કાચું પનીર ખાવાના 10 ફાયદા, કયાં સમયે ખાવું છે શ્રેષ્ઠ?
દૂધમાંથી બનતું પનીર નાના બાળકથી લઈને મોટેરાઓ સુધી દરેકને ભાવતું હોય છે, પરંતુ અત્યાર સુધી આપણે પનીર માત્ર સ્વાદ માટે જ ખાતા આવ્યા છે અને બસ કેટલાક લોકોને પનીર ખાવાના થોડા ઘણાં ફાયદા ખબર હશે, પરંતુ આજે અમે તમને કાચું પનીર ખાવાના એવા ફાયદાઓ જણાવવાના છીએ જે વાંચીને તમે પણ રોજ કાચું પનીર ખાવાની આદત પડી દેશો. આવો જાણીએ પનીર ખાવાના એવા 10 ફાયદાઓ

હાડકાં બને છે મજબૂત:
કાચા પનીરની અંદર કેલ્શિયમ અને ફોસ્ફરસ રહેલું છે જે તમારા હાડકાને મજબૂત કરે છે. પનીરનું જો તમે રોજ સેવન કરો છો તો તેનાથી તમારા હાડકા મજબૂત પણ થાય છે અને ખાસ સાંધાના દુખાવામાં પણ રાહત મળે છે.
ફાયબરની ખોટ કરે છે પુરી:
શરીરમાં જો ફાયબરની ખોટ હોય તો તમારા રોગ પ્રતિકારક શક્તિ ઘટે છે, સાથે સાથે હરસ-મસા, કોલેસ્ટ્રોલ, કબ્જ અને સુગર લેવલ વધવા જેવી તકલીફોનો પણ સામનો કરવો પડે છે. પરંતુ ફાયબરની ખોટ પુરી કરવા માટે દિવસમાં એકવાર કાચું પનીર ખાવું જોઈએ જેનાથી તમારા શરીરમાં ફાયબરની ખોટ નહીં રહે.

પાચનક્રિયા બનાવે છે મજબૂત:
આજે મોટાભાગના લોકોને પાચનક્રિયા નબળી હોવાની સમસ્યા રહે છે જેના કારણે કેટલીક તકલીફો પણ થાય છે પર્નાતું કાચું પનીર ખાવામાં આવે તો પાચનતંત્ર તંદુરસ્ત રહે છે.
ડાયાબિટીઝના દર્દીઓ માટે છે ખાસ:
કાચા પનીરની અંદર ઓમેગા-3 ફેટી એસિડ મળી આવે છે જે ડાયાબિટીઝના દર્દીઓ માટે ખુબ જ ફાયદાકારકે છે. રોજ કાચા પનીરનું સેવન કરવામાં આવે તો શરીરમાં શુગર પણ કંટ્રોલમાં રહે છે.

માનસિક તાણ કરે છે દૂર:
દિવસ દરમિયાનના કામનો થાક જયારે લાગ્યો હોય અને ટેંશનમાં તમારું મગજ માનસિક તાણ અનુભવી રહ્યું હોય એવા સમયે એક બાઉલ ભરી અને કાચું પનીર ખાઈ લેવાથી તમારા શરીરનો બધો થાક દૂર થાય છે સાથે માનસિકતાણ પણ દૂર થાય છે.
શારીરિક કમજોરીને કરે છે દૂર:
પનીરમાં પ્રોટીન રહેલું છે એ વાત સૌ કોઈ જાને છે પરંતુ પ્રોટીન સાથે તેમાં બીજા કેટલાક પોષકતત્વો પણ રહેલા છે. જો રોજ કાચું પનીર ખાવામાં આવે તો શરીરની કમજોરી દૂર થાય છે. આ ઉપરાંત તેનું સેવન માંસપેશીઓને પણ સ્થિર રાખે છે.

મોટાપાથી મળે છે છુટકારો:
પ્રોટીન અને કેલ્શિયમ સાથે કાચા પનીરમાં લિનોલાઈક એસિડ પણ ઘણી જ વધારે માત્રામાં રહેલું છે. જેનાથી શરીરની અંદર ફેટ બાળવાની પ્રક્રિયા ઝડપી થાય છે. અને તેનાથી વજન પણ ખુબ જ ઝડપથી ઘટે છે.
કેન્સર સામે આપે છે રક્ષણ:
રોજ જો તમે કાચું પનીર ખાવ છો તો શરીરની અંદર કેન્સર સેલ્સનો ગ્રોથ થવાની પ્રક્રિયા રોકાઈ જાય છે. એટલે રોજિંદા કાચું પનીર ખાવામાં આવે તો કેન્સર સામે પણ રક્ષણ મેળવી શકાય છે.

દાંત બનાવે છે મજબૂત:
કાચા પનીરની અંદર કેલ્શિયમ અને પ્રોટીન હોવાના કારણે તમારા દાંત પણ મજબૂત બને છે. આ ઉપરત જો દાંતમાંથી લોહી આવતું હોય, દાંતમાં દુઃખાવો થતો હોય તે પણ દૂર થાય છે.
હૃદય સંબંધી બીમારીઓને રાખે છે દૂર:
કાચા પનીરનું સેવન ધમનીઓમાં થતા અવરોધોને રોકે છે. જેનાથી હૃદયની કેટલીક બીમારીઓ થવાનો ખતરો રહેતો નથી, આ ઉપરાંત કાચું પનીર શરીરની અંદરના કોલેસ્ટ્રોલ લેવલને પણ કંટ્રોલમાં કરે છે.