હેલ્થ

રોજ સવારે ખાલી પેટે ખાઓ પલાળેલી બદામ, આપશે આ 10 મુસીબતોથી રાહત, વાંચો કેવી રીતે?

બદામને આપણે એક પૌષ્ટિક ખોરાક માનીએ છીએ. બદામ ખાવાથી બુદ્ધિ વધે એવું આપણા પૂર્વજો પાસેથી પણ આપણે સાંભળતા આવ્યા છે તેની પાછળનું કારણ બદામની અંદર રહેતલ પોષકતત્વો છે. બદામની અંદરથી વધારે પ્રમાણમાં ન્યુટ્રીશન અને મિનરલ્સ મળી આવે છે જેમ કે પ્રોટીન, ઓમેગા 3 ફેટી એસિડ, વિટામિન-ઈ, કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા વધારે પ્રમાણમાં મળી આવે છે. જે શરીર માટે ખુબ જ ફાયદાકારક છે.

Image Source

ઘણા બધા ન્યુટ્રીશનો એમ માને છે કે બદામને જો પલાળીને ખાવામાં આવે તો તે ખુબ જ ફાયદાકારક રહે છે કારણ કે બદામને પલાળવા બાદ તેમાં રહેલા ટોક્સિસ પદાર્થો તેના છિલકા દ્વારા બહાર નીકળી જાય છે અને ત્યારબાદ તમે રહેલા વધારે પ્રમાણમાં ન્યુટ્રીશન આપણને મળે છે.

Image Source

તો ચાલો જાણીએ પલાળેલી બદામ ખાવાના ફાયદાઓ વિશે.

Image Source
 1. પાચનશક્તિ વધારવામાં મદદરૂપ:
  જો બદામને પલાળીને ખાવામાં આવે તો તે તમારી પાચનક્રિયાને વધુ ઝડપી બનાવી શકે છે. જેનાથી કબ્જ, એસીડીટીની સમસ્યા પણ દૂર રહે છે.

  Image Source
 2. ગર્ભવતી મહિલાઓ માટે ફાયદાકારક:
  બદામની અંદર રહેલા ન્યુટ્રીશન શરીર માટે ખુબ જ જરૂરી છે ત્યારે ગર્ભવતી મહિલાઓ જો બદામને પલાળીને ખાય ત્યારે તેના ગર્ભમાં રહેલા બાળકને પણ તેનો ફાયદો મળે છે જેથી માતા અને બાળક બન્ને સ્વસ્થ રહે છે.

  Image Source
 3. મગજ રહે છે તેજ:
  બદામ ખાવાથી મગજ તેજ રહે છે એ તો સૌ કોઈ જાણે છે અને સાંભળતા પણ આવ્યા છે પરંતુ રોજ 4-6 બદામને પલાળીને ખાવામાં આવે તો તે વધુ ગુણકારી બની શકે છે.

  Image Source
 4. ખરાબ કોલેસ્ટ્રોલને કરે છે ઓછું:
  બદામની અંદર રહેલા ઓમેગા 3 ફેટી એસિડ અને વિટામિન-ઈ શરીરમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને સલોહીમાં સારા કોલેસ્ટ્રોલને વધારવાનું પણ કામ કરે છે.

  Image Source
 5. હૃદય માટે છે લાભદાયક:
  પલાળેલી બદામમાં રહેલા પ્રોટીન, પોટેશિયમ અને મેગ્નેશિયમ હૃદયને સ્વસ્થ રાખવા માટે ખુબ જ જરૂરી હોય છે.  તે ઉપરાંત બદામમાં રહેલા વધારે પ્રમાણમાં એન્ટી- ઓક્સિડેટ ગુણના કારણે હૃદયની ગંભીર બીમારીઓથી પણ બચી શકાય છે.

  Image Source
 6. બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે:
  પલળેલી બદામમાં રહેલા મેગ્નેશિયમના કારણે રક્તનો પ્રવાહ નિયમત રૂપથી પરિભ્રમણ કરી શકે છે તેમજ વધારે પ્રમાણમાં પોટેશિયમ અને ઓછા પ્રમાણમાં સોડિયમ હોવાના કારણે તે તમારા બ્લડ પ્રેશરને પણ નિયંત્રણમાં રાખે છે અને હૃદય સંબંધી તકલીફોમાં પણ રાહત આપે છે.

  Image Source
 7. વધતા વજનની સમસ્યાને કરે છે દૂર:
  જો તમે મોટાપાથી હેરાન થતા હોય અને વધુ વજનની સમસ્યા હોય તો પલાળેલી બદામ તમારા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે. જેનાથી તમને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી અને તમે તમારું વજન સરળતાથી ઓછું કરી શકો છો.

  Image Source
 8. કબ્જને રાખે છે દૂર:
  બદામની અંદર ફાયબર હોવાના કારણે તે તમારી પાચનક્રિયાને ઝડપી બનાવે છે અને તેના કારણે તમને કબ્જ જેવી સમસ્યામાં ફાયદો મળી શકે છે.

  Image Source
 9. રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદગાર:
  બદામની અંદર પ્રિ-બાયોટિક ગુનો રહેલા છે જેના કારણે તમારી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. પ્રિ-બાયોટિક ગુનો હોવાના કારણે તે તમારા આંતરડામાં રહેલા સારા બેક્ટરિયામાં વધારો કરે છે જેંથી તમે બીમારીઓથી દૂર રહી શકો છો.

  Image Source
 10. ચહેરાની કરચલીને કરશે દૂર:
  દરેક વ્યક્તિ પોતાના ચહેરા માટે ખુબ જ કાળજીપૂર્ણ હોય છે. મોંઘી ક્રીમ અને ઘણા બધા ઉપાયો ચહેરા માટે કરતા હોય છે. ઉંમર સાથે ચહેરા ઉપર કરચલી પડવાનો ભય પણ સતાવતો હોય છે તો તેના માટે પલાળેલી બદામ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે કારણ કે બદામને નેચરલ એન્ટી-એજિંગ ફૂડ પણ માનવામાં આવે છે. ઝેન્થી તમારા ચહેરા ઉપર કરચલી નહિ પડે અને ચહેરો સ્વસ્થ રહેશે.

  Image Source

તો પલાળેલી બદામ ખાવાના આ 10 ફાયદાઓ છે, હવે તમે આ ઉપાય ક્યારથી શરૂ કરી રહ્યા છો?

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.