હેલ્થ

પીળા દાંતથી પરેશાન છો? તો આપનાવો આ ઘરેલુ ઉપાય, મળશે થોડા જ સમયમાં પીળા દાંતથી છુટકારો

આપણા દાંત જેટલા સ્વચ્છ હશે આપણે એટલું જ સુંદર હસી શકીશું, લોકોને મળી શકીશું, સરળતાથી વાત કરી શકીશું કારણ કે પીળા અને દાગ ધબ્બા વાળા દાંત જોવા કોઈને નથી ગમતા અને જયારે આવા દાંત હોઈ ત્યારે આપણે ઇચ્છવા છતાં પણ પોતાનું મોઢું નથી ખોલી શકતા.

Image Source

ચોખ્ખા દાંત એ સારી પર્સનાલિટીની નિશાની છે. પરંતુ ઘણા લોકોને દાંત પીળા પડી જવાની સમસ્યા રહેતી હોય છે. કોઈ વ્યસન જેવા કે તમાકુ, બીડી, સિગારેટ, શરાબ, સોપારીના કારણે દાંત પીળા થઇ જાય છે તો કેટલાક લોકોને વધુ પડતી ચોકલેટ ખાવાથી પણ આ સમસ્યા ઉદભવે છે. ઘણા લોકોનું શરીર એવું હોય છે કે એમને કોઈપણ વ્યસન ના હોવા છતાં પણ દાંતમાં પીળાશ આવવાની સમસ્યા રહેતી હોય છે.

Image Source

તો દાંતમાં આવેલી આ પીળાશને દૂર કરવા માટે અમે તમારી માટે આજે કેટલાક ઘરેલુ ઉપાયો લઈને આવ્યા છે જેનો ઉપયોગ તમે બ્રશ કરતા સમયે કે નવરાશના સમયે કરશો તો તમારા દાંતની પીળાશ દૂર થશે અને તે મોતીઓની જેમ ચમકવા પણ લાગશે.

Image Source

1. સરસવનું તેલ અને હળદર:
સરસવના તેલ સાથે હળદર ભેળવીને દાંત સાફ કરવા માટે તમારે અડધી ચમચી હળદરના પાઉડરમાં એટલું જ સરસવનું તેલ મિક્સ કરીને એક પેસ્ટ તૈયર કરી લેવી. આ પેસ્ટને આંગળીથી પોતાના દાંત ઉપર લગાવીને સારી રીતે મસાજ કરવું.  આની પેસ્ટનો ઉપયોગ નિયમિત કરવાથી દાંતની પીળાશ થોડા જ સમયમાં દૂર થઇ જશે.

Image Source

2. મીઠાનો ઉપયોગ:
દાંતને મજબૂત બનાવવા માટે સૌથી વધુ ફાયદાકારક મીઠું માનવામાં આવે છે. જેના કારણે આજકાલ બજારમાં મીઠા વાળી ટૂથપેસ્ટ પણ મળતી હોય છે. તેના માટે તમારે અડધી ચમચી સરસવના તેલમાં ચપટી ભરીને મીઠું ઉમેરી એક પેસ્ટ બનાવી લેવી. હવે આ પેસ્ટથી દાંતની સફાઈ કરવી. તેનાથી પણ દાંતની પીળાશ દૂર થશે.

Image Source

3. ફક્ત સરસવનું તેલ:
દાંત અને પેઢાની તકલીફથી છુટકારો મેળવવા માટે સરસવનું તેલ પણ ખુબ જ ફાયદાકારક છે. જેના માટે થોડું સરસવનું તેલ પોતાની આંગળી ઉપર લઈને દાંત અને પેઢા ઉપર તેનાથી મસાજ કરવું. ત્યારબાદ એક બે મિનિટ સુધી એમ જ રહેવા દેવું. અને પછી સામાન્ય ગરમ પાણીથી કોગળા કરી લેવા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.