હેલ્થ

મૂળો ખાવાથી થશે અધધધધ ફાયદા, ગેસની સમસ્યાથી મળશે છૂટકારો અને…

મૂળો સલાડમાં અને શાકભાજીમાં મિક્સ કરીને બધા જ ખાય છે, પણ કેટલાક લોકો હોય છે કે જેને મૂળો ખાવાનું પસંદ નથી હોતું. આવા લોકોએ પણ શિયાળામાં તો મૂળાનું સેવન કરવું જ જોઈએ. કારણ કે મૂળા ખાવાથી સ્વાસ્થ્યને ખૂબ જ ફાયદો થાય છે.

Image Source

– શિયાળામાં મૂળા રોજ ખાવાથી શરદી થવાની સંભાવના ઓછી રહે છે. મૂળામાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે અનેક રોગોની સંભાવના ઘટાડે છે. મૌસમી શરદી અને ખાંસી પણ મૂળા દ્વારા ઘણે અંશે મટાડી શકાય છે. તેમાં એન્ટી કન્જેસ્ટિવ ગુણ હોય છે જે કફને દૂર કરવામાં મદદ કરે છે. પરંતુ મૂળાને સવારે અને દિવસમાં ખાવો જોઈએ, તો જ વધારે ફાયદો થશે.

– જો આંખોની દ્રષ્ટિ નબળી હોય તો તમારે આમળા, નારંગી, પાલકની સાથે મૂળો લેવો જોઈએ. તેમાં વિટામિન એ, બી અને સી ભરપુર માત્રામાં હોય છે, જે આંખોની દ્રષ્ટિ વધારવામાં મદદરૂપ માનવામાં આવે છે. જો રોજ એક મૂળાનું સેવન કરવામાં આવે તો તે આંખોને ઘણો ફાયદો પહોંચાડે છે.

– જો તમે પણ ખાધા પછી કબજિયાત અને ગેસથી પીડાતા હોવ તો તમારે મૂળાનું સેવન કરવું જોઈએ. તેમાં હાજર ફાઈબર કબજિયાતના દર્દીઓ માટે કોઈ ઔષધિથી ઓછું નથી. આહારમાં મૂળાનો સમાવેશ કરવાથી આંતરડા સ્વસ્થ રહે છે અને પાચન તંત્ર તંદુરસ્ત રહે છે. આ સિવાય મૂળા અપચો અને ખાટા ઓડકારથી પણ રાહત આપે છે.

– જે રીતે મૂળો પાચન માટે સારો સ્રોત છે, તે જ પ્રકારે આ એક કુદરતી ક્લિનર તરીકે પણ કામ કરે છે. તેમાં મૂત્રવર્ધક ગુણ હોય છે જે શરીરના ઝેરી પદાર્થોને બહાર કરવામાં મદદ કરે છે. તેનાથી કિડની સારી રીતે કામ કરે છે.

– આ સિવાય મૂળામાં એન્ટી ઓક્સિડેન્ટ પણ હોય છે જે શરીરને સક્રિય રાખે છે, તે થાક દૂર કરવામાં અને ઊંઘ લાવવામાં પણ મદદ કરે છે. આ ઉપરાંત, મૂળાને ધીમે ધીમે ચાવીને ખાવાથી દાંત પણ ચમકે છે.

– મૂળા ખાવાથી બ્લડ પ્રેશર નિયંત્રિત કરી શકાય છે. તેમાં પોટેશિયમ પુષ્કળ હોય છે. મૂળામાં એક ખાસ એન્ટિ-હાયપરટેન્સિવ તત્વ પણ જોવા મળે છે જે હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદરુપ સાબિત થાય છે.

– દરરોજ સવારે મૂળા ખાવાથી ડાયાબિટીઝથી ઝડપથી છુટકારો મળે છે. મૂળા શુગર પર નિયંત્રણ રાખવાની ક્ષમતા ધરાવે છે. તેથી, જેમને ડાયાબિટીઝ છે તેમના માટે મૂળાનું સેવન કરવું જરૂરી છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.