હેલ્થ

મગફળી ખાવાના આ ફાયદાઓ હજુ પણ તમને ખબર નહીં હોય, વાંચીને તમે પણ રોજના ડાયટમાં ઉમેરી દેશો એ નક્કી, ક્લિક કરીને વાંચો

મગફળી ગુજરાતમાં સૌથી વધુ ખાવામાં આવે છે, કારણ કે મગફળી ગુજરાતમાં જ સૌથી વધુ થાય છે અને તેમાં પણ કાઠિયાવાડ એટલે તેનું મુખ્ય હબ. માડવી તરીકે કાઠિયાવાડમાં ઓળખાતી મગફળીની ઘણી વસ્તુઓ પણ બનાવવામાં આવે છે. ઉપવાસમાં તો ખાસ મગફળીનું સેવન થાય છે. ત્યારે આ મગફળી ખાવાના બીજા પણ ઘણા ફાયદાઓ છે, જે હજુ પણ આપણને ખબર નહિ હોય, અત્યાર સુધી જે મગફળીને આપણે સ્વાદ માટે ખાતા હતા, તે લોકો હવે આ લેખ વાંચીને સ્વસ્થ્ય માટે પણ ખાવાનું શરૂ કરી દેશે.

Image Source

ચાલો જાણીએ મગફળી ખાવાના ફાયદાઓ વિશે.

Image Source

હૃદય માટે ગુણકારી:
મગફળીની અંદર પ્રોટીન જેવા ઘણા પોષકતત્વો રહેલા છે, અઠવાડિયાની અંદર પાંચ વખત સવાર સાંજે મગફળીનું સેવન કરવામાં આવે તો હૃદયને લગતી મોટાભાગની બીમારીઓ દૂર થઇ શકે છે. સાથે મગફળી કોલેસ્ટ્રોલને પણ નિયંત્રણમાં રાખે છે. જેના કારણે મગફળી ખાવી હૃદય માટે ખુબ જ ગુણકારી છે.

Image Source

કેન્સર સામે રક્ષણ:
જો તમે અઢવાડિયામાં બે વાર મગફળીથી બનેલા માખણ એટલે કે પીનટ બટર ખાવાનું રાખશો તો તમને પેટના કેન્સરનો ખતરો નહિ રહે. પીનટ બટર ખુબ જ હેલ્દી છે અને તે કેન્સરના ખતરાને પણ દૂર રાખે છે.

Image Source

હાડકાને બનાવે છે મજબૂત:
મગફળીની અંદર પ્રોટીન રહેલું છે એ વાત તો આપણે સૌ જાણી જ ગયા છીએ પરંતુ તેમાં પ્રોટીનની સાથે વિટામિન ડી, અને કેલ્શિયમ પણ રહેલા છે જે તમારા હાડકાને મજબૂત બનાવવાનું કામ કરે છે.

Image Source

પાચનક્રિયાને રાખે છે બરાબર:
મગફળીની અંદર રહેલું પ્રોટીન શરીરની પાચન ક્રિયાને પણ મજબૂત બનાવે છે. જામતી વખતે અથવા તો જમ્યા બાદ જો તમે થોડા મગફળીના દાણાનું સેવન કરો છો તો તમારી પાચનક્રિયા પણ નિયમિત્ત રહેશે.

Image Source

વજન ઘટાડવામાં ફાયદાકારક:
મગફળીનું તેલ શરીર રહેલી ચરબીને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે, તે શરીર ચરબીને વધવા દેતી નથી. પરંતુ તેને ઘટાડવામાં મદદ કરે છે. કારણ કે મગફળીના તેલની અંદર ચરબીયુક્ત એસિડનું પણ પ્રમાણ રહેલું છે જે ચરબીને ઘટાડવામાં મદદ કરે છે.

Image Source

રક્તપ્રવાહ રાખે છે નિયમિત:
મગફળીના સેવનના કારણે આપનો રક્તપ્રવાહ પણ નિયમિત રહે છે. મગફળીના નિયમિત સેવનથી ધમનીઓમાં રક્ત પ્રવાહ નિયમિત રીતે વહે છે જેના કારણે તમને હૃદય સંબંધી બીજી પણ ઘણી બીમારીઓ સામે રક્ષણ મળે છે.

Image Source

શિયાળામાં છે ખાસ ગુણકારી:
શિયાળાની અંદર જો તમે થોડા સીંગદાણા રાત્રે પલાળી અને સવારે તેનું સેવન કરો છો તો તે શરીર માટે ખુબ જ ગુણકારી છે. જેનાથી તમારી રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.
Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.