હેલ્થ

મેથીના દાણા છે ઘણા રોગો માટે છે આયુર્વેદિક ઉપચાર, વજન ઉતારવા માટે પણ છે ખુબ જ લાભદાયક

મેથીનો ઉપયોગ આપણે રસોડામાં હંમેશા કરતા જ હોઈએ છીએ, મેથી દાળ શાકમાં તો વપરાય જ છે સાથે સાથે મેથીના દાણા ઘણા રોગો માટે પણ ઉપચારી છે. આપણે મેથીની ભાજીનું શાક અને ભજીયા પણ બનાવીને ખાઈએ છીએ, આપણા ઘરમાં કોઈ ઘરડું વ્યક્તિ હશે તો એ આપણને મેથી ખાવાના ફાયદાઓ વિષે જણાવતું જ હશે, ઘણીવાર આપણને પેટમાં દુઃખાવો થતો હોય ત્યારે પણ એ લોકો આપણને મેથીના થોડા દાણા ખાવાની સલાહ આપે છે. કારણ કે મેથીમાં ઘણા આયુર્વેદિક ગુનો છુપાયેલા છે. ચાલો આજે આપણે મેથીના ફાયદાઓ વિષે જાણીએ.

Image Source

વજન ઘટાડવા માટે મેથી છે ઉપયોગી:
આજના સમયમાં વજન વધારાની સમસ્યા મોટાભાગના લોકોને સતાવતી હોય છે અને આ લોકડાઉનના કારણે માણસ ઘરમાં જ બેઠો છે અને કસરત પણ કરી શકતો નથી માટે આ સમસ્યામાં વધારો થતો જોવા મળે છે ત્યારે મેથી વજન ઉતારવા માટેનો રામબાણ ઈલાજ છે. મેથીની અંદર ફાયબર અને જરૂરી પોષકતત્વો હોય છે જે ભૂખ મરવાદેતું નથી જેના કારણે વારંવાર ખાવાની ઈચ્છા તમને થતી નથી અને વજન વધવાની સમસ્યા પણ સર્જાતી નથી.

Image Source

શરીરના અંગોના દુ:ખાવા માટે છે ફાયદાકારક:
મેથી શરીરના દુખાવા માટે પણ ખુબ જ ગુણકારી છે. રોજ સવારે એકથી ત્રણ ગ્રામ મેથીના દાણા પાણીમાં પલાળી રાખીને પછી ચાવીને ખાવાથી સાંધામાં દુખાવો નથી થતો અને સાંધા મજબૂત થાય છે. આનાથી સાંધા અને સ્નાયુઓના દુ:ખાવામાં પણ આરામ મળે છે.

Image Source

પેટ સંબંધી સમસ્યાનો રામબાણ ઈલાજ:
મેથીમાં આયુર્વેદિક ઉનો રહેલા છે, મેથીના દાણા ખાવાથી પાચન સંબંધી તકલીફો દૂર થાય છે, વાયુ, મોળ, ઊબકા, આફરો, ખાટા ઘચરકા, વધારે પડતા ઓડકાર, પેટમાં ઝીણી ચૂંક, બંધાયા વગરનો પાતળો ઝાડો એ બધા ઉપદ્રવમાં આ સરળ ઘરગથ્થુ ઉપચાર ખુબ જ ફાયદાકારક છે. બે ચમચી મેથી અને બે ચમચી સુવા લઈને અધકચરા શેકી તેનું ચૂર્ણ કરી લેવું. સવાર-સાંજ એક-એક ચમચી જેટલું આ ચૂર્ણ ફાકી, ચાવીને પેટમાં ઉતારી જવાથી પેટ સંબંધી ઘણી તકલીફોમાં રાહત મળે છે.

Image Source

સ્ત્રીઓ માટે પણ છે ફાયદાકારક:
સ્ત્રીઓના શ્વેતપ્રદર (સફેદ પાણી પડતું હોય તે) માં મેથીનું સેવન ખુબ જ લાભકારક છે. સુવાવડ પછી ઘણી સ્ત્રીઓને પ્રદરની ફરિયાદ કાયમ માટે ઘર કરી જાય છે. એમાં અડધી ચમચી જેટલું મેથીનું ચૂર્ણ થોડા ગોળ અને ઘી સાથે મેળવીને સવાર-સાંજ લેવાથી સારો ફાયદો થાય છે. મેથીના સેવનથી ગર્ભાશય સંકોચાય છે અને શરીર ધોવાતું અટકે છે. વળી તે વાયુશામક હોવાથી કમરનો દુખાવો અને પગની કળતરને પણ દૂર કરે છે.

Image Source

ડાયાબિટીસથી બચવા મેથી ખુબ જ ઉપયોગી:
ડાયાબિટીસથી બચવા માટે દરરોજ સવારે એક નાની ચમચી મેથી દાણાનું પાવડર પાણી સાથે લેવું. એક ચમચી મેથી દાણા એક કપ પાણીમાં આખી રાત પલાળી સવારે ગાળી તે પાણી પીવાથી ડાયાબિટિસના દર્દીઓને આરામ મળે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.