જ્યોતિષ શાસ્ત્ર

ગુરુવારે હળદરના આ ઉપાય તમારા જીવન માટે ખુબ અસરકાર રહેશે, દુઃખ અને તકલીફો દૂર થશે

સમય પ્રમાણે, દરેક વ્યક્તિના જીવનમાં ઘણા ઉતાર-ચડાવ આવે છે, કેટલીકવાર વ્યક્તિનું જીવન ખુશીઓથી ભરેલું હોય છે, તો ક્યારેક તેના જીવનમાં નાની-મોટી મુશ્કેલીઓ આવવા લાગે છે. તમે બધાએ આ સાંભળ્યું જ હશે. કે જો વ્યક્તિની કુંડળીમાં કોઈ પણ પ્રકારનો દોષ હોય તો તે વ્યક્તિના જીવનમાં ઘણી સમસ્યાઓ ઉભી કરે છે, કુંડળીમાં દોષ હોવાને કારણે, વ્યક્તિના જીવનમાં ઘણી સમસ્યાઓ અને અવરોધો આવતા હોય છે. પરંતુ તે મોટાભાગના લોકો બધી વસ્તુઓ સમજી શકતા નથી અને તેમની કુંડળીમાં રહેલી ખામીને સુધારવા માટે તેઓએ શું કરવું જોઈએ? તેઓ આ વસ્તુથી વાકેફ નથી.

Image Source

જ્યોતિષ શાસ્ત્રમાં આવા ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેની મદદથી તમે તમારા જીવનની મુશ્કેલીઓથી છૂટકારો મેળવી શકો છો. આ ઉપાય કરવાથી તમારી કુંડળીમાં રહેલા દોષો પણ દૂર થઈ શકે છે. આજે અમે તમારી સમસ્યાનું સમાધાન માટે કેટલાક ઉપાય લઈને આવ્યા છીએ. જે લોકોની કુંડળીમાં કોઈપણ પ્રકારના દોષ હોય છે, જેના કારણે તેઓ ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો, તો પછી ગુરુવારે હળદરના કેટલાક વિશેષ ઉપાય કરવાથી તેઓ બધી મુશ્કેલીઓથી મુક્તિ મેળવી શકે છે.

ચાલો જાણીએ ગુરુવારે હળદરનો ક્યાં ક્યાં ઉપાયો કરવા જોઈએ.

Image Source

જ્યોતિષ મુજબ જો કોઈ વ્યક્તિ ગુરુ ગ્રહના દોષતી પીડાય હોય તો તે વ્યક્તિએ ગુરુવારે સવારે સ્નાનના પાણીમાં એક ચપટી હળદર નાખીને સ્નાન કરવું જોઈએ અને પૂજા સ્થળે શ્રી હરિની સામે ઘીનો દીવો પ્રગટાવો જોઈએ. તમે પીળા ના આસન પર બેસો અને “ઓમ નમો ભગવતે વાસુદેવાય” મંત્રનો જાપ 108 વાર કરવાનો, જ્યારે તમારી પૂજા પૂર્ણ થાય છે, પછી વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો. જાપ કર્યા પછી, આ મંત્ર તમને બોલતા બોલતા કેસરનું તિલક પોતાના કપાળ પર કરવાનું રહેશે અને કેળાના ઝાડ પર પાણી ચડાવવી ધૂપ વડે તેની પૂજા કરવી પડશે. જો તમે આ ઉપાય અપનાવશો, તો તે ગુરુ ગ્રહથી તમારા જીવનમાં આવતા કે આવવાના તમામ દોષોથી છુટકારો મેળવશે.

Image Source

જો તમે શિવની કૃપા મેળવવા માંગતા હોવ, તો તમારે ગુરુવારે કોઈ પ્રાચીન શિવ મંદિરમાં જવું અને શિવને બેસન લાડુનો ભોગ ધરવો જોઈએ. જો તમે આ ઉપાય કરશો તો શિવજીનો આશીર્વાદ કાયમ તમારા પર રહેશે.

જો તમારે ગુરુ ગ્રહને શાંત કરવા માંગતા હોય, તો ગુરુવારે વ્રત રાખો અને આ દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરો, તમારે આ દિવસે મીઠું વગરનો આહાર લેવાનો રહેશે અને ગરીબ વ્યક્તિને પીળા રંગની વસ્તુઓનું દાન કરવું.

જો તમે રોજ ગુરુમંત્રનો “ॐ बृं बृहस्पते नम:” નો જાપ 108 કરો અને સૂર્યસ્ત્ર સમયે કેળાના ઝાડ નીચે ગાયના ઘીનો દીવો પ્રગટાવો તો તમને તેનાથી સારો ફાયદો મળશે.

Image Source

જો કોઈ વ્યક્તિ લગ્ન કરવાની ઇચ્છા હોય, તો તેને ગુરુવારે ગાયને બે લોટના લાડુ પર થોડું હળદર લગાવી ખવડાવવું જોઈએ, અને તેની સાથે થોડો ગોળ અને ચણાની પીળી દાળનો ભોગ ધરવો જોઈએ, તેનાથી તેમને ગુરુ ગ્રહની કૃપા પ્રાપ્ત થશે અને તમારા લગ્નનો યોગ ખૂબ જ ટૂંક સમયમાં બનશે.