અજબગજબ

છોડને હંમેશા લીલોછમ રાખવા માટે ઉપયોગ કરો ચોખાનું પાણી, જાણો ફાયદાઓ

ચોખાના પાણીને ફેંકો નહીં, પરંતુ તેને બગીચામાં ઉપયોગ કરીને છોડને લીલાછમ બનાવો

આપણે ત્યાં મોટાભાગના ઘરોમાં ચોખા રાંધવામાં આવે છે. ચોખા રાંધતી વખતે આપણે તેને 2-3 વાર પાણીથી સાફ પણ જરૂર કરીએ છીએ. ત્યારબાદ એ પાણીને ફેંકી દેવામાં આવે છે. આજ રીતે ચોખા બફાઈ ગયા બાદ પણ તેમાંથી નીકળતું જાડું પાણી પણ આપણે ફેંકી દેતા હોઈએ છીએ. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે ચોખાનું પાણી ના ફક્ત ત્વચા અને વાળને પોષિત કરે છે, પરંતુ છોડને પણ લીલાછમ રાખી શકે છે.

તમે ચોખાના પાણીથી છોડ માટે ઇન્સેક્ટીસાઇટ અને ખાતર બનાવી શકો છો. ચાલો કેવી રીતે એ અમે તમને જણાવીએ.

Image Source

ત્રણ પ્રકારે બનાવો ચોખાનું પાણી
ઇન્સેક્ટીસાઇટ કે ચોખાના પાણીને જમવાનું બનાવતા પહેલા તમારે સૌથી પહેલા ચોખાનું પાણી કાઢી લેવું. તેની ત્રણ સરળ રીતો છે.

Image Source

1. જયારે તમે ચોખાને પાણી દ્વારા ધોવો છો તો ત્યારે તેમાંથી નીકળતા પાણીને ફેંકી દો છો. પરંતુ તમારે તેને ફેંકવાનું નથી. પરંતુ તમારે તેને સાચવીને રાખવાનું છે. તેનાથી તમે ઇન્સેક્ટીસાઇટ અને વૃક્ષ માટે ખાતર બનાવી શકો છો.

Image Source

2. જો તમે ચોખાને પહેલીવાર ધોતી વખતે પાણીને સાચવવાનું ભુઇ ગયા છો તો તમે જે ચોખાને 15-20 મિનિટ સુધી પલાળીને રાખો છો તે પાણીનો ઉપયોગ પણ કરી શકો છો. એ પાણીના ઉપયોગ પણ ઇન્સેક્ટીસાઇટ અને વૃક્ષ માટે ખાતર બનાવવામાં કરી શકો છો.

Image Source

3. ચોખાના પાણીથી ઇન્સેક્ટીસાઇટ અને વૃક્ષ માટે ખાતર બનાવવાની એક બીજી પણ રીત છે. ચોખાને રાંધી લીધા બાદ તમે જે પાણી ચોખામાંથી કાઢો છો તેને પણ તમે છોડમાં નાખી શકો છો.

Image Source

ચોખાના પાણીના ફાયદા:
ચોખાનું પાણી છોડ માટે એટલા માટે ફાયદાકારક હોય છે કારણ કે આ છોડની જડોમાં ખુબ જ મહત્વપૂર્ણ બેક્ટેરિયા Lac-to Bacilli પહોચાવે છે. ચોખાના પાણીમાં 7 પ્રોટીન, 30 ફાયબર અને 15 એમિનો એસિડ હોય છે. તેમાં 25% કેલ્શિયમ, 45% ફાસ્ફોરસ, 45% આયરન, 11% ઝીંક, 41% પોટેશિયમ પણ હોય છે.  તેમાં ઘણા પ્રકારના વિટામિન પણ હોય છે. આ બધા જ તત્વો છોડને લીલોછમ રાખવાની સાથે તેમાં કીડા પણ નથી લાગવા દેતું. તમે ચોખાના પાણીને કોઈપણ છોડમાં નાખી શકો છો.

Image Source

ચોખાના પાણીનું ખાતર કેવી રીતે બનાવવું:
ચોખાના પાણીને તમારે થોડા દિવસ સુધી ભેગું કરવાનું રહેશે. આ પાણીને પ્લાસ્ટિકની બાલ્ટીમાં ભેગું કરી એવી જગ્યાએ રાખો જ્યાં તડકો ના આવતો હોય. જે બાલ્ટીમાં તમે ચોખાનું પાણી ઇન્સેક્ટીસાઇટ અથવા છોડ માટે ખાતર બનાવવા માટે રાખ્યું છે તેને એવી રીતે ઢાંકવું કે તેમાં હવા લાગી શકે. આ પાણીને તમે 10-15 દિવસ સુધી જ એમ જ રહેવા દો. પાણીમાંથી જયારે ખમીર ઉઠવા લાગે ત્યારે તમે તેને છોડમાં નાખી શકો છો.

Image Source

જો તમારા ઘરમાં પણ ગાર્ડન છે તો બજારમાંથી છોડ માટે મોંઘા ઇન્સેક્ટીસાઇટ અને ખાતર ખરીદવાની જગ્યાએ ચોખાનું ખમીર ઉઠેલું પાણી નાખવાનું શરૂ કરો. તેનાથી તમારા છોડ ક્યારેય નહિ સૂકાય.