જાણવા જેવું હેલ્થ

દરરોજ 5થી 6 પલાળેલા અંજીર ખાવવાથી થાય છે આ બીમારી થાય છુમંતર, જાણો વિગતે

અંજીર એક ડ્રાયફ્રુટ તરીકે જાણવામાં આવે છે. પણ અસલમાં અંજીર એક ફળ છે. અંજીરને સુકવી દેવાથી તે ડ્રાયફ્રુટ બની જાય છે. સામાન્ય રીતે અંજીર બધી સીઝનમાં નથી મળતા, પરંતુ સૂકા અંજીર બારેમાસ મળી જાય છે. અંજીરમાં કોપર,સલ્ફર અને ક્લોરીન પર્યાપ્ત માત્રામાં છે.

તો અંજીરમાં વિટામિન A, B અને C પણ હોય છે. તાજા અંજીરની બદલે સુકાયેલા અંજીરમાં વધારે મીઠાશ અને ક્ષાર 3 ગણો વધારે હોય છે. અંજીર સ્વાસ્થ્ય માટે ફાયદાકરક છે. એવું નથી કે, અંજીરનું સેવન ફક્ત પુરુષો જ કરી શકે. અંજીર ખાવાથી ઘણી બીમારી સામે સુરક્ષા મેળવી શકાય છે.

Image Source

દરરોજ 5થી 6 પાણીમાં પલાળેલા અંજીર ખાવવાથી ફાયદો થાય છે. અંજીરમાં ઓમેગા 3 અને ઓમેગા 6 ફેટી એસિડ હોય છે.

આવો જાણીએ અંજીરનું સેવન કરવાના ફાયદા.

કબજિયાતનો રામબાણ ઈલાજ
અંજીરનું દરરોજ સેવન કરવાથી કબજિયાત સંબંધી બીમારીથી રાહત થાય છે. અંજીરના સેવનથી મળનાર વિટામિન ઘણા ફાયદેમંદ સાબિત થાય છે.

હૃદય માટે ફાયદાકારક
અંજીરમાં ભરપૂર માત્રામાં ઓમેગા-3 હોય છે. દરરોજ અંજીરનું સેવન કરવાથી હૃદયને ફિટ રાખવામાં મદદરૂપ થાય છે.

Image Source

હાડકાને મજબૂત રાખવામાં મદદરૂપ
અંજીરમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. જે લોકોના હાડકા નબળા હોય તેને દરરોજ અંજીરનું સેવન કરવું જોઈએ. દરરોજ અંજીરનું સેવન કરવાથી હાડકા મજબૂત થાય છે.

બ્લડશુગરને કરે છે કંટ્રોલ
અંજીરમાં ભરપૂર માતારામાં પોટેશિયમ હોય છે. જે લોકો બ્લડપ્રેશરની બીમારી સામે ઝઝૂમતા હોય તે લોકો માટે અંજીરનું સેવન એક રામબાણ ઈલાજ છે.

એનિમિયાને કંટ્રોલમાં કરે
અંજીરમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને ફાઈબર મેળવવામાં આવે છે. જે લોકોને એનિમિયાથી છુટકારો મેળવવો હોય તેને દરરોજ અંજીરનું સેવન કરવું જોઈએ. અંજીરને દૂધ સાથે સેવન કરવાથી ફાયદો થાય છે.

Image Source

પાઈલ્સથી છુટકારો
અંજીરમાં અનેક પ્રકારના ગુણો હોય છે. જે લોકો પાઈલ્સની બીમારી હોય તેને અંજીરનું સેવન કરવું જોઈએ. આ રોગથી છુટકારો મેળવવા માટે કહેલી પેટે હૂંફાળા પાણી સાથે અંજીરનું સેવન ફાયદાકારક છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.