હેલ્થ

સીતાફળ ખાવાના આ ચમત્કારિક ફાયદા તમને હજુ સુધી ખબર નહીં હોય, મોંઘી દવાઓ અને ગંભીર બીમારીઓથી રાખશે દૂર, વાંચો

શિયાળાની ઋતુમાં આવતું અમૃતિય ફળ એટલે સીતાફળ. આ ફળ એવું છે જે દરેકને ભાવતું હોય છે. તેની બનેલી મીઠાઈ અને આઈસ્ક્રીમ પણ આપણા મનગમતા હોય છે. પ્રસંગોમાં તેની બાસુંદી પણ બનાવવામાં આવે છે તે પણ આપણને ખુબ જ પસંદ આવે છે. પરંતુ એ આપણે સૌ શોખ માટે જ ખાતા હોઈએ છીએ. પરંતુ આજે અમે તમને સીતાફળ ખાવાના ફાયદાઓ પણ જણાવવાના છીએ જે વાંચીને તમે પણ સીતાફળ શોખ માટે નહીં પરંતુ સ્પેશિયલ ખરીદીને ખાવા લાગશો.

Image Source

તો ચાલો જાણીએ સીતાફળ ખાવાના ફાયદા:

Image Source
  1. કેન્સર સામે રક્ષણ:
    એન્ટિઓક્સિટેંટ ગુણોથી ભરપૂર એવા સીતાફળ શરીરને ફ્રી રૈડિકલ્સથી લડવામાં મદદ કરે છે, જેનાથી તમે કેન્સર જેવી ગંભીર બીમારીથી પણ બચી શકો છો.

    Image Source
  2. વજન ઘટાડવામાં મદદગાર:
    સીતાફળની અંદર લો કેલરી અને લો ફેટ હોવાના કારણે તે શરીરમાં ફેટ બર્ન કરવામાં મદદ કરે છે. સાથે જ સીતાફળ ખાવાથી ભૂખ પણ કાબુમાં રહે છે જેનાથી તમને વજન ઘટાડવામાં સારી મદદ મળે છે.

    Image Source
  3. લોહીની ઉણપ કરે છે દૂર:
    સીતાફળમાં આયર્ન ભરપૂર માત્રામાં રહેલું છે તે તમારા શરીરની અંદર લોહીની ઉણપને પુરી કરે છે. તે ઉપરાંત તેના સેવનથી લોહીના ધક્કા બાઝી જવા અને લોહીની ગાંગડીઓ જામી જવા જેવી સમસ્યાઓ પણ નથી થતી.

    Image Source
  4. ગર્ભવતી મહિલાઓ માટે છે ફાયદાકારક:
    જો ગર્ભવતી મહિલાઓ સીતાફ્ળનું નિયમિત સેવન કરે તો તેના કારણે ગર્ભમાં રહેલા બાળકના વિકાસ માટે હિમોગ્લોબીન બનાવવામાં મદદ કરે છે.

    Image Source
  5. આંખોનું તેજ વધે છે:
    સીતાફ્ળનું નિયમિત સેવન તમારી આંખોનું તેજ વધારવામાં ખુબ જ મદદગાર બને છે તેમજ તેના સેવનથી ચશ્મા પણ ઉતરી શકે છે. આ ઉપરત તેના સેવનથી માનસિક તણાવ અને ડિપ્રેશન પણ દૂર થાય છે.

    Image Source
  6. ડાયાબિટીઝ અને હૃદયની બીમારીઓ સામે રક્ષણ:
    સીતાફળની અંદર લો કેલરી અને એન્ટી હાઇપર ગ્લાયસેમીકના ગુણો હોવાના કારણે શરીરની અંદર શુગરને કંટ્રોલમાં રાખે છે જેથી  ડાયાબીટિઝને પણ કંટ્રોલમાં રાખી શકાય છે. સીતાફળમાં સોડિયમ અને પોટેશિયમ પણ ભરપૂર માત્રામાં રહેલા છે જેના કારણે હૃદય સંબંધી બીમારીઓને પણ દૂર રાખે છે.

    Image Source
  7. પાચનક્રિયા વધારવામાં મદદરૂપ:
    સીતાફળ આંતરડાની અંદર જમા થયેલા ટોક્સિનને બહાર કાઢી પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. જેનાથી પેટમાં બળતરા થવી, એસીડીટી અને ગેસ જેવી સમસ્યાઓને દૂર થાય છે.

    Image Source
  8. ચહેરાને બનાવે છે ચમકદાર:
    સીતાફળની અંદર વિટામિન ઈ રહેલું છે જે ચહેરાને મોસ્ચ્યુરાઇઝ કરે છે. તેના નિયમિત ઉપયોગથી ચહેરા ઉપર ચમક આવે છે અને તે એકદમ સ્વસ્થ દેખાય છે.

    Image Source
  9. દાંતને બનાવે છે મજબૂત:
    સીતાફળ તમારા દાંતને પણ મજબૂત બનાવવામાં મદદગાર સાબિત થાય છે. તેનું નિયમિત સેવન દાંત અને જડબાંમાં થવા વાળી તકલીફને દૂર કરે છે.

    Image Source
  10. વાળ ઉતરવાની સમસ્યામાં રાહત:
    સીતાફળ શરીરને પોષણ પૂરું પાડે છે. આ એક એવું ફળ છે જેના ખાવાથી થોડા જ દિવસમાં વાળ વધવા લાગે છે. જો તમે ઈચ્છો તો સીતાફળના પાન અને તેના બીજને ભેગા કરી એક પેસ્ટ બનાવી અઠવાડિયામાં બે વખત માથાની અંદર લગાવી શકો છો તેનાથી વાળ ઉતરવાની સમસ્યા બંધ થઇ જશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.
Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.