શનિદેવ એક એવા દેવતા છે જો તેમની ખરાબ દ્રષ્ટિ જે વ્યક્તિ પર પડે તો તે વ્યક્તિના જીવનમાં ખુબ જ તકલીફો આવે છે. તે વ્યક્તિના જીવનમાં કોઈને કોઈ તકલીફમાં પડે છે અને તેનું કોઈ પણ કામ સરતાથી પૂરું થતું નથી. શનિ દેવની ખરાબ નજરનેકારણે રાજાઓના વૈભવ પણ નષ્ટ થઇ ગયા છે. જે કોઈ વ્યક્તિ પર શનિદેવની સાડાસાતીની દશા ચાલી રહી હોય તો તે વ્યક્તિના જીવનમાં ખુબ જ દુઃખ અને કષ્ટ આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવ ખુબ જ ક્રૂર દેવ ગણવામાં આવે છે.

શનિદેની ખરાબ નજરથી બચવા માટે ઘણા લોકો શનિવારના દિવસે વ્રત રાખે છે અને શનિદેવની પૂજા કરે છે આમ તો તમે શનિવારે વ્રત ગમે ત્યારે ચાલુ કરી શકો છે પરંતુ તમે શ્રાવણ માસના શનિવારે વ્રત ચાલુ કરો તે તેનું ખાસ મહત્વ માનવામાં આવે છે.
આજે અમે તેમને શનિવારે વ્રત કેવી રીતે અને તેનેથી ક્યા ક્યા લાભ મળશે તેના વિષે જણાવીએ.
શનિવારે વ્રતની વિધિ:
જો તમે શનિવાર વ્રત રાખવા માંગતા હોવ તો તમારે વહેલી સવારે એટલે કે બ્રહ્મ મુહર્તમાં ઉઠવું પડેશે અને તેને પછી તમારે નદી અથવા કૂવાના પાણી વડે સ્નાન કરવાનું રહેશે.
સ્નાન કાર્ય પછી પીપળાના ઝાડ પર પાણી ચડાવવાનું.

શનિવારે વ્રત પૂજામાં લોખંડની બનેલી શનિદેવતાની મૂર્તિ લો અને તેને પંચામૃતથી સ્નાન કરો, તે પછી તમારે ચોખા વડે 24-પક્ષીય કમળ પર શનિદેવતાની મૂર્તિ સ્થાપિત કરવી અને કાળા તલ, ધૂપ, કાળા કપડા, ફૂલો અને તેલ વગેરેથી શનિદેવની પૂજા કરો.
તમારા હાથમાં ચોખા અને ફૂલો લઈને ભગવાન શનિદેવની વ્રત કથા સાંભળવી જોઈએ અને પૂજા કરતી વખતે તમારે કાળા કપડા પહેરવા.
જ્યારે તમે શનિદેવતાની ઉપાસના કરો છો, ત્યારે તમારે શનિદેવતાના 10 નામો કોળસ્થ, કૃષ્ણ, સૌરી, પિપ્પલાદ, યમ, પિંગલો, રૌદ્રાન્તક, બભ્રુ, મંદ, શનૈશ્ચરનું ઉચ્ચારણ કરવું અને પૂજા-સમાપ્તિ પછી પીપળાના વૃક્ષના થડ પર સુતનો દોરો લઈને પરિક્રમા કરવી.
જયારે તમે પીપળાના વૃક્ષની પરિક્રમા પુરી કરી લો ત્યારે “शनैश्चर नमस्तुभ्यं नमस्ते त्वथ राहवे।, केतवेअथ नमस्तुभ्यं सर्वशांतिप्रदो भव॥” મંત્રની સાથે શનિદેવની પ્રાર્થના કરવી.

વ્રતના દિવસે તમારે કાળા કૂતરા અને કાગડાને તેલ, રોટલી અને ગુલાબ જામુન ખવડાવવા જોઈએ, આનો લાભ તમને થશે.
શનિવારના વ્રત કરવાના ફાયદાઓ:

જો તમે શનિવારનું વ્રત કરો અને આ દિવસે શનિદેવની પૂજા કરો છો, તો તેનાથી શનિદેવને દૃષ્ટિથી સુરક્ષિત રહો છે એટલું જ નહીં, શનિવારનું વ્રત કરવાથી રાહુ અને કેતુની દૃષ્ટિથી પણ સુરક્ષિત રહેશે.
શનિવારનું વ્રત કરવાથી, તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે. જો તમે શનિવારે વ્રત કરી રહ્યા છો અને વ્રત દરમિયાન શનિ સ્ત્રોત વાંચો છો, તો તેનથી ધન અને સંપત્તિને સુખ મળે છે, સામાજિક ક્ષેત્રે આદર પ્રાપ્ત થયા છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.