રસોડાની અંદર મેથીના દાણા અચૂક જોવા મળશે જ. તેનો ઉપયોગ આપણે જમવાનું બનાવવા માટે કરતા હોઈએ છીએ, ઘણીવાર પેટ સંબંધી કોઈ બીમારી માટે પણ આપણે મેથીના દાણાનો ઉપયોગ કર્યો હશે. પરંતુ આજે અમે તમને મેથીના દાણાના કેટલાક ખાસ ઉપાયો જણાવીશું જે તેમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક રહેશે.

1. કિડનીને રાખે છે સ્વસ્થ:
મેથીના દાણા શરીરમાંથી ટોક્સિન બહાર કાઢીને કિડનીને એકદમ સ્વસ્થ રાખે છે. આ ઉપરાંત તે ગૈસ્ટ્રિક પ્રોબ્લેમને પણ દૂર કરે છે. જેવી કે જલન અને એસીડીટી.

2. બ્લડ પ્રેશર માટે:
જે લોકો હાઈ બ્લડ પ્રેશરથી હેરાન થતા હોય છે તેમના માટે મેથીના દાણા બહુ જ ફાયદાકારક છે. રાત્રે સોયા અને મેથીને પાણીમાં પલાળી રાખીને બીજા દિવસે પાંચ ગ્રામ સવારે અને સાંજે લેવા જોઈએ જેનાથી લોહીનું પરિભ્રમણ યોગ્ય રહેશે અને બ્લડ પ્રેશરમાં પણ રાહત મળશે.

3. ત્વચા અને વાળ માટે ખુબ જ ફાયદાકારક:
જો તમને ખીલની સમસ્યા છે અને માથાના વાળ પણ ઉતરી રહ્યા છે તો વાળની અંદર મેથીના દાણાને પલાળી તેની પેસ્ટ લગાવવી. તેનાથી વાળ મજબૂત બનશે અને જલ્દી સફેદ પણ નહિ થાય.

4. શુગર રહે છે કંટ્રોલમાં:
મેથીના દાણામાં રહેલું સૉલ્યુબલ ફાઇબર્સ બ્લડ શુગરને કંટ્રોલમાં કરીને ડાયાબીટિઝને નિયંત્રણમાં રાખવામાં ખુબ મદદ કરે છે.

5. હરસ મસા માટે:
હરસ-મસાની તકલીફ એક ગંભીર બીમારી છે જેના કારણે લોકોને ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મેથી અને સોયાને રાત્રે પલાળી તેનો રસ બીજા દિવસે સવારે લેવો. જેનાથી તમને ખુબ જ ફાયદો થશે.

6. વજન ઘટાડવા માટે:
પલાળેલી મેથી વજન ઘટાડવા માટે ખુબ જ ફાયદાકારક છે. તેના માટે તમારે મેથીના થોડા દાણા રાત્રે પલાળી દેવા અને સવારે એ પાણીને પી લેવું. તેનાથી વજન પણ ઘટશે અને બીજી ઘણી બીમારીઓથી પણ તમે દૂર રહી શકશો.

7. હાડકાઓની સમસ્યા માટે:
મેથીના દાણા હાડકાઓની સમસ્યામાં પણ રાહત આપે છે. રાત્રે મેથીના દાણા પલાળી રાખવાથી તેના ગુણ વધારે બની જાય છે. જેના કારણે પ્રયત્ન કરવો કે મેથીના દાણા પલાળીને જ ખાવા.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.