હેલ્થ

સવારે પલાળેલી મગફળી અને ગોળ ખાવાથી થાય છે જબરદસ્ત ફાયદા, લોહીની ઉણપની સાથે આ બીમારી થાય છે અલવિદા

શિયાળાની ઋતુમાં સીંગદાણા સાથે ગોળ ખાવાથી સ્વાદ બે ગણો થઇ જાય છે. ક્યાંક પ્રવાસમાં ગયા હોય તો પરિવાર સાથે આ ટાઇમપાસનુ કારણ પણ બને છે. આટલું જ નહીં સ્વાસ્થ્ય માટે પણ ઘણું ફાયદેમંદ છે. સીંગદાણામાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે તો સીંગદાણા ખાવામાં થોડા બદલાવ કરી દેવામાં આવે તો સ્વાસ્થ્યમાં પણ અનેક ગણા લાભ થાય છે.

Image source

રાતના એક મુઠી સીંગદાણાને પલાળી દો, બીજા દિવસે તેને કાચા અથવા તો બાફીને ગોળ સાથે સેવન કરો. ગોળ અને સીંગદાણા ખાવાથી જબરદસ્ત ફાયદો થાય છે. તમારા શરીરમાં લોહીની ઉણપને પુરી કરી, ઇમ્યુનીટી બુસ્ટ કરવાની સાથે-સાથે ઘણી બીમારીઓને પણ હરાવી શકાય છે.

જણાવી દઈએ કે, 500 ગ્રામ સીંગદાણામાં 600 ગ્રામ  પનીર, 4 લીટર દૂધ અને 30 ઈંડા બરાબરનું પ્રોટીન મળે છે. પ્રોટીનની સાથે-સાથે વિટામિન બી- કોમ્પ્લેક્ષ, નિયાચીન, રિબોફ્લેવિન, થીયોમીન, વિટામિન બી-6 , વિટામિન બી 9 અને પેટોથેનિક એસિડ જેવા ઘણા વિટામિન,મિનરલ્સ, ન્યુટ્રીએંટ્સ અને એન્ટી ઓક્સીડેન્ટ મળે છે. જેનાથી શરીરમાં ઉર્જા વધે છે.

Image source

ગોળનું સેવન કરવાથી શરીરને ડીટૉક્સીફાઇ કરવામાં મદદ કરે છે. આ સાથે કે તેમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, પોટેશિયમ, ઝીંક, પ્રોટીન, વિટામિન બી જેવા પોષક તત્વ વધુ માત્રામાં હોય છે.

સીંગદાણા અને ગોળ ખાવાથી થાય છે આ ફાયદા

આજના સમયમાં મહિલાઓને લોહીનું ઉણપની સમસ્યાનો સામનો કરવો પડે છે. જે આગળ જઈને એનીમિયાનું કારણ બને છે. તેથી પલાળેલા સીંગદાણા અને ગોળ કારગર સાબિત થાય છે. ગોળ અને સીંગદાણા માં ભરપૂર માત્રામાં ફાઈબર અને આયર્ન મળે છે. જે શરીરમાં હિમોગ્લોબીનની માત્રા પુરી કરી દે છે.

Image source

જે લોકો કમજોર રહેતા હોય તે લોકોએ તો ખાસ સીંગદાણા અને ગોળનું સેવન કરવું જોઈએ.
જે લોકો પેટ સંબંધિત બીમારીથી પીડાતા હોય તે લોકો સીંગદાણા અને ગોળ બંનેનું સેવન કરું જોઈએ. બંનેમાં વધુ પ્રમાણમાં ફાઈબર મળે છે.

Image source

ગોળ અને સીંગદાણામાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સીડેન્ટ હોય છે જે તમારી ઇમ્યુનીટી સિસ્ટમને મજબૂત કરવામાં મદદ કરે છે. જેનાથી તમામ  પ્રકારની બીમારીઓ દૂર થાય છે.

વજન ઓછું કરવા માટે ગોળ અને સીંગદાણા નું સેવન કરવું જોઈએ. ગોળ અને સીંગદાણામાં ભરપૂર માત્રામાં એ ગુણ હોય છે જે આસાનીથી મેટાબોલિઝ્મ વધારે છે. જે એનર્જીથી મળવાથી તમે પેટની ચરબીને ઓછી કરવામાં મદદ કરે છે.

Image source

સીંગદાણામાં અધિક માત્રામાં કેલ્શિયમ હોય છે. જેનાથી તમારા દાંત અને હાડકાને મજબૂત રાખવામાં મદદ કરે છે.