જીવનશૈલી હેલ્થ

વરિયાળીમાં છે ઘણા ઔષધિય ગુણો, રાતે ઊંઘતા પહેલા એક ચમચી વરિયાળી ખાવાથી દૂર થશે ઘણી સમસ્યાઓ

આપણે હંમેશા જોઈએ છીએ કે લોકો જમ્યા બાદ વરિયાળી અને સાકરનું સેવન કરે છે. લોકો સામાન્ય રીતે આવું એટલા માટે કરે છે કે જમ્યા બાદ મોઢામાંથી આવતી દુર્ગંધ દૂર થઇ જાય, ખાસ કરીને કાંદા-લસણની. વરિયાળી ખાવાથી મોઢામાંથી આવતી દુર્ગંધ દૂર થાય છે અને સાથે જ મોઢામાં સ્વાદ પણ આવે છે. પરંતુ શરીરને ઘણા ફાયદાઓ પણ મળે છે. વરિયાળી સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદેમંદ માનવામાં આવે છે કારણ કે આમાં ઘણા પ્રકારના પૌષ્ટિક તત્વો મળે છે. વરિયાળીમાં આયર્ન, કેલ્શિયમ, અને ફાયબર ભરપૂર માત્રામાં મળે છે. આ તત્વો મેદસ્વીતા અને કબજિયાતની પરેશાનીને દૂર કરે છે. જમ્યા બાદ વરિયાળી ખાવાથી ખાવાનું ખૂબ જ જલ્દી પછી જાય છે. આ સિવાય આંખોની દ્રષ્ટિ વધારવા માટે પણ વરિયાળી મદદગાર સાબિત થાય છે. વરિયાળીને પીસીને ગુલકંદ બનાવીને ખાવું ખૂબ જ હેલ્ધી રહે છે. ખાંસીમાં વરિયાળી અને મધ ખાવાથી જલ્દી જ ખાંસીમાં આરામ મળે છે.

Image Source

તો આવો જાણીએ વરિયાળી ખાવાથી શરીરને બીજા કયા ફાયદાઓ થાય છે –

કબજિયાતની સમસ્યા રહેતી હોય તો વરિયાળીનું સેવન ઘણું લાભદાયક સાબિત થાય છે. રાતે ઊંઘવાના અડધા કલાક પહેલા હૂંફાળા પાણી સાથે પીસેલી વરિયાળીનું સેવન કરવાથી કબજિયાતની ફરિયાદ દૂર થાય છે. આ સિવાય કબજિયાતમાં પીસેલી વરિયાળીને સંચળ સાથે મિક્સ કરીને પાણી સાથે લેવાથી પણ કબજિયાત દૂર થાય છે.

કોઈ પણ પેટના દુખાવાને કારણે પરેશાન થવું પડે છે તો વરિયાળીને તવા પર શેકીને ચાવીને ખાવાથી જલ્દી જ પેટના દુખાવામાં રાહત મળે છે.

Image Source

જે બાળકોનું મગજ અભ્યાસમાં નબળું હોય તેમને બદામ, વરિયાળી અને સાકરને સમાન માત્રામાં પીસીને રોજ એક ચમચી ખાવાથી તેમનું મગજ તેજ થશે.

વરિયાલીને ઉકાળીને તેમાં સાકર ભેળવી લો અને દિવસમાં ત્રણવાર પાણી સાથે સેવન કરવાથી જલ્દી જ ખાટ્ટા ઓડકાર આવવાના બંધ થઇ જશે.

Image Source

પેટમાં ગેસ બને છે અને અપચો રહે છે તો દાળ અને અન્ય શાકમાં વરિયાળીનો વઘાર કરીને ખાઓ, જલ્દી જ ગેસ બનવાનું બંધ થઇ જશે.

આંખોનું તેજ વધારવા માંગો છો તો વરિયાળી ખાવાથી તમને ફાયદો મળી શકે છે. આ માટે ઈચ્છો તો સાકર સાથે વરિયાળી ખાઈ શકો છો, અથવા ફક્ત વરિયાળી ખાવાથી પણ ફાયદો મળે છે.

વરિયાળીના ઔષધિય ગુણોને કારણે ઝાડા થવા પર ખાવાથી જલદી જ આરામ મળે છે. વરિયાળી ખાવાથી ગર્ભવતી મહિલાઓને નબળાઈ નથી રહેતી.

ખાલી પેટે વરિયાળી ખાવાથી લોહી સાફ થાય છે અને ત્વચામાં ચમક વધે છે અને ચાવીને ખાવાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે.

વરિયાળીમાં વધુ માત્રામાં ફાયબર હોય છે એટલે આને ખાવાથી કોલેસ્ટ્રોલની માત્રા ઓછી કરવામાં મદદ મળે છે અને હૃદયની બીમારીઓથી બચી શકાય છે.

વરિયાળીમાં ભરપૂર માત્રામાં પોટેશિયમ હોય છે અને આને ખાવાથી વ્યક્તિનું બ્લડપ્રેશર નિયંત્રણમાં રહે છે.

Image Source

જો લોકો પોતાનું વજન ઓછું કરવા માંગે છે, તેઓએ રાતે ઊંઘતા પહેલા એક ચમચી વરિયાળી ખાવી જોઈએ. એમાં હાજર ફાયબર, પેટની ચરબીને ઓછી કરવામાં મદદ કરે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks