જ્યુસ એક સારી દવા તરીકે કામ કરે છે. કેમ કે પાલકનો જ્યુસ તમારા ચહેરો નિખારવામાં મદદ કરે અને પાલકનો જ્યુસ તમને સ્વસ્થ દેખાવવામાં પણ મદદ કરે છે. પાલકના જ્યૂસના સેવનથી ત્વચાના રોગો જેમકે ખીલ, કાળા ધબ્બા દૂર કરવામાં પણ મદદ કરે છે.

3. ગર્ભવતી મહિલાઓ માટે

Image Source

પાલકનો જ્યુસ ગર્ભવતી મહિલાઓ માટે ખુબ જ સારા ગણાય છે. ડોક્ટર પણ ગર્ભવતી મહિલાઓને પાલકનો જ્યુસ પીવાની સલાહ આપે છે. પાલકનો જ્યુસ બાળકના વિકાસમાં મદદ કરે છે.

4. કેન્સરથી મુક્તિ

Image Source

પાલકનો જ્યુસ પીવાથી કેન્સર જવી જીવલેણ બીમારીથી મુક્તિ મળી શકે છે. ઘણા બધા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, પાલકના જ્યુસમાં ક્લોરોફિલ અને ફ્લેવોનોઈડ્સ પ્રાપ્ત થાય છે જે કેન્સરની કોશિકાઓને ખતમ કરવામાં મદદ કરે છે.

5. ઝારી તત્વો સામે રક્ષણ

Image Source

પાલકનો જ્યુસ પાચન ક્રિયાને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. તે શરીરના ઝારી પદાર્થોને બહાર નીકાળવામાં મદદ કરે છે. જો તમને કબજિયાતની બીમારી હોય તો તમારે પાલકનો જ્યુસ પીવાનું ચાલુ કરી દેવું જોઈએ.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.