સૂકી દ્રાક્ષ એ પોષક્તત્વોનો ભંડાર છે. બીજા બધા જ સૂકા મેવાની જેમ સૂકી દ્રાક્ષ પણ ખુબ જ ફાયદાકારક છે. પરંતુ હજુ ઘણા લોકો તેના ફાયદાઓથી અજાણ છે. આજે અમે તમને પલાળેલી દ્રાક્ષના ફાયદાઓ વિશે જણાવીશું. સૂકી દ્રાક્ષનું સેવન કરવા માટે સૌથી સારી રીત એ છે કે તમે દ્રાક્ષનો પલાળીને ઉપયોગ કરો. માત્ર એક કપ પાણીની અંદર 8-10 દ્રાક્ષને આખી રાત પલાળીને રાખવાની છે અને સવારે તેને સારી રીતે ભેળવી ખાલી પેટે પી લેવાની છે.

સૂકી દ્રાક્ષની અંદર રહેલા પોષક તત્વો:
સૂકી દ્રાક્ષની અંદર આયરન, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નનેશિયમ અને ફાયબર ભરપૂર માત્રામાં છે. માટે તેને સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણાકારી માનવામાં આવે છે. સૂકી દ્રાક્ષની અંદર પ્રાકૃતિક ખાંડની પણ ઉંચી માત્રા હોય છે. સૂકી દ્રાક્ષમાં વધારે પ્રમાણમાં કેલેરી પણ હોય છે. માટે તેનો સીમિત માત્રામાં ઉપયોગ કરવો જોઈએ. આજે અમે તમને પલાળેલી સૂકી દ્રાક્ષ અને તેના પાણી પીવાથી થતા સ્વાસ્થ્ય વિશેના લાભ વિશે જણાવીશું.

લીવર રહેશે સ્વસ્થ:
સૂકી દ્રાક્ષ એ ડ્રાયફ્રુટમાંથી એક છે જે શરીરની અંદર રહેલા વિષેલા પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે અને લીવર ઉપર તેનો પ્રભાવ થવાથી બચાવે છે. સૂકી દ્રાક્ષના પાણીથી લીવર હંમેશા રોગમુક્ત રહે છે.

પાચનશક્તિ રહેશે સારી:
સૂકી દ્રાક્ષને પોતાના નિયમમીત આહારમાં ઉપયોગ કરવાથી ડાઈજેશનની સમસ્યાથી છુટકારો મળે છે. દ્રાક્ષની અંદર ફાયબર રહેલું છે. તેને તમે એક કપ પાણીની અંદર 1થી 12 જેટલી દ્રાક્ષ રાત્રે પલાળી સવારે પીવાથી પેટ સાફ થઇ જાય છે.

રોગ પ્રતિકારક શક્તિમાં કરે છે વધારો:
પલાળેલી સૂકી દ્રાક્ષની અંદર બધા જ પ્રકારના પૌષ્ટિક તત્વો રહેલા છે જેના સેવનથી તમારી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. સાથે જ તે બેક્ટિરિયા અને સંક્ર્મણ સામે લડવામાં પણ મદદ કરે છે.

મોઢાની દુર્ગંધ કરે છે દૂર:
જો તમારા મોઢામાંથી પણ દુર્ગંધ આવતી હોય તો સૂકી દ્રાક્ષના સેવાથી તે દૂર થઇ શકે છે. ખાસ કરીને જો કોઈ મહિલાના મોઢામાંથી દુર્ગંધ આવી રહી હોય તો તેમને નિયમિત રૂપે દ્રાક્ષનું સેવન કરવું જોઈએ.

કેન્સરથી બચાવે છે:
સૂકી દ્રાક્ષની અંદર એટલી ક્ષમતા રહેલી છે કે જો કોઈના શરીરમાં કેન્સર સેલ ડેવલોપ થઈ રહ્યા હોય તો તેને રોકે છે અને તમને સ્વસ્થ બનાવે છે. સૂકી દ્રાક્ષની અંદર કેચીન્સ વધારે માત્રામાં હોય છે જે લોહીમાં મળી આવતા પોલીફેનોલિક એન્ટીઓક્સીડેન્ટ છે.

હાઈપરટેંશનથી બચાવે છે:
વિશેષજ્ઞોનું માનવું છે કે સૂકી દ્રાક્ષના સેવનથી તમે હાઇપરટેંશનની સ્થિતિ સામે લડી શકો છો. સૂકી દ્રાક્ષમાં ઘણા જ પોષક તત્વો છે. એ રીતે તેમાં પોટેશિયમ પણ છે. તેનું સેવન હાઇપરટેંશનની સ્થિતિમાં સુધારો કરે છે.

એનિમિયાથી બચાવે છે:
એવું પણ માનવામાં આવે છે કે સૂકી દ્રાક્ષના સેવનથી તમે એનિમિયાથી પણ લડી શકો છો. દ્રાક્ષ આયરનનો સૌથી શ્રેષ્ઠ સ્ત્રોત છે. સાથે જ તેમાં વિટામિન બી કોમ્લેક્સ પણ મળી આવી છે. આ બધા જ તત્વો રક્ત ફર્મેશનમા ઉપયોગી છે. એટલું જ નહીં તેમાં કોપર પણ હોય છે જેનાથી રેડ બ્લડ સેલ્સ બનાવવામાં મદદ મળે છે. માટે સૂકી દ્રાક્ષનું નિયમિત સેવન કરવું જોઈએ.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.