માત્ર 20 દિવસ 1 ચમચી મેથી ખાવાથી થાય છે આવા ચમત્કારિક ફાયદાઓ, જાણીને દંગ રહી જશો

0
Advertisement

મેથીના દાણાનો ભોજનમાં આપણે ત્યાં ઉપયોગ થતો જ આવ્યો છે. મેથી સ્વાસ્થ્ય માટે એક ઔષધિ જેવું કામ કરે છે. જો આપણે આપણી ડાયેટમાં રોજ એક ચમચી મેથીના દાણા લઈએ તો ઘણી બીમારીઓથી બચી શકાય છે. મેથીના દાણાને આખી રાત પલાળીને સવારે ખાલી પેટે ચાવીને ખાવાથી અને પાણી પીવાથી સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓથી છુટકારો મળી જાય છે. મેથીમાં ઘણા ગુનો હોય છે અને પોષક તત્વો મળે છે. એમાં પ્રોટીન, વિટામિન્સ અને પોટેશિયમ આપણને ઘણી બીમારીઓથી બચાવે છે.

Image Source

આયુર્વેદ અનુસાર, મેથીના દાણાને ઘણા પ્રકારે વાપરી શકાય છે. એનો પાવડર બનાવીને દહીં, શાકભાજી કે દાળમાં નાખીને ખાઈ શકાય છે, મેથીને પાણીમાં પલાળીને સવારે ખાલી પેટે પાણી પી શકાય છે, આનું શાક બનાવીને કે અંકુરિત કરીને પણ ખાઈ શકાય છે.

1 – ગેસ-એસીડીટીની સમસ્યાઓ દૂર કરે

Image Source

મેથીના દાણા શરીરમાંથી ટોક્સિન બહાર કાઢીને કિડનીને હેલ્ધી રાખે છે. મેથીના દાણા આપણા શરીરના એસિડ એલ્કલાઈન બેલેન્સને મેન્ટેન કરે છે. જે લોકોને એસીડીટીની તકલીફ રહેતી હોય એ લોકો જો રોજ મેથીના દાણા ખાય તો એનાથી તેમને ગેસ્ટ્રિકની સમસ્યાઓ દૂર થાય છે.

2 – બ્લડ પ્રેશર માટે

Image Source

જે લોકો બ્લડપ્રેશરની સમસ્યાથી પરેશાન છે એમના માટે પલાળેલી મેથી ખૂબ જ ફાયદાકારક હોય છે. રાતે સોયા અને મથીને પાણીમાં પલાળીને રાખો અને બીજા દિવસે સવારે અને સાંજે આને પાંચ ગ્રામ લેવું જોઈએ. આનાથી રક્તસંચાર ઠીક રહે છે અને બ્લડપ્રેશરમાં રાહત મળે છે.

3 – હૃદયને રાખે સ્વસ્થ

Image Source

મેથીના દાનમાં પોટેશિયમ ઘણી માત્રામાં મળી આવે છે, જે શરીરમાં સોડિયમના લેવલને કંટ્રોલ કરે છે. એનાથી રક્તસંચાર યોગ્ય રીતે થાય છે અને કોલેસ્ટ્રોલ ઓછું થાય છે.

4 – ત્વચા અને વાળ માટે

Image Source

જો તમને ખીલ થવાની સમસ્યા છે અને તેમારા વાળ પણ વધારે ઉતરી રહયા છે તો વાળમાં કે ત્વચા પર મેથીના દાણાને પલાળીને એની પેસ્ટ બનાવીને લગાવી. આનાથી વાળ મજબૂત બને છે અને જલ્દી સફેદ નથી થતા, તથા ત્વચા ચમકદાર બને છે.

5 – શુગર કરે છે કંટ્રોલ

Image Source

મેથીના દાનમાં હાજર સોલ્યુબલ ફાઇબર્સ બ્લડ શુગરને કંટ્રોલ કરીને ડાયાબિટીસને નિયંત્રિત કરે છે. એમથી મળી આવતું એમિનો એસિડ શરીરમાં ઇન્સ્યુલિન લેવલને મેન્ટેન રાખે છે, જેનાથી બ્લડશુગર રેગ્યુલેશનમાં મદદ મળે છે અને ડાયાબિટીસથી બચી શકાય છે.

6 – પાઈલ્સ માટે

Image Source

પાઈલ્સ એક ગંભીર બીમારી છે, જેનાથી દર્દીને ખૂબ જ પરેશાની થાય છે. મેથી અને સોયાને રાતે પલાળીને બીજા દિવસે સવારે આનો રસ પીવાથી પાઈલ્સમાં રાહત મળે છે.

7 – વજન ઘટાડવા માટે

Image Source

પલાળેલી મેથી વજન ઘટાડવામાં મદદ કરે છે, જે લોકો વજન ઘટાડવા માંગે છે એ લોકો મેથીના દાણાને રાતે પલાળીને સવારે એનું પાણી પીવે અને દાણાને ચાવીને ખાય તો થોડા જ દિવસોમાં તેમની ચરબી ઓછી થઈ જાય છે અને કોઈ પણ પ્રકારની બીમારીઓ પણ નથી થતી.

8 – હાડકાની સમસ્યા કરે દૂર

Image Source

મેથીના દાણા હાડકાઓની સમસ્યાઓમાં પણ રાહત આપે છે. રાતે પલાળીને રાખવાથી આના ગુણ વધી જાય છે અને એટલે કોશિશ કરો કે આને પલળ્યા બાદ જ ખાઓ.

9 – શરીરને કરે અંદરથી ચોખ્ખું

Image Source

મેથીના દાણા શરીરમાંથી ટોક્સિન બહાર કાઢે છે અને એમાંથી શરીરને ફાયબર અને એન્ટીઓક્સીડેન્ટ મળે છે જે ચયાપચયની ક્રિયાને વધુ સારી બનાવે છે, જેને કારણે પાચન સાથે સંકળાયેલી બધી જ સમસ્યાઓ દૂર થાય છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here