હેલ્થ

રાત્રે ડાબા પડખે સુવાથી શરીરમાં શું થાય છે જાણો અત્યારે જ, નહિ તો…

આજની વ્યસ્ત જીવનશૈલીમાં આપણો આખો દિવસ કામકાજમાં વિતતો હોય છે, આ આખા દિવસમાં આપણા ખાવા-ખાવાની રીત આપણા સ્વાસ્થ્ય પર અસર કરે છે. આખો દિવસ કામ કર્યા પછી આપણે કેવી રીતે સૂઈએ છીએ,

તે આરામદાયક છે કે નહીં, આપણે કઈ દિશામાં સૂઈએ છીએ, આ બધાની અસર પણ આપણા સ્વાસ્થ્ય પર પડે છે. બધા લોકોની ઊંઘવાની રીત એકબીજાથી અલગ હોય છે. કેટલાક લોકોને જમણી બાજુ સૂવું ગમે છે, તો કેટલાક લોકો ડાબી બાજુ વધુ સૂવે છે. પણ તમારી ઊંઘવાની રીત તમારા સ્વાસ્થ્ય પર ઘણી અસર કરે છે. એટલે જ આજે અમે તમને આવી ઊંઘવાની સ્થિતિ વિશે જણાવી રહ્યાં છીએ, જે સ્વાસ્થ્યને સુધારવામાં ખૂબ મદદરૂપ સાબિત થાય છે.

Image Source

સૂતી વખતે આપણે ડાબી બાજુ ફરીને સૂવું જોઈએ, ડાબા પડખે સૂવું આપણા સ્વાસ્થ્ય માટે ઘણું સારું સાબિત થાય છે. જો કે આખી રાત કોઈ એક જ બાજુ ફરીને સૂવું શક્ય નથી. નિંદ્રામાં આપણે ઘણીવાર પડખાઓ ફરીએ છીએ.

ખરેખર, આપણને જે સ્થિતિમાં આરામ મળે છે એ સ્થિતિમાં સુઈ જઈએ છીએ. પણ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ડાબી બાજુ ફરીને સૂવું ઘણી સારી વાત છે. તે પેટની ઘણી સમસ્યાઓ જેવી કે પેટનું ફૂલવું, પેટમાં ગેસ બનવો અથવા એસિડિટીમાં રાહત આપે છે.

Image Source

ડાબા પડખે ફરીને ઊંઘવાના થાય છે આ ફાયદાઓ –

– આયુર્વેદમાં ડાબે પડખે ઉંઘવાને સૌથી શ્રેષ્ઠ પોઝિશન કહેવામાં આવી છે. આયુર્વેદ અનુસાર, ડાબી બાજુ ફરીને ઊંઘવાથી સ્વાસ્થ્ય સારું રહે છે, શરીરના બધા જ અંગો સારી રીતે કામ કરે છે.

શરીરના જુદા-જુદા અંગો અને મગજ સુધી રક્તની સાથે ઓક્સિજનનો પ્રવાહ પણ ઠીક રીતે થાય છે અને શરીરના બધા જ અંગો સ્વસ્થ રહે છે. સાથે જ આ રીતે ઊંઘવાથી થાક લાગતો નથી અને ઊંઘ સારી આવે છે.

Image Source

– ડોકટરોના જણાવ્યા મુજબ, ડાબી બાજુ સૂવાથી શરીરમાં એકઠા થતાં ટોક્સિન્સ ધીમે ધીમે લસિકા તંત્ર દ્વારા દૂર થાય છે. ડાબી બાજુ સૂવાથી આપણા લીવર પર કોઈ દબાણ આવતું નથી, તેથી આ ટોક્સિન્સ શરીરમાંથી બહાર નીકળવામાં સફળ થાય છે.

Image Source

– ડાબી બાજુ ફરીને સૂવાનો બીજો ફાયદો આપણા પાચક તંત્રને મળે છે. આ રીતે, સૂવાથી, પેટ અને અગ્નાશય જે ખોરાકને પચાવવાનું કામ કરે છે, તે પોતાનું કાર્ય આરામથી કરે છે. ઉત્સેચકો યોગ્ય સમયે અગ્નાશયમાંથી બહાર નીકળવાનું શરૂ કરે છે.

ખાધેલો ખોરાક પણ આરામથી પેટમાંથી નીચે પહોંચી જાય છે અને ખોરાકનું પાચન થાય છે. જો કોઈના પાચનમાં ગડબડ હોય તો અને અપચાની ફરિયાદ હોય તો તેણે ડાબી બાજુ ફરીને સૂવું જોઈએ. તેનાથી થતા ફાયદાઓનો જાતે અનુભવ કરી શકશો.

Image Source

– ડાબા પડખે ઊંઘવાથી જયારે પાચનતંત્ર મજબૂત થઇ જાય છે ત્યારે સવારે સરળતાથી તમારું પેટ સાફ થઇ જાય છે. ડાબા પડખે ઊંઘવાથી ગુરુત્વાકર્ષણ ખોરાકને નાના આંતરડાથી મોટા આંતરડા સુધી લઈ જવામાં મદદ કરે છે. એટલે જ સવારે તમારું પેટ સરળતાથી સાફ થઇ જાય છે. અને વ્યક્તિને પેટ સંબંધી સમસ્યાઓ થવાનો ખતરો ઘટી જાય છે.

Image Source

– ડોકટરો અનુસાર, ગર્ભવતી મહિલાઓએ વધુ સમય માટે ડાબા પડખે ઊંઘવું જોઈએ, ગર્ભાવસ્થા દરમ્યાન ડાબી તરફ ફરીને ઊંઘવાથી મહિલાઓની કમર પર પ્રેશર ઓછું પડે છે અને સાથે જ ગર્ભાશય અને ભ્રુણમાં રક્તનો પ્રવાસ સારી રીતે થાય છે.

ડાબી તરફ ઊંઘવાથી બધા જ ન્યુટ્રીએંટ્સ પ્લેસેન્ટા સુધી સરળતાથી પહોંચે છે. આ સિવાય તમારી કિડનીને કામ કરવામાં પણ મદદ કરે છે, અને હાથ-પગમાં સોજા આવવાની શક્યતા પણ ઓછી થઇ જાય છે.

Image Source

– ડાબી બાજુ ઊંઘવાથી આપણા લીવર સિવાય કિડનીને પણ ફાયદો થાય છે, તેના પર પ્રેશર પડતું નથી, જેથી પેટનું જે એસિડ હોય છે અને ઉપરના બદલે નીચે જાય છે અને એને કારણે જ પેટમાં એસીડીટી અને છાતીમાં બળતરાની સમસ્યા ઘટી જાય છે.

Image Source

– આપણું હૃદય ડાબી બાજુ હોય છે અને જયારે આપણે એ બાજુ ફરીને ઊંઘીએ છીએ ત્યારે એનાથી હૃદય પર પ્રેશર ઓછું આવે છે અને હૃદય સ્વસ્થ રહે છે. આ સિવાય ડાબી તરફ ઊંઘવાથી નસ્કોરાની સમસ્યા ઘટી જાય છે. ડાબી તરફ ઊંઘવાથી જીભ અને ગળું ન્યુટ્રલ પોઝિશનમાં રહે છે, જેથી રાતે ઊંઘતા સમયે શ્વાસ લેવામાં તકલીફ થતી નથી.

Image Source

– આ બધા જ ફાયદાઓ સિવાય ડાબી બાજુ ઊંઘવાથી ગરદન અને કમરના દુખાવાથી પણ રાહત મળે છે અને અલ્ઝાઈમરનો ખતરો પણ ઘટે છે.

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.