ખબર હેલ્થ

ખાવામાં નારિયેળ તેલ છે ખુબ જ ફાયદાકારક, વાંચીને આજથી જ ખાવાનું શરૂ કરી દેશો, જાણો ફાયદાઓ

જમવાનું બનાવવા માટે આપણે અલગ અલગ તેલનો વપરાશ કરતા હોઈએ છીએ તેમાં પણ શરીર માટે અનુકૂળ હોય એવા તેલનો જ વપરાશ આપણે ઘરમાં કરીએ છીએ પરંતુ આપણા ગુજરાતમાં મોટાભાગે કપાસતેલ અને સીંગતેલનો વપરાશ જ વધુ છે. ઘણા ઘરમાં સૂર્યમુખી અને મકાઈનું તેલ પણ હવે વપરાશમાં લેવામાં આવે છે. પરંતુ આ બધા તેલ સિવાય નારિયેળ તેલનો ઉપયોગ પણ જમવાનું બનાવવા થઇ શકે છે એ ઘણા ઓછા લોકો જાણતા હોય છે.

Image Source

હા, નારિયેળ તેલનો ઉપયોગ કરવાથી આપણું શરીર સ્વસ્થ રહે છે તેમજ કેટલીય બીમારીઓ પણ દૂર રહે છે. આજે અમે તમને નારિયેળ તેલ જમવાના ઉપયોગ લેવામાં આવે તો શરીરમાં કેવા ફાયદા થઇ શકે છે તેના વિશે જણાવીશું.

વજન ઘટાડવામાં કરે છે મદદ:
નારિયેળ તેલમાં બાકી તેલ કરતા ખુબ જ ઓછા પ્રમાણમાં ફેટ હોય છે જે તમારા શરીરનું વજન વધવા દેતું નથી. તેમજ શરીરના વજનને પણ નિયંત્રણમાં રાખે છે.

Image Source

પાચનશક્તિ વધારવામાં મદદરૂપ:
નારિયેળ તેલની અંદર એન્ટીબેક્ટેરિયલ ગુણો મળી આવે છે જે તમારી પાચનક્ષમતાને વધારે છે. અપચાના કારણે થવા વાળા રોગોથી તમને દૂર રાખે છે અને કબ્જ, એસીડીટી જેવી સમસ્યા થવાનો પણ ખતરો ઓછો રહે છે.

આંચકી(દૌરા)માં મદદરૂપ:
ઘણા લોકોને આપણે જોયા છે કે તમને બેઠા બેઠા કે રસ્તે ચાલતા ચાલતા પણ આંચકી આવી જતી હોય છે અને ત્યારે એવું લાગે કે એમને કંઈક ગંભીર બીમારી થઇ ગઈ છે ત્યારે જે લોકોને આ સમસ્યા હોય તેમના માટે નારિયેળ તેલ ખુબ જ ફાયદાકારક છે. નારિયેળ તેલમાં રહેલું MCT આંચકીમાં લાભદાયક નીવડે છે.

હૃદયને રાખે છે સ્વસ્થ:
ઘણા લોકોનું માનવું છે કે હૃદય માટે નારિયેળ તેલ યોગ્ય નથી પરંતુ તમને જણાવી દઈએ કે નારિયેળ તેલ હૃદય માટે સૌથી શ્રેષ્ઠ છે કારણ કે નારિયેળ તેલમાં રહેલું લોરિક એસિડ હાઈ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં ખુબ જ મદદ કરે છે જેના કારણે હૃદયરોગનો ખતરો રહેતો નથી.

Image Source

દાંત રાખે છે સ્વસ્થ:
દાંતને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા માટે પણ આપણે ઘણા ઉપાયો કરીએ છીએ ત્યારે નારિયેળ તેલ પણ દાંતને સ્વચ્છ રાખવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. નારિયેળ તેલની અંદર ખાવાનો સોડા, પીપરમિન્ટના ટીપા નાખીને ટૂથપેસ્ટની જગ્યાએ વાપરવામાં આવે તો તે દાંત સ્વચ્છ અને મજબૂત બને છે.

Image Source

કિડની માટે લાભદાયક:
એક વૈજ્ઞાનિક સંશોધનમાં સામે આવ્યું છે કે નારિયેળ તેલ શરીરમાં માત્ર ઊંચા રક્તસ્રાવને નિયંત્રણમાં નથી રાખતું પરંતુ કિડનીમાં આવતી સમસ્યાઓને પણ તે બરાબર કરે છે. કિડની માટે પણ નારિયેળ તેલ શ્રેષ્ઠ છે.

ભૂખને રાખે નિયંત્રણમાં:
મોટાભાગના લોકો વધતા વજનથી પરેશાન હોય છે. વજન વધવાનું કારણ પણ વધુ પડતો ખોરાક હોય છે અને વધુ ભૂખ લાગવાના કારણે ખોરાક પણ વધુ લેવામાં આવે છે. પરંતુ નારિયેળ તેલ તમારી ભૂખને નિયંત્રણમાં રાખી શકે છે. તમારા નાસ્તામાં જો તમે નારિયેળ તેલથી બનાવેલી કોઈ વસ્તુ ઉપયોગમાં લો છે તે તમને જલ્દી ભૂખ લાગવા દેતું નથી.

Image Source

થાઈરોડમાં મદદરૂપ:
ઘણા લોકોને થાઈરોડની સમસ્યા હોય છે અને એક સંશોધનમાં સામે આવ્યું છે કે તમારા ડાયેટ પ્લેનમાં જો તમે નારિયેળ તેલનો ઉપયોગ કરો છો તો થાઈરોડને કાબુમાં કરી શકાય છે.

Image Source

રોગપ્રતિકારક શક્તિ વધારે છે:
નારિયેળની અંદર વિટામિન-ઈ, ઓલીક એસિડ, લીનોલિક એસિડ, લોરિક એસિડ, મિરિસ્ટિક એસિડ, કૈપ્રિક એસિડ અને કૈપ્રેટિક એસિડ જેવા ગુણકારી પોષકતત્વો મળી આવે છે જે સૌ ભેગા મળીને તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે.

Image Source

શરીરમાં ઉર્જા સ્ત્રોત માટે લાભદાયક:
શરીરમાં ઉર્જા વધારવા માટે પણ નારિયેળ તેલનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે નારિયેળ તેલમાં મળી આવતી ખૂબીઓ શરીરની અંદર તરત જ ઉર્જાનો સંચાર કરે છે. એક સર્વે અનુસાર પ્રતિ 100 ગ્રામ તેલની અંદર 892 કૈલેરી ઉર્જા મળી આવે છે.

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.