મૂળા ખાવાના આ ફાયદાઓ હજુ તમને નહિ ખબર હોય, વાંચીને તમે પણ શરૂ કરી દેશો રોજ મૂળા ખાવાનું

0

શિયાળો શરૂ થતાની સાથે વિવિધ જાતના સલાડ પણ ખાવાની મઝા આવતી હોય છે તેમાં પણ ઘણા લોકોના ઘરમાં મૂળાનું સલાડ ખાવામાં આવતું હોય છે. ઘણા લોકો સલાડ સિવાય તેની ભાજી અને શાક પણ બનાવીને ખાતા હોય છે તો કેટલાક લોકોને મૂળાનું નામ સાંભળીને જ જાણે ખાવાની ઈચ્છા થતી નથી હોતી. પરંતુ આજે અમે તમને મૂળ ખાવાના કેટલાક એવા ફાયદાઓ વિશે જણાવવા જઈ રહ્યા છે તે વાંચીને તમને પણ મૂળા ખાવાની ઈચ્છા થઇ જશે અને તમે પણ રોજ સલાડ અને ભાજી બનાવી ખાવા લાગશો.

Image Source

ઘણા લોકો મૂળાના ઔષધીય ફાયદાઓથી અજાણ હોય છે. સામાન્ય લાગતા મૂળા જો તમે રોજ ખાવાનું શરૂ કરો છો તો કેન્સર, ડાયાબિટીઝ, બ્લડપ્રેશર જેવી ઘણી બીમારીઓથી દૂર રર્હી અને તમે શરીરથી એકદમ સ્વસ્થ રહી શકો છો. તો ચાલો જાણીએ મૂળાના ફાયદા.

Image Source

કેન્સરના ખતરાથી બચાવે છે:
મૂળાની અંદર ભરપૂર પ્રમાણમાં ફોલિક એસિડ, વિટામિન સી અને એન્થોકાઈનીન મળી આવે છે, આ તત્વો શરીરમાં કેન્સર સામે લડવામાં મદદગાર બને છે. મોઢાના,પેટના, આંતરડાના અને કિડનીના કેન્સર સામે લડવામાં મૂળા ખુબ જ ઉપયોગી છે.

Image Source

ડાયાબિટીઝથી મળે છે છુટકારો:
મૂળા ખાવાથી બ્લડ સુગર ઉપર કોઈ જ અસર થતી નથી, તેમાં રહેલું ફાયબર ઇન્સ્યુલિનને નિયંત્રણ કરવામાં મદગાર બને છે જેના કારણે જો તમે સવારે ખાવામાં મૂળાનો વપરાશ કરો છો તો તમે ડાયાબીટિઝની બીમારીથી પણ છુટકારો મેળવી શકો છો.

Image Source

શરદી ખાંસીમાં આપે છે રાહત:
મૂળાના રોજના વપરાશથી શરદી ખાસી સામે પણ રક્ષણ મળે છે, જો તમને મૂળાની ભાજી કે તેનું શાક નથી ભાવતું તો તમે કાચા મૂળાને સલાડ તરીકે ખાઈને પણ શરદી ખાંસી સામે રક્ષણ મેળવી શકો છો.

Image Source

બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખે છે:
મુલાથી બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખી શકાય છે. તેની અંદર ભરપૂર પ્રમાણમાં પોટેશિયમ રહેલું છે. મુલાણી અંદર એક ખાસ પ્રકારનું એન્ટી હાઇપરટેન્સિવ તત્વ પણ મળી આવે છે જે તમારા વધતા બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખે છે.

Image Source

આંખોનું તેજ વધારે છે:
મૂળા આંખોના તેજ વધારવા માટે પણ લાભદાયક છે. મૂળાની અંદર રહેલું વિટામિન એ,બી અને સી આંખોના તેજ વધારવા માટે ખુબ જ લાભદાયક બને છે. રીજ એક મૂળો ખાવાથી તેનો ફરક તમને તમારી આંખોમાં જોવા મળશે.

Image Source

કિડની માટે લાભદાયક:
મૂળાની અંદર ડ્યુરેક્ટિક ગન રહેલા છે. જે કિડનીના સ્વસ્થ માટે ખુબ જ લાભ દાયક છે. મૂળા શરીરમાં રહેલા ઝેરી તત્વોને બહાર કાઢવામાં પણ ખુબ જ મદદગાર રહે છે. તે માટે તેને પ્રાકૃતિક ક્લીન્ઝર તરીકે પણ ઓળખવામાં આવે છે.

Image Source

એક કહેવતમાં કહેવામાં આવ્યું છે કે “મૂળો મોગરને દહીં, બપોર પછી નહીં” તે પણ સાચું જ કહ્યું છે. કારણ કે જો તમે મૂળાને સવારે અથવા બપોરે ઉપયોગમાં લો છો તો જ તે ફાયદાકારક છે. ઘણીવાર સાંજે મૂળા ખાવાથી કેટલીક સમસ્યાઓ પણ થતી હોય છે. તો મૂળાને સવારે અથવા બપોરે જ ખાવાનો રાખવો જોઈએ.

Image Source

મૂળાના સલાડ સિવાય તેની ભાજી, શાક અને તેના પરાઠા પણ બનાવીને ખાઈ શકાય છે. શિયાળામાં મૂળા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક બની રહેશે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.
Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here